ગર્ભવતી મહિલાઓ માટે કેવો હોવો જોઇએ ડાયટ પ્લાન, ICMRએ જાહેર કરી ગાઇડલાઇન્સ
Pregnancy Tips: તાજેતરમાં ICMR એ માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં ગર્ભવતી મહિલાઓ માટે યોગ્ય આહાર વિશેની જાણકારી આપવામાં આવી છે
Pregnancy Diet: પ્રેગનન્સી દરમિયાન મહિલાઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓનો ડાયટ પ્લાન શું છે, તેણે કેટલો આરામ કરવો જોઇએ. આ બધી બાબતોની અસર તેના થનારા બાળક પર પણ થઇ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે નવજાત શિશુના જન્મ પછી તેનો વિકાસ અને સ્વાસ્થ્ય પણ પોષક તત્વો પર આધારિત હોય છે. આવી સ્થિતિમાં મહિલાઓએ પોતાની સાથે-સાથે પોતાના બાળકોનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
તાજેતરમાં ICMR એ માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં ગર્ભવતી મહિલાઓ માટે યોગ્ય આહાર વિશેની જાણકારી આપવામાં આવી છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં મોટાભાગની બીમારીઓ ખરાબ જમવાના કારણે થાય છે, ચાલો જાણીએ કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓનો ડાયટ કેવો હોવો જોઈએ.
નાસ્તો કેવો હોવો જોઇએ
ICMRની માર્ગદર્શિકા અનુસાર, મહિલાઓએ સવારે 6 વાગ્યે એક ગ્લાસ (150 મિલી) દૂધ પીવું જોઈએ. આ પછી, સવારે 8 વાગ્યે 60 ગ્રામ આખુ અનાજ, 75 ગ્રામ લીલા શાકભાજી, 20 ગ્રામ કઠોળ, 20 ગ્રામ બદામ અને 5 ગ્રામ તેલને ડાયટમાં સામેલ કરવા જોઇએ
લંચમાં શું ખાવુ જોઇએ
ગર્ભવતી સ્ત્રીઓએ તેમના બપોરના ભોજનમાં 100 ગ્રામ ચોખા અથવા રોટલી, 30 ગ્રામ દાળ અથવા માંસ, શાકભાજીની કઢી, 75 ગ્રામ લીલા શાકભાજી, 200 ગ્રામ ફળો ખાવા જોઈએ. સાંજે 4 વાગ્યે નાસ્તા તરીકે દૂધ સાથે 20 ગ્રામ બદામ અને સીડ્સને સામેલ કરો
ડિનરમાં શું ખાવું જોઇએ
રાત્રે મહિલાઓએ 60 ગ્રામ ભાત અથવા રોટલી, 25 ગ્રામ ચણા, 75 ગ્રામ લીલા શાકભાજી અને 50 ગ્રામ તાજા ફળો ખાવા જોઈએ.
શું કરવું અને શું ન કરવું?
ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ વિટામિન સીથી ભરપૂર ફળો જેમ કે આમળા, જામફળ અને સંતરાને સામેલ કરવા જોઇએ. ઉબકા અથવા ઉલટીના કિસ્સામાં દિવસ દરમિયાન થોડું ભોજન લો. વિટામિન ડી જાળવવા માટે, દરરોજ ઓછામાં ઓછા 15 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસો તમારા ફોલિક એસિડની માત્રાને પહોંચી વળવા માટે લીલા શાકભાજી ખાઓ.
ગર્ભાવસ્થા દરમિયાન ધૂમ્રપાન, દારૂ અને તમાકુથી દૂર રહો. કાર્બોરેટેડ પાણીથી દૂર રહો. જમ્યા પછી તરત જ સૂવું કે બેસવું નહીં. થોડી વાર ચાલો. આ સિવાય ભોજન ખાધા પછી કોફી કે ચા ન પીવી.