શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસ નેતાઓ પર આરોપ મૂકનારા કયા ટોચના મહિલા નેતા ભાજપમાં થયા સામેલ, શું કહી વાત
ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ તેમણે કહ્યું, ચૂંટણીમાં પક્ષ જે જવાબદારી સોંપશે તે સ્વીકારવા તૈયાર છું. ઉપરાંત ઈન્ડિયા કોલોનીમાં ભાજપની પેનલને વિજયી બનાવવાનો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો.
અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને લઈ કોંગ્રેસના નેતાઓ પર ગંભીર આક્ષેપ કરનારા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ સોનલબેન પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ વિધિવત રીતે ભાજપમાં સામેલ થયા હતા. અમદાવાદના બાપુનગરમાં યોજાયેલી કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની સભામાં સોનલબેન તેમના 100થી વધુ સમર્થકો સાથે ભાજપમાં સામેલ થયા હતા.
જે બાદ તેમણે ફરી એકવાર કૉંગ્રેસે મારી સાથે અન્યાય કર્યાનો આરોપ પણ લગાવ્યો હતા. ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ તેમણે કહ્યું, ચૂંટણીમાં પક્ષ જે જવાબદારી સોંપશે તે સ્વીકારવા તૈયાર છું. ઉપરાંત ઈન્ડિયા કોલોનીમાં ભાજપની પેનલને વિજયી બનાવવાનો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો.
કોંગ્રેસના નેતાઓ પર શું કર્યા હતા આક્ષેપ
ટિકિટ ફાળવણીથી નારાજ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ સોનલ પટેલે થોડા દિવસ પહેલા ગંભીર આક્ષેપ કર્યો હતો કે, નેતાઓના ઝભ્ભા પકડીને ફરતી સ્વરૂપવાન યુવતીઓ અને રૂપલલનાને ટિકીટો આપી દેવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે, 20 લાખમાં ટિકિટોનો સોદો કરાયો છે. અમદાવાદમાં ઇન્ડિયા કોલોનીમાં છેલ્લી ઘડીએ ટિકિટ કપાતાં ગુજરાત પ્રદેશે મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલે આકરા તેવર બતાવ્યા હતા.
સોનલ પટેલે પોતાની ટિકિટ નક્કી હોવાનો આક્ષેપ કર્યા પછી અપમાન કરીને ટિકિટ કાપી હોવાનો આક્ષેપ કરીને સવાલ કર્યો કે, મહિલાઓને ટિકિટ જ ન આપવી હોય તો પક્ષનું કામ શા માટે કરાવો છો ? તેમણે કહ્યું કે, નેતાઓની ગમતી સ્વરૂપવાન મહિલા-રૂપલલનાઓને ટિકિટો આપી દેવામાં આવી છે. ઇન્ડિયા કોલોનીમાં કોંગ્રેસે જે ઉમેદવારોની પેનલ નક્કી કરી છે તે ભાનુભાઇ કોઠિયા ભાજપના છે જ્યારે અન્ય મહિલા પસંદ થઇ છે તેમના પતિ વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલાં છે.
તેમણ કહ્યું કે, દર ચૂંટણીમાં ટિકિટો વહેંચાતી નથી પણ વેચાય છે. સોનલ પટેલે આક્ષેપ કર્યો કે,ધારાસભ્ય શૈલેષ પરમાર અને ધારાસભ્ય હિમતસિંહ પટેલ કોંગ્રેસની બાપની પેઢી સમજી બેઠા છે. શું આ બે નેતાઓનું જ ચાલે છે ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
બિઝનેસ
Advertisement