Health Tips: રાત્રે સૂતા પહેલા આ ટ્રીક અપવાની જુઓ, બેડ પર જતાં આવી જશે ગાઢ ઊંઘ
શું તમે પણ રાત્રે સૂઈ નથી શકતા? વહેલા સૂવા છતાં, જો તમે આખી રાત બાજુ બદલો છો, તો આફ ટિપ્સને અનુસરી જુઓ. જે સારી ઊંઘમાં મદદ કરે છે.
Health Tips:શું તમે પણ રાત્રે સૂઈ નથી શકતા? વહેલા સૂવા છતાં, જો તમે આખી રાત બાજુ બદલો છો, તો આફ ટિપ્સને અનુસરી જુઓ. જે સારી ઊંઘમાં મદદ કરે છે.
આખા દિવસના કામ પછી જ્યારે તમે ઘરે આવો ત્યારે તમે સૌથી વધુ શું કરવા માંગો છો? કદાચ આપણા બધાનો જવાબ હશે કે સારી ઊંઘ લેવા માંગીએ છીએ. પરંતુ ઘણીવાર આવું થતું નથી. ઘણા લોકો એવા છે કે જેઓ સમયસર સૂઈ ગયા પછી પણ રાત્રે સારી ઊંઘ મેળવવા માટે સંઘર્ષ કરે છે અને ઘણા કલાકો માત્ર પડખા બદલ્યા કરે છે. હવે સવાલ એ છે કે શું એવો કોઈ ઉપાય છે, જેને કર્યા પછી સારી ઊંઘ આવે છે.સાત્વિક મૂવમેન્ટના ફાઉન્ડર હર્ષવર્ધન સરાફે આનો જવાબ આપ્યો છે.આવો જાણીએ કે સારી ઊંઘ માટે શું કરવું જોઇએ
ગરમ પાણીથી ફૂટ બાથ લેવી ફાયદાકારક છે
ઈન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કરતા તેણે જણાવ્યું છે કે, તેના કહેવા મુજબ ગરમ પાણીમાં પગ ડૂબાડી થોડીવાર બેસવાથી સારી ઉંઘ આવે છે. તેણે વીડિયોનું કેપ્શન શેર કરતા લખ્યું છે. મને આ થેરાપી ગમે છે, તે મને વ્યસ્ત દિવસ પછી માનસિક અને શારીરિક રીતે આરામ કરવામાં કેવી રીતે મદદ કરે છે. તેઓ કહે છે કે તેનાથી માત્ર સારી ઊંઘ જ નથી આવતી, પરંતુ તે તણાવને સંપૂર્ણપણે દૂર કરવામાં પણ મદદ કરે છે. પગના દુખાવા અને સ્નાયુઓમાં ખેંચાણ પણ ઘટાડે છે. આ સાથે, તે ચેતા અને સ્નાયુઓના કાર્યને પણ વેગ આપે છે.
અભ્યાસ શું કહે છે?
ઇન્ટરનેશનલ જર્નલ ઑફ નર્સિંગ સ્ટડીઝમાં પ્રકાશિત 2013ના અભ્યાસ મુજબ, સૂતા પહેલા તમારા હાથ અને પગને ગરમ પાણીમાં પલાળવાથી તમારી ઊંઘની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે. જેના કારણે ઉંઘ જલ્દી આવે છે. બીજી તરફ, અન્ય ડોકટરોનું માનવું છે કે પગને પાણીમાં પલાળવાથી શરીરનું તાપમાન ઓછું કરવામાં મદદ મળે છે, જે મગજને હોર્મોન મેલાટોનિન છોડવાના સંકેતો મોકલવામાં મદદ કરે છે અને અહીંથી સારી ઊંઘની શરૂઆત થાય છે. ગરમ નમકવાળા પાણીમાં પગને પલાળીને રાખવવાથી આરામ મળે છે. તે સારી ઊંઘ મેળવવામાં મદદ કરે છે. અન્ય એક નિષ્ણાતના મતે, જો તમે સૂતા પહેલા તમારા પગને ગરમ પાણીમાં પલાળી રાખો તો તેનાથી હૃદયના ધબકારા, શ્વાસ અને શરીર શાંત થાય છે અને તમને ઝડપથી ઊંઘ આવવામાં મદદ મળે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.