શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

13 વર્ષથી જમીનના વળતરની રાહ જોઇ રહેતા ખેડૂતોના હિતમાં ગુજરાત હાઇકોર્ટનો નિર્ણય, જાણો શું કહ્યું?

જમીનના વળતરની રાહ જોઇ રહેલા ખેડૂતોના હિતમાં ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો

જમીનના વળતરની રાહ જોઇ રહેલા ખેડૂતોના હિતમાં ગુજરાત હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો. મળતી જાણકારી અનુસાર,  ગુજરાતના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં નર્મદા કેનાલ બનાવવા માટે આસપાસના ગામડાઓના સંખ્યાબંધ ખેડૂતો-ગ્રામજનોની જમીન વર્ષ 2011માં સંપાદન કરવા કબ્જો લઈ લીધાના 13-13 વર્ષ વિતી ગયા છતાં સેંકડો લોકોને આજ સુધી અંતિમ એવોર્ડ(વળતર) ચૂકવાયું નથી. જેને લઇ ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યકત કરી સરકારનો ખુલાસો માંગ્યો હતો.

હાઈકોર્ટના આકરા વલણને પગલે સરકારને આ મામલે ઈન્ટર્નલ ડિપાર્ટમેન્ટલ કમિટી રચવાની ફરજ પડી હતી અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે અરજદાર ખેડૂતોના કિસ્સામાં છ મહિનામાં એવોર્ડ(વળતર)ની પ્રક્રિયા પૂર્ણ કરવા રાજય સરકારને આદેશ આપ્યો હતો. ગુજરાત હાઇકોર્ટના આ ચુકાદાને પગલે કચ્છ, બનાસકાંઠા અને પાટણના સેંકડો ખેડૂતોને વર્ષો બાદ ન્યાય મળ્યો હતો. હાઈકોર્ટે સરકારની ઈન્ટર્નલ ડિપાર્ટમેન્ટલ કમિટીને દરેક ખેડૂતોના કેસને વ્યકિગત ધોરણે ચકાસવા અને કોઈપણ પ્રકારના વિલંબ વિના તેઓની જમીન સંપાદન થયેલી હોય તો વળતરની પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો. આ માટે અરજદાર ખેડૂતોએ ત્રણ સપ્તાહમાં કમિટીના સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરવાની રહેશે.

હાઈકોર્ટે જણાવ્યું હતું કે  ખેડૂતોના વળતર અંગેના દાવા મળતાની સાથે કમિટીએ તાત્કાલિક કાર્યવાહી કરવાની રહેશે અને અરજદાર ખેડૂતોને શકય એટલી ઝડપથી મહત્તમ છ મહિનામાં વળતર ચૂકવણીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવાની રહેશે. જો કમિટી કોઈપણ કારણસર વિલંબ દાખવશે અથવા પ્રક્રિયા પૂર્ણ નહી કરે તો અરજદાર ખેડૂતો ફરીથી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રિટ અરજી દાખલ કરી શકશે.

નોંધનીય છે કે કચ્છ, બનાસકાંઠા અને જિલ્લાના સંખ્યાબંધ ગામોના ખેડૂતો તરફથી હાઈકોર્ટ સમક્ષ કરાયેલી અલગ અલગ અરજીઓમાં રજૂઆત કરી હતી કે નર્મદા કેનાલ બનાવવાના ભાગરૂપે સરકારના સત્તાવાળાઓ દ્વારા અરજદાર ગ્રામજનોની જમીન સને 2010-11માં લઈ લીધી હતી. સત્તાવાળાઓ દ્વારા એ વખતે ગ્રામજનોને એડવાન્સ વળતર ઉચ્ચક ધોરણે ચૂકવી અપાયું હતું અને અંતિમ વળતર બાદમાં આપવાની ખાતરી આપી હતી. 

જો કે, સત્તાવાળાઓએ લેન્ડ એકવીઝીશન એક-1894ની સંબંધિત જોગવાઈઓનું અનુસરણ કર્યા વિના જ જમીનનો કબ્જો લઈ લીધો હતો અને આટલા વર્ષો સુધી અરજદારને તેમની ખેતીની જમીનના હક્ક- અધિકારથી અને યોગ્ય તેમ જ પૂરતા વળતરથી વંચિત રાખ્યા હતા. અરજદાર ગ્રામજનો તરફથી અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, સરકારના સત્તાવાળાઓ દ્વારા સ્થાનિક ગ્રામજનોને અંતિમ વળતર નહીં ચૂકવાતાં અગાઉ થયેલી રિટ અરજીમાં છ મહિનામાં અસરગ્રસ્ત ગ્રામજનોને અંતિમ વળતર ચૂકવી આપવા રાજય સરકારના સત્તાવાળાઓને હુકમ કર્યો હતો. 

જો કે, હવે સરકારને સેંકડો ખેડૂતોને તેમની લીધેલી જમીન પેટે અંતિમ વળતર ચૂકવવું પડશે. હાઈકોર્ટના આ ચુકાદાને પગલે વર્ષોથી પોતાની જમીનના વળતરની રાહ જોતાં ત્રણેય જિલ્લાના સેંકડો ખેડૂતોને બહુ મોટી રાહત મળી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025 Live: IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો પંત, લખનૌએ તેને 27 કરોડમાં ખરીદ્યો
Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ
Aadhaar update guidelines: UIDAIએ બદલ્યો નિયમ, આધાર કાર્ડમાં હવે આ રીતે સુધારાશે ખોટું નામ
Embed widget