શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમદાવાદમાં કોરોનાનો હાહાકારઃ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા ત્રણ વિસ્તારો કરાયા ક્વોરોન્ટાઇન, જાણો વિગત
અમદાવાદમાં કોરોનાનો ચેપ લોકલ ટ્રાન્સમિશનમાં ફેલાતો અટકાવવા મનપાએ પોઝિટિવ કેસના દર્દીના સંપર્કમાં જે સોસાયટી આવી હોય ત્યાં ક્લસ્ટર કોરેન્ટાઇન કરવાની કવાયત શરુ છે.
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 95 પર પહોંચી ગયો છે જેમાંથી એકલા અમદાવાદમાં જ 38 કેસ નોંધાઈ ગયા છે. અમદાવાદમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 3ના મોત થયા છે, જ્યારે 7 કેસ પોઝિટિવ આવ્યા છે.
અમદાવાદમાં કોરોનાનો ચેપ લોકલ ટ્રાન્સમિશનમાં ફેલાતો અટકાવવા મનપાએ પોઝિટિવ કેસના દર્દીના સંપર્કમાં જે સોસાયટી આવી હોય ત્યાં ક્લસ્ટર કોરેન્ટાઇન કરવાની કવાયત શરુ છે. સોસાયટીના સભ્યો બહારના નીકળે તે માટે પ્રવેશ દ્વાર ઉપર પતરા લગાવી પ્રવેશ બંધ કરાયો છે. આસ્ટોડિયા દરવાજા પાસે આવેલા અલીફ ફ્લેટ્સ, ચામડીયા વાસને ક્લસ્ટર કોરેન્ટાઇન કરાયું છે.
આજે શાહપુરમાં રંગીલા પોલીસ ચોકી પાસે પણ એક સોસાયટી ને ક્લસ્ટર કોરેન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરાઈ છે. સોસાયટીના સભ્યોને કોરેન્ટાઇન કરાયા છે.
ડોક્ટર દિવસમાં ત્રણ વાર પોઝિટિવ કેસ આવેલા દર્દીના પરિવારના સભ્યોને કોલ કરી સ્થિતિ નો તાગ મેળવે છે. સોસાયટીના કોઈપણ સભ્યને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જીવન જરૂરિયાત માટેની આવશ્યક વસ્તુઓ મનપા સોસાયટી માં પહોંચાડે છે.
બાપુનગર વિસ્તારમાં એકસાથે ત્રણ લોકોને કોરોના પોઝિટિવ આવતા AMC દ્વારા આખો વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો છે. પિતા પુત્ર અને અન્ય એક પુરુષને કોરોના પોઝિટિવ આવતા હાલમાં સારવાર હેઠળ છે તમામ દર્દીઓ. ક્લસ્ટર કોરોન્ટાઇન કર્યા બાદ સમગ્ર વિસ્તારમાં અજીબ પ્રકારનો સન્નાટો જોવા મળી રહ્યો છે. ત્રણ ઘરમાં રહેતા લોકો કોરોનામાં સપડાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion