Corona: અમદાવાદના દરિયાપુરમાં કોરોના સંક્રમિત વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત
સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસ ફરી તહેલકો મચાવ્યો છે. કોરોના વાયરસના નવા વેરિઅન્ટ JN.1ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.
![Corona: અમદાવાદના દરિયાપુરમાં કોરોના સંક્રમિત વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત An old woman died due to corona in Dariapur Ahmedabad Corona: અમદાવાદના દરિયાપુરમાં કોરોના સંક્રમિત વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/26/520ded638112f1963df2ba0af30b1bbd1703563731581737_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસ ફરી તહેલકો મચાવ્યો છે. કોરોના વાયરસના નવા વેરિઅન્ટ JN.1ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કોરોના વાયરસને લઈ લોકોમાં પણ ફરી એક વખત ગભરાટ જોવા મળી રહ્યો છે. ત્યારે સમાચાર સામે આવ્યા છે કે અમદાવાદમાં કોરોનાના કારણે એક મોત થયું છે.
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં કોરોના સંક્રમિત એક વૃદ્ધાનું મોત થયું છે. વૃદ્ધાનું મોત સારવાર દરમિયાન થયું છે. દરિયાપુરના 82 વર્ષિય મહિલાનું મોત થયું છે. રવિવારે દરિયાપુરની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અક્ષરકૃપા હોસ્પિટલમાં દર્દીનું મોત નીપજ્યું છે. કોવિડ સિવાય અન્ય કો-મોર્બિડ બીમારીઓથી દર્દી પીડિત હતા.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના વધુ 2 કેસ નોંધાયા છે. સરખેજ અને રાણીપ વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે. એક મહિલા અને એક પુરુષ કવિડ પોઝિટિવ છે. એક દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી વિદેશની હોવાનું સામે આવ્યું છે. એક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સિંગાપુરની સામે આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.
કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે ક્રિસમસની રજા પૂર્ણ થતા આજથી રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે ક્રિસમસની રજા પૂર્ણ થતા આજથી રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્યની સરકારી હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો સહિતના સ્થળોએ કોરોનાના ટેસ્ટિંગ શરૂ કરાશે. હાલ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે. સોલા સિવિલમાં કોરોના માટે 25 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે. આ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરી દેવાયા છે.
દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના કેસમાં સતત વધારો
દેશમાં કોરોનાના નવા વાયરસ JN.1 ના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 6 રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટ JN.1ના કેસ નોંધાયા છે. કેંદ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ કોરોનાના નવા વેરિઅન્ટને લઈ ચિંતિત છે. JN.1 વેરિયન્ટના કેસો સતત વધી રહ્યા છે. ભારતમાં એક્ટિવ કોરોનાવાયરસ કેસ મંગળવારે 4,100 ને વટાવી ગયા છે કારણ કે છેલ્લા 24 કલાકમાં JN.1 COVID-19 સબવેરિયન્ટના કુલ 412 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ ભારતમાં મંગળવારે સક્રિય કેસની સંખ્યા 4,170 હતી, જ્યારે કુલ મૃત્યુઆંક 5.33 લાખ પર પહોંચ્યો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)