શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
શું તમે દિવસમાં ઊંઘવાનું પસંદ કરો છો? તો સાવધાન, થઇ શકે છે આ સમસ્યા
શરીરને સ્વસ્થ રાખવા માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે, પરંતુ જો દિવસમાં ઊંઘવામાં આવે આવે તો શાસ્ત્રો મુજબ દિવસમાં સૂવાથી આરોગ્ય અને ધનનું નુકસાન થાય છે.
ધર્મ:વ્યક્તિના આહાર વિહાર માટે આપણા ધર્મશાસ્ત્રમાં અમુક નિયમો બનાવવામાં આવ્યા છે, તે જ રીતે આપણા ધર્મશાસ્ત્રમાં સૂવા માટેના નિયમો પણ બનાવવામાં આવ્યા છે. આ મુજબ વ્યક્તિએ દિવસ દરમિયાન ક્યારેય સૂવું ન જોઈએ, કારણ કે દિવસ દરમિયાન સુવાથી વ્યક્તિને અનેક પ્રકારના રોગો ઘેરાયેલા રહે છે. ચાલો જાણીએ કે વ્યક્તિને કયા સમયે ઊંઘ લેવી હિતકારી રહે છે.
- શાસ્ત્રો મુજબ દિવસમાં સૂવાથી શરીરમાં રોગો વધે છે અને ઉંમર ઓછી થાય છે. બિમારી સિવાય ક્યારેય દિવસમાં ન ઊંઘવું જોઇએ
- આયુર્વેદ અનુસાર, દિવસ દરમિયાન સૂવાથી મેદસ્વીપણા જેવી અનેક સમસ્યા થાય છે, અને દિવસ દરમિયાન વધુ સૂવાથી કફનો પ્રકોપ પણ વધે છે.
- બ્રહ્મવૈવર્તપુરાણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સુવાથી નિદ્રાધિન વ્યક્તિ બિમાર અને ગરીબ બને છે.
- ધાર્મિક શાસ્ત્રો અનુસાર દિવસમાં કલાકો સુધી સૂતા રહેવાથી માનસિક તણાવનો પણ અનુભવ થાય છે. શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ સૂર્યાસ્ત થયાના 3 કલાક પછી જ સૂવું જોઈએ.
- સૂર્યાસ્ત સમયે પણ ક્યારેય સૂવું ન જોઈએ કારણ કે સૂર્યાસ્ત સમય એ દેવ-દેવીઓની પૂજા કરવાનો સમય છે. એવું માનવામાં આવે છે કે, જે લોકો સૂર્યાસ્ત સમયે સૂતા હોય છે. તેઓને કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી.
- શાસ્ત્રો અનુસાર જો સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિ દિવસ દરમિયાન સૂઈ જાય છે, તો ધન સંબંધિત સમસ્યાઓ ઉત્પન થઇ શકે છે. ઉપરાંત આવી વ્યક્તિને પેટ સંબંધિત બિમારી થઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion