World Sauntering Day 2024: આજકાલની ભાગદોડ ભરી જિંદગીમાં બ્રેક લેવો પણ જરૂરી છે, Sauntering તમને તાજગી આપે છે, જાણો Sauntering Dayને શા માટે ઉજવવામાં આવે છે
ભાગદોડ ભરી જિંદગીમાં તમે પણ તમારા સ્વાસ્થ્યને નજરઅંદાજ કરીદો છો,તો 19 જૂન એ એક એવો દિવસ છે જે તમને તમારા સ્વાસ્થ્યને લઈને જાગૃત કરવા મનાવવામાં આવે છે.

World Sauntering Day 2024: પેલી કેહવત તો તમે સાંભળી જ હસે કે જિંદગીમાં ઠેહરાવ પણ જરૂરી છે, આજકાલ ભાગદોડ ભરી જિંદગીમાં લોકોને ઊભા રેહવાનું પસંદ નથી જેથી તેઓ દિવસ રાત ભાગતા રહે છે અને પોતાના કામો કરતાં રહે છે. કામના બોજના કારણે જ તણાવ,ડિપ્રેશન અને ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ આવે છે, જે આગળ જઈને ગંભીર બીમારીઓ નું સ્વરૂપ ધારણ કરે છે. આ સ્થિતિમાં તમને તમારા સ્વાસ્થ્યને લઈને જાગૃત કરવાના ઉદેશ્યથી પ્રતિ વર્ષ 19 જૂન ને વિશ્વ સાઉટરીંગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેનો હેતુ લોકોને સ્વસ્થ જીવનશૈલી તરફ પ્રોત્સાહિત કરવાનો છે.
વિશ્વ સાઉટરીંગ દિવસનો ઇતિહાશ
સૌથી પેહલાતો તમને જણાવીએ કે સૌ પ્રથમ વખત ક્યારે મનાવવામાં આવ્યો હતો? આની શરૂઆત 1970 માં અમેરિકાના મેશિગનમાં આઇલેન્ડના ગ્રેડ હોટેલમાં ડબલ્યુટી રો દ્વારા કરવામાં આવી હતી. ઘણી જગ્યાએ વિશ્વ સાઉટરીંગ ડે 28 ઓગસ્ટના રોજ પણ ઉજવવામાં આવે છે,જેનો અર્થ છે ધીમે ધીમે ચાલવું. આ દિવસ લોકોને ફિટનેસ અને વેલનેસ વધારવા માટે પ્રોત્સાહિત કરે છે.
વિશ્વ સાઉન્ટરિંગ ડેનું મહત્વ
જ્યારે આપણે કોઈપણ સમયના બંધનમાં બંધાયેલા હોતા નથી, ત્યારે આપણે આપણું કામ વધુ સારી રીતે અને વધુ સર્જનાત્મકતા સાથે કરીએ છીએ. આ તમારી કાર્યક્ષમતા તેમજ ઉત્પાદકતામાં વધારો કરે છે. આ દિવસનું મહત્વ એ પણ કહે છે કે જ્યારે તમે કોઈ સમય મર્યાદાથી બંધાયેલા નથી, તો તે તમારી કાર્યક્ષમતામાં 60% વધારો કરી શકે છે. તે તમારા મગજના રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે અને તણાવ અને કેન્સરનું જોખમ પણ ઘટાડી શકે છે.
વિશ્વ સાઉન્ટરિંગ દિવસે શું કરવું
હવે વાત આવે છે કે વર્લ્ડ સાઉન્ટરિંગ ડે પર તમારે શું કરવું જોઈએ? તેથી તમારા વ્યસ્ત જીવનમાંથી થોડો વિરામ લો. તમે આ દિવસે પ્રકૃતિનો આનંદ માણી શકો છો, ફરવા જઈ શકો છો, પાર્ક અથવા જંગલની મુલાકાત લઈ શકો છો, બીચ પર સમય પસાર કરી શકો છો, માઇન્ડફુલનેસ યોગનો અભ્યાસ કરી શકો છો અને આ દિવસ માટે ટેક્નોલોજીથી ડિસ્કનેક્ટ થઈ શકો છો.
ચાલવાથી લોકોની કાર્યક્ષમતામાં 60 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે જ્યારે લોકો કોઈ સમય મર્યાદાથી બંધાયેલા નથી, ત્યારે તેઓ તેમના કામને પૂર્ણ કરવામાં સમય લે છે. ચાલવાથી ઉત્પાદકતા વધારવામાં અને એકંદર મૂડ સુધારવામાં પણ મદદ મળે છે. તે મગજમાં લોહીનો પ્રવાહ વધારવામાં પણ મદદ કરે છે. ચાલવાથી ઘણા ફાયદા થાય છે - તેમાંથી એક કેન્સરનું જોખમ ઘટાડે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

