Heatstroke: અમદાવાદમાં હીટ સ્ટ્રોકથી એક જ દિવસમાં 2 લોકોનાં મોત
Ahmedabad News: મૃતક પૈકી એક દર્દીને 104 ડીગ્રી અને બીજા દર્દીને 105 ડીગ્રી ટેમ્પરેચર સાથે દાખલ કરવામાં આવ્યા હતા.
Latest Ahmedabad News: અમદાવાદ સહિત રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી (heatwave) પડી રહી છે. આ દરમિયાન આજે અમદાવાદમાં હિટ સ્ટ્રોકથી (heatstroke) બે લોકોના મોત થયા છે. બંનેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ (civil hospotal) ખસેડવામાં આવ્યા હતા. 35 અને 55 વર્ષીય દર્દીઓના એક જ દિવસમાં સારવાર દરમિયાન મોત થયા છે. જે પૈકી એક દર્દીને 104 ડીગ્રી અને બીજા દર્દીને 105 ડીગ્રી સાથે દાખલ કરવામાં આવ્યા હતા.
રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 24 કલાક માટે અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ રહેશે. અમદાવાદ, ગાંધીનગર 46 ડિગ્રી સૌથી વધી તાપમાન રહ્યું છે. દીવ, ભાવનગર, કચ્છ, બોટાદ, સુરેન્દ્રનગર હિટવેવ વધુ રહેશે. વડોદરા અને છોટા ઉદેપુર હિટવેવ રહેશે. 100 વર્ષમાં વર્ષ 2016માં 20 મે અમદાવાદનું 48 ડિગ્રી તાપમાન રહ્યું હતું.વર્ષ 2016 બાદ શહેરમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં 46.6 ડિગ્રી નોંધાઇ હતી. રાજ્યના મોટાભાગના જિલ્લામાં 45ને પાર તાપમાન પહોંચ્યું છે. હવામાન વિભાગે પણ ગરમીન લઇને પાંચ જિલ્લામાં રેડ એલર્ટ તો અન્ય 20 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા 10 દિવસનું તાપમાન
તારીખ તાપમાન
24 મે 45.5 ડિગ્રી
23 મે 46.6 ડિગ્રી
22 મે 46 ડિગ્રી
21 મે 45 ડિગ્રી
20 મે 43 ડિગ્રી
19 મે 45 ડિગ્રી
18 મે 45 ડિગ્રી
17 મે 44 ડિગ્રી
16 મે 44 ડિગ્રી
15 મે 40 ડિગ્રી
14 મે 37 ડિગ્રી
13 મે 42 ડિગ્રી
હીટ સ્ટ્રોકથી બચવા આટલું કરો?
- ઘરની બહાર માથાનો ભાગ કપડા, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો
- વજનમાં હળવા અને સુતરાઉ વસ્ત્રો પહેરવા
- તરસ ન લાગે છતા પર્યાપ્ત માત્રામાં પ્રવાહીનો આગ્રહ રાખો
- આંખોના રક્ષણ માટે સન ગ્લાસીસ પહેરો
- ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો
- ORS, છાશ, લસ્સી, લીંબુ પાણીનું કરો સેવન
- ભાતનું ઓસામણ, નાળિયેર પાણીનું સતત કરો સેવન
- ગરમી સામે રક્ષણ માટે પ્રાથમિક સારવાર અંગે તાલીમ લેવી
- બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યકિતઓની રાખો વિશેષ કાળજી
હીટ સ્ટ્રોકથી બચવા આટલું ન કરો?
- બપોરે 12થી 4 વાગ્યા સુધી બિનજરૂરી ઘર બહાર નીકળવાનું ટાળો
- તડકામાં ઉઘાડા પગે બહાર જવાનું ટાળવું
- બપોરે બહાર હોય તો શ્રમ પડે તેવી પ્રવૃતિ ન કરો
- બપોરના સમયે રસોઈ કરવાનું ટાળો, રસોડાના બારી- બારણા ખૂલ્લા રાખો
- શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા, કોફી, સોફ્ટ ડ્રીંક લેવાનું ટાળો
- પ્રોટીનની વધુ માત્રા હોય તેવા મસાલેદાર, તળેલા આહાર લેવાનું ટાળો