શોધખોળ કરો

UP Politics: સપા અને કોંગ્રેસના ગઠબંધનની જાહેરાત, યુપીમાં સાથે મળીને લડશે ચૂંટણી, જાણો ડિટેઇલ

યુપીમાં સપા અને કોંગ્રેસ વચ્ચે બેઠકો અંગેની સમજૂતી બાદ બંને પક્ષોના નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ગઠબંધનની જાહેરાત કરી અને મીડિયાને સંબોધન કર્યું.

UP Politics:યુપીમાં લોકસભા ચૂંટણી માટે સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ 17 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે બાકીની 63 બેઠકો પર  ચૂંટણી લડશે

લખનૌમાં આયોજિત સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના યુપી પ્રભારી અવિનાશ પાંડેએ કહ્યું કે, આપણે સાથે મળીને લોકશાહી બચાવવાની લડાઈ લડીશું. કોંગ્રેસ સમગ્ર દેશને જોડવાનો સતત પ્રયાસ કરી રહી છે. આ અવસરે તેમણે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનો ખાસ ઉલ્લેખ કર્યો અને કહ્યું ,કે અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ કે તેમના પ્રયાસોને કારણે જ આ ગઠબંધન સાકાર થયું છે.

આ અવસરે સપાના નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે, અમે ભારતને બચાવવા અને ભાજપને હટાવવા માટે સાથે આવ્યા છીએ. આજે ખેડૂતો ચિંતિત છે. સૈનિકો ચિંતિત છે. લોકશાહી ખતરામાં છે. આવી સ્થિતિમાં ભાજપને હટાવવાના સંકલ્પ સાથે અમે ભેગા થયા છીએ. તેમણે કહ્યું કે, ભારત ગઠબંધન ભાજપને સત્તા પરથી દૂર કરવામાં સક્ષમ છે. ભાજપે આપેલા વાયદાઓથી બિલકુલ વિપરીત વર્તન કર્યું છે. અમને વિશ્વાસ છે કે આ ગઠબંધન દેશમાં પ્રવર્તી રહેલા અન્યાયને દૂર કરવામાં સફળ રહેશે.

સંયુક્ત પત્રકાર પરિષદમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાય, કોંગ્રેસના યુપી પ્રભારી અવિનાશ પાંડે, સપાના રાષ્ટ્રીય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરી અને સપાના પ્રદેશ અધ્યક્ષ નરેશ ઉત્તમ પટેલ હાજર હતા.

ઉલ્લેખનિ છે કે,લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનની જાહેરાત થોડા જ કલાકોમાં થવા જઈ રહી છે. દરમિયાન, સમાચાર સામે આવ્યા છે કે કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ બુધવારે (21 ફેબ્રુઆરી) એસપી અધ્યક્ષ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સાથે ફોન પર વાત કરી હતી.

અખિલેશ યાદવ સાથેની વાતચીતમાં પ્રિયંકા ગાંધીએ મુરાદાબાદ સીટ પર પોતાની જીદ છોડી દીધી છે. મળતી માહિતી મુજબ બુધવારે સવારે લગભગ 10 વાગ્યે અખિલેશ યાદવ સાથે ફોન પર વાત થઈ હતી. આ દરમિયાન પ્રિયંકાએ અખિલેશને કહ્યું કે તમે પશ્ચિમ યુપીમાં આપેલી બુલંદશહેર અને હાથરસની સીટોને બદલે અમને બે સારી સીટો આપો.આ વાતચીત દરમિયાન પ્રિયંકા ગાંધીએ અવધમાં શ્રાવસ્તી લોકસભા સીટની પણ માંગ કરી હતી. તેમણે કહ્યું કે, શ્રાવસ્તી સીટ આપવામાં આવે તો સારું રહેશે. તેમણે એમ પણ કહ્યું કે તમે આ બાબતો પર વિચાર કરશો, પરંતુ ગઠબંધનની જાહેરાત આજે જ કરી દેવી જોઈએ.

સપા પ્રમુખ અખિલેશ યાદવે આ વિનંતીને સ્વીકારી લીધી છે. તેમણે કહ્યું કે તમારા પ્રસ્તાવ પર ચોક્કસપણે વિચાર કરવામાં આવશે. કોઈ મધ્યમ માર્ગ મળી જશે અને આખરે બને પાર્ટીએ યુપીમાં સંયુક્ત રીતે ચંટણી લડવાનો  નિર્ણય લીધો છે 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયુંGujarat Rain Data | છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં ખાબક્યો વરસાદ , જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ?Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં સાંબેલાધાર વરસાદ પડશે, હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કર્યું
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
ભારે વરસાદને પગલે રાજ્યના 116 રસ્તા બંધ, 88 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: આગામી 3 કલાકમાં ગુજરાતમાં થશે જળબંબાકાર, આ 20થી વધુ જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Valsad Rain: ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, તાલુકાની તમામ શાળા-કૉલેજોમાં રજા જાહેર
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Junagadh Rain: જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓ બેટમાં ફેરવાયા
Embed widget