કોરોનાનાં નિયંત્રણોની ઐસીતૈસી કરીને ભાજપના નેતા-કાર્યકરોએ ‘હમ સબ કિ પરવા કરેં ક્યું' પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો
સોશિયલ મીડિયામાં અમદાવાદના ભાજપના કાર્યકરો પ્રશિક્ષણ વર્ગમાં ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા હોય એવા વીડિયો વાયરલ થયો છે.
અમદાવાદઃ સોશિયલ મીડિયામાં અમદાવાદના ભાજપના કાર્યકરો પ્રશિક્ષણ વર્ગમાં ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા હોય એવા વીડિયો વાયરલ થયો છે. ભાજપનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 14નો પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો પણ કોરોનાની ગાઈડલાઈન આવતાં આ પ્રશિક્ષણ વર્ગ બંધ રખાયો હતો.ભાજપ હાઈકમાન્ડ તરફથી પ્રશિક્ષણ વર્ગ બંધ કરવાના આદેશ આવતાં જ્યાં પ્રશિક્ષણ વર્ગ રખાયો હતો તે હોલમાં જ ભાજપના નેતા ફિલ્મી ગીતો પર જોરદાર ડાન્સ કરીને ગીત પર ઝૂમ્યા હતા.
ભાજપના નેતાઓ અને કાર્યકરો ‘હમ સબ કિ પરવા કરેં ક્યું ’ સહિતનાં ફિલ્મી ગીતો પર ડાન્સ કરીને મજા કરતા વીડિયોમાં જોઈ શકાય છે. ફિલ્મી ગીતો પર કોરોનાની ગાઈડ લાઈનની પરવા કર્યા વગર ભાજપના કાર્યકરો નાચ્યા એ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભાજપના કાર્યકરોના વર્તનની ટીકા થઈ રહી છે.દરિયાપુર વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા શાહિબાગ વિસ્તારના પ્રશિક્ષણના કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો મન મૂકીનેનાચ્યા હતા. ભાજપ મહામંત્રી કૌશીક જૈન પણ ડાન્સ કરવામાં જોડાયા હતા. આ ઉપરાંત દરિયાપુર વોર્ડ પ્રમુખ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાના કાઉન્સિલરો પણ ગીતના તાલે ઝુમ્યા હતા.
અમદાવાદમાં યોજાયેલા સંત સંમેલનના કારણે ઘણા નેતા સંક્રમિત થયા એ બાદ પ્રશિક્ષણ વર્ગ મોકુફના આદેશ બાદ નેતા નાચ્યા હતા. સોસ્યયલ મિડિયામાં આ વિડિયો વાઈરલ થયો છે. વીડિયો ગઈ કાલે દરિયાપુર વિધાનસભાના પ્રશિક્ષણ વર્ગનુ આયોજન કરાયું તેનો છે.ગુજરાતમાં એક જાન્યુઆરીથી કોરોના સંક્રમણ ઝડપી ગતિએ વધી રહ્યું છે તેના કારણે સામાન્ય લોકો માટે આકરાં નિયંત્રણો લાગુ કરાયાં છે ત્યારે સત્તાધારી ભાજપના નેતા પોતાને માટે કોઈ નિયમો ના હોય એ રીતે વર્તી રહ્યા હોવાનો લોકોનો મત છે. રાજ્યમાં છેલ્લા 7 દિવસના આંકડા 18 હજારને પાર થઈ ગયો છે. ગુજરાતમાં બીજી વેવમાં લહેર માત્ર 10 દિવસમાં જ કોરોનાના દૈનિક 5 હજાર કેસ નોંધાઈ રહ્યા છે.
Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર
GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એ કેવડિયાનું નામ બદલીને શું કરાયું ? જાણો મહત્વના સમાચાર