શોધખોળ કરો

ભાવનગર : સર ટી સિવિલ હોસ્પિટલનું સાત માળનું બિલ્ડીંગ અત્યંત જર્જરિત, દર્દીઓ ભગવાન ભરોસે

Bhavnagar News : સર ટી સિવિલ હોસ્પિટલના સાત માળના બિલ્ડીંગમાં પાંચમાં માળને ભયજનક ઘોષિત કરી, ખાલી કરાવી દર્દીઓને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

Bhavnagar : ભાવનગરની  સર ટી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ભગવાન ભરોસે સારવાર લઇ રહ્યા છે, મેડિકલ એજ્યુકેશનની ગ્રાન્ટમાંથી 18 વર્ષ પહેલા બનેલ સાત માળનું બિલ્ડીંગ અત્યંત જર્જરિત બની ગયું છે.  સર ટી સિવિલ  હોસ્પિટલમાં હજારો દર્દીઓ દરરોજ સારવાર લેવા માટે આવતા હોય છે. સાત માળના  બિલ્ડીંગના પાંચમાં માળને ભયજનક ઘોષિત કરી, ખાલી કરાવી દર્દીઓને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.  રીપેરીંગના પણ નામે ચાર વર્ષ વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો છે

18 વર્ષ પહેલા બન્યું હતું બિલ્ડીંગ 
ભાવનગર સર.ટી હોસ્પિટલના પરિસરમાં 18 વર્ષ પૂર્વે બનેલ નવા  બિલ્ડીંગમાં ઓ.પી.ડી સહિત અનેક વિભાગો આવેલા છે. જેમાં દરરોજ દર્દીઓ અને તેના સગા સંબંઘી સહિત હજારો લોકોની આવન જાવન થાય છે.

બિલ્ડીંગ ભયજનક સ્થિતિમાં હોવાનો રિપોર્ટ બે વર્ષ પહેલાં આવ્યો હતો હોસ્પિટલનું બિલ્ડીંગ ઉતારી લેવા માટે સુચન કરેલ પરંતુ આજદિન સુધી હોસ્પિટલ જર્જરિત હાલતમાં ધમધમી રહી છે, હોસ્પિટલના પરિસરમાં અનેક વખત ગાબડા પડી ગયા હોવાનો બનાવ બની ચૂક્યા છે. ભૂતકાળમાં ખુદ જર્જરિત હોસ્પિટલ બાબતે ડેપ્યુટી સી.એમ પણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. 

 દર્દીઓ જીવના જોખમે સારવાર માટે મજબૂર
2004માં આર.એન.બી વિભાગ દ્વારા હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું, ભાવનગર જિલ્લાના દર્દીઓને સુવિધાયુક્ત સારી સારવાર મળી રહે તે પ્રકારે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ દુઃખની વાત એ છે કે માત્ર થોડા જ વર્ષોમાં હોસ્પિટલની તમામ કોલમો તેમજ હોસ્પિટલ પૂરી રીતે ડૅમેજ થઈને તિરાડો પડી ગઇ છે.  બોટાદ, અમરેલી, ઉના સહિતના જિલ્લાઓમાં થી ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે, જોકે હાલ નવી બિલ્ડીંગના પાંચમાં માળને ભય જનક ઘોષિત કરીને સૂચના લગાવી દેવામાં આવી છે તેમ છતાં પણ દર્દીઓ જીવના જોખમે આંખની સારવાર કરાવવા માટે મજબૂર બન્યા છે.  

સર્વેના ત્રણ વર્ષ બાદ પણ સમારકામ શરૂ નથી થયું 
હોસ્પિટલની ચર્ચિત હાલતને લઈ અગાઉ આર.એન.બી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં હોસ્પિટલનાં કોલમ તેમજ છત પરની સ્ટક્ચરની હાલત ખરાબ હોવાની પણ વાત સામે આવી હતું આજે એ વાતને ત્રણ વર્ષના વાણા વિતી ગયા છતાં પણ કોઇ નક્કર કાર્યવાહી કે રીપેરીંગ હાથ ધરવામાં આવ્યું નથી.  સૌથી મોટો સવાલ એ થાય છે કે શું કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારબાદ સરકાર એક્શનમાં આવી કાર્યવાહી હાથ ધરશે કે સમયસૂચકતા દાખવી રીપેરીંગનું કામ જલ્દીથી હાથ ધરાશે?  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Rajkot fire tragedy | અગ્નિકાંડના સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યાAhmedabad Rains | વેજલપુર વિસ્તારમાં  રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારોCongress:  રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget