શોધખોળ કરો

કાળઝાળ ગરમી વચ્ચે અમદાવાદ મનપા એક્શનમાં, લોકો માટે શરૂ કરી આ સુવિધાઓ

બગીચા રાત્રે 11 સુધી ખુલ્લા રહેશે, શહેર ટ્રાફિક પોલીસને ઓ.આર.એસ.ના પચાસ હજાર પેકેટ આપવામાં આવ્યા છે.

Ahmedabad Municipal Corporation: અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થતા પ્રશાસન એક્શનમાં આવ્યું છે. હિટવેવ એકશન પ્લાન અંતર્ગત મહાનગપાલિકા સંચાલિત હોસ્પિટલો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં હિટ રીલેટેડ ઈલનેસના કેસ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. શહેર ટ્રાફિક પોલીસને ઓ.આર.એસ.ના પચાસ હજાર પેકેટ આપવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં આવેલા 280થી વધુ નાના-મોટા બગીચા રાત્રિના 11 વાગ્યા સુધી લોકો માટે ખુલ્લા રાખવામાં આવશે. તમામ બગીચા ઉપરાંત એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.ના બસસ્ટોપ ઉપર પીવાના પાણીની અને ઓ.આર.એસ.ના પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

આગામી સમયમાં શહેરમાં મહત્તમ પાણીની પરબ શરુ કરવામાં આવશે. શહેરના તમામ અર્બન અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ઓ.આર.એસ.સેન્ટર શરુ કરવામાં આવ્યા છે. અતિશય ગરમીથી બચવા પ્રશાસને વધુ પ્રમાણમાં પાણી, છાશ જેવા પ્રવાહીનુ સેવન કરવા, લાંબો સમય તડકામાં ના રહેવા, હળવા સુતરાઉ કપડાં પહેરવા, ઠંડકવાળા સ્થળે સમયાંતરે આરામ કરવા તથા નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરી છે.

માર્ચ મહિનો પૂરો થયા તે પહેલા જ રાજ્યમાં અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગુરુવારે 10 શહેરોમાં 38 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના અનુસાર, આગામી બે દિવસ ગરમીનો પારો ઉપર જશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તો અંગ દઝાડતી ગરમી પડશે. તો બનાસકાંઠા અને આણંદ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. તો ગુરુવારે અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. અમરેલીમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ 40.8 ડિગ્રી પર પહોંચ્યો છે. તો અમદાવાદ 40 ડિગ્રી ગરમીમાં શેકાયું છે. સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી જેટલું વધી ગયું છે. જો કે તાપમાનમાં હજુ પણ વધારો થશે. હવામાન વિભાગ અનુસાર અમદાવાદનું તાપમાન આજે 41, શનિવારે 40 ડિગ્રી રહેશે.તો આ તરફ રાજકોટ, વડોદરા, ગાંધીનગર, ભૂજ, છોટા ઉદેપુર, ડીસા, દાહોદ, ભાવનગરમાં 38 ડિગ્રીથી વધુ તાપમાન રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ

Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત

અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ

IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?

ABP Premium

વિડિઓઝ

GST Raid:રાજ્યભરમાં કોચિંગ ક્લાસિસમાં સ્ટેટ GSTના દરોડા | Coaching Classis Raid | Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : સત્યાનાશHun To Bolish : હું તો બોલીશ : 'લક્કી ડ્રો'ના નામે લૂંટSurat News: સુરતના સચિનમાં ધો. 7ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના ઈરાદે છેડતી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
Supreme Court: 'વળતર આપ્યા વિના મિલકત ખાલી કરાવી શકાય નહીં, 22 વર્ષ બાદ જમીન માલિકોને સુપ્રીમ કોર્ટની રાહત
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ
અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, H-1B વિઝા બાદ OPT પ્રોગ્રામ પર વિવાદ
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
IND vs AUS: રોહિત શર્માને ટીમમાંથી બહાર રાખવા પર બુમરાહે આપી પ્રતિક્રિયા, શું આપ્યું મોટું નિવેદન?
રેશન કાર્ડ કામગીરીમાં અરજદારોની હેરાનગતિનો પર્દાફાશ: પુરવઠા અધિકારીની તપાસમાં ભાંડો ફૂટ્યો

California Plane Crash: હવે કેલિફોર્નિયામાં પ્લેન ક્રેશ, ઇમારત સાથે ટકરાયું વિમાન, બેનાં મોત

Vitamin B12: જો સવારે ઉઠતાની સાથે જ તમારા શરીરમાં આ 5 લક્ષણો જોવા મળી તો હોઈ શકે છે  વિટામીન B12ની ઉણપ

Crime News: અમદાવાદમાં કાળજુ કંપાવનારી ઘટના: સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ

Embed widget