Ahmadabad News: લવ જેહાદ વિરુદ્ધના બેનર હટાવાતા વિરોધ, VHP અને પોલીસ આમને-સામને
Ahmadabad News: રામનવમીના દિવસે જ અમદાવાદના બાપુનગરમાં બબાલની ઘટના બની છે. અહીં લવજેહાદની વિરૂદ્ધ લગાવેલા પોસ્ટરને હટાવાતા વીએચપી અને પોલીસ આમને સામને આવી ગઇ હતી.

અમદાવાદના બાપુનગરમાં જ્યારે વીએચપી દ્વારા લગાવવામાં આવેલા લવ જેહાદ વિરૂદ્ધના સ્લોગનના પોસ્ટર પોલીસે હટાવ્યાં તો વીએચપીના કાર્યકરો વિફર્યાં હતા અને પોસ્ટર હટાવવાનો વિરોધ કર્યો હતો. આ સમયે પોલીસ અને વીએચપી આમને સામને આવી ગઇ હતી,. રામ નવમીનું આજે પર્વ હોવાથી કોઇ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને અને કોમી વૈમનસ્ય ન ફેલાય માટે પોલીસ કામ કરી રહી છે. ઉલ્લેખનિય છે કે, રામનવમીના અવસરે રામની શોભાયાત્રા નીકળી રહી છે આ અવસરે વીએચપીએ લવ જેહાદ વિરુદ્ધના સ્લોગન વાળા બેનર લગાવ્યા હતા જેને અમદાવાદ પોલીસે હટાવ્યાં છે. જેને લઇને વીએચપીના લોકો રોષે ભરાયા હતા. ઘટનાને લઇને નિકોલમાં શુકન ચાર રસ્તા પાસે VHPના કાર્યકરો બેઠા ધરણાં પર બેસી ગયા હતા અને કાર્યકરોએ પોલીસ વિરુદ્ધ નારેબાજી કરી હતી.
ઉલ્લેખનિય છે કે, અમદાવાદમાં રામનવમીની યાત્રાને લઈને પોલીસ એલર્ટ મોડ પર છે. આજે રામનવમીની શોભાયાત્રા દરિયાપુર, શાહપુર સહિતના વિસ્તારમાંથી પસાર થશે, આ અવસરે કોઇ અપ્રિય ઘટના ન બને માટે ચુસ્ત પીલસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. આ માટે 15 એસઆરપી કંપની એલર્ટમોડ પર તે ઉપરાંત વધારાની એક કંપની માંગવામાં આવી છે. શોભાયાત્રાની અત્યાર સુધી ૨૪ જેટલી અરજી આવી છે. અમુક અરજીઓ સ્થાનિક પોલીસ મથકમાં આવી હોય છે અને અમુક અરજીઓ પેન્ડિંગ છે. શોભાયાત્રા દરમ્યાન ડ્રોન અને વીડિયોગ્રાફી થી નજર રાખશે. જેસીપી કક્ષાના અધિકારીઓ પણ શોભાયાત્રા દરમિયાન હાજર રહેશે.
રામ નવમીના અવસરે આજે દેશભરના રામ મંદિરમાં વિશેષ પૂજા અર્ચન અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે કોઇ તોફાન ન થાય માટે દેશભરમાં સંવેદનશીલ વિસ્તારમાં ખાસ કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શ્ચિમ બંગાળ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોની પોલીસ રામ નવમીના અવસર પર નીકળનારા શોભાયાત્રાઓ અને રેલીઓને લઈને સતર્ક છે. પશ્ચિમ બંગાળમાં, રામ નવમીની પૂર્વસંધ્યાએ એટલે કે શનિવાર (5 એપ્રિલ, 2025), પોલીસે સમગ્ર રાજ્યમાં સુરક્ષા કડક બનાવી છે. પશ્ચિમ બંગાળમાં રામનવમી પર રવિવારે સવારથી મોટી સંખ્યામાં ધાર્મિક શોભાયાત્રાઓ કાઢવામાં આવે તેવી શક્યતા છે. જેને લઇને ડ્રોન સીસીટીવીથી બાજ નજર રાખવાની વ્યવસ્થા કરાઇ તે તેમજ સઘન પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે.

