(Source: Poll of Polls)
Accident:રક્ષાબંધનના પર્વે માતમ, કાર ડ્રાઇવરને ઝોંકુ આવી જતાં ભયંકર રોડ અકસ્માત, 7 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ
રક્ષાબંધન પર્વે સર્જાયેલા રોડ અકસ્માતમાં એક સાથે 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા તો 5 લોકોને ગંભીર ઇજા પહોંચી છે.
Accident:બિહારના રોહતાસ જિલ્લામાંથી એક દર્દનાક દુર્ઘટનાના સમાચાર છે, જ્યાં હાઇવેની બાજુમાં ઉભેલા કન્ટેનર સાથે પૂરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો અથડાઈ હતી. જેમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 5 યુવકો ઘાયલ થયા છે, જેમની હાલત પણ નાજુક છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે.
ડ્રાઇવરની એક સેકન્ડની ભૂલને કારણે 7 લોકોએ દુનિયા છોડી દીધી
આ ભયાનક દુર્ઘટના બુધવારે સવારે રોહતાસ જિલ્લાના શિવસાગરમાં પખનારી પેટ્રોલ પંપ પાસે NH-2 પર થઈ હતી. હાઇવેની બાજુમાં પંપ પાસે એક કન્ટેનર ઊભું હતું, ત્યારે સામેથી આવતી સ્કોર્પિયોએ અચાનક સંતુલન ગુમાવી દીધું હતું અને કન્ટેનર સાથે અથડાયું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સ્કોર્પિયો ઓવર સ્પીડમાં જઈ રહી હતી, આ દરમિયાન ડ્રાઇવરને ઝોકું આવી જતાં ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને આ ભયંકર અકસ્માત સર્જાયો હતો.
પરિવાર રાંચીથી કૈમુર ઘરે પરત ફરી રહ્યો હતો
અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો કૈમુરના કુડારી ગામના રહેવાસી હતા. તે ઝારખંડની રાજધાની રાંચીથી સ્કોર્પિયો મારફત પોતાના ગામ પરત ફરી રહ્યો હતો. અકસ્માતનો ભોગ બનેલી સ્કોર્પિયોમાં કુલ 12 લોકો સવાર હતા. જેમાં 7 લોકોના મોત થયા છે અને 5 ઘાયલ થયા છે, ઘાયલોમાં ડ્રાઇવરનો પણ સમાવેશ થાય છે. મૃતકોમાં 3 છોકરાઓ, 2 મહિલાઓ અને 2 બાળકોનો પણ સમાવેશ થાય છે.
ટોલ પ્લાઝાના કર્મચારીઓએ અકસ્માતની ઘટનાનું વર્ણન કર્યું
અકસ્માતના સાક્ષી બનેલા ટોલ કર્મચારીઓએ જણાવ્યું કે, અકસ્માત ખૂબ જ ભયંકર હતો, સ્કોર્પિયો કન્ટેનર સાથે અથડાતાની સાથે જ ઉડી ગઈ હતી. અંદર રહેનારાઓ લોહીથી લથપથ હતા, તેમના શરીર સીટ સાથે ચોંટી ગયા હતા. જેઓ બચી ગયા તેઓ પણ બેભાન હાલતમાં જ હતા. આપને જણાવી દઈએ કે અકસ્માત ક્રેઇન દ્વારા સ્કોર્પિયોને કન્ટેનરમાંથી બહાર કાઢવામાં આવી હતી. જ્યારે લોકોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ચૂક્યા હતા. જ્યારે એકનું હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયું હતું. અને પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધુ વધે તેવી શકયતા છે. અકસ્માતના સમાચાર મળતા જ વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.