શોધખોળ કરો
Advertisement
અમદાવાદમાં સિવિલમાં કોરોનાના કારણે કેમ મોતને ભેટે છે વધારે દર્દીઓ, સરકારે શું કર્યો ખુલાસો
કોરોના વાયરસથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના થતા મોત મુદ્દે હાઈકોર્ટમાં સરકારે જવાબ આપ્યો હતો.
અમદાવાદ: કોરોના વાયરસ સંક્રમણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે જાહેર હિતની અરજી પર આજે વીડિયો કોંફ્રેસથી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારે 110 પાનાનો રિપોર્ટ કોર્ટમાં રજુ કર્યો હતો. કોરોના વાયરસથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના થતા મોત મુદ્દે હાઈકોર્ટમાં સરકારે જવાબ આપ્યો હતો.
સરકારે કોર્ટમાં જવાબ રજૂ કરતા કહ્યું, કુલ દર્દીમાંથી 62 ટકા દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાથી સિવિલમાં અન્ય હોસ્પિટલની સરખામણીએ વધુ મોત થાય છે. આ સાથે જ સરકારે જવાબમાં કહ્યું કે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ છેલ્લા 70 દિવસથી સતત દર્દીઓની સારવાર માટે કાર્યરત છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં કોરોનાના કેસ અને મોત રાજ્યમાં સૌથી વધારે છે. ખાસ કરીને કોરોનાના કારણે સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement