શોધખોળ કરો

UIDAI: સરકારે લોકોને આપી રાહત, હવે આ તારીખ સુધી મફતમાં આધાર કાર્ડ અપડેટ કરી શકાશે

દેશમાં સરકારી યોજનાઓના લાભો મેળવવા માટે અને તમારા ઓળખ કાર્ડ તરીકે આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે.

Aadhaar Free Update: દેશમાં સરકારી યોજનાઓના લાભો મેળવવા માટે અને તમારા ઓળખ કાર્ડ તરીકે આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. આધાર કાર્ડમાં તમારી વ્યક્તિગત અને બાયોમેટ્રિક વિગતો હોય છે. દર 10 વર્ષે તેમને અપડેટ કરવું ફરજિયાત છે. જો તમે છેલ્લા ઘણા વર્ષોથી તમારું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી, તો હવે તમે તેને મફતમાં અપડેટ કરી શકો છો.

જો કે, આધાર કાર્ડમાં કોઈપણ ફેરફાર કરવા માટે ફી ચૂકવવી પડશે. જેમાં કોઈનું સરનામું અને મોબાઈલ નંબર બદલવા માટે 50 રૂપિયા ફી ચૂકવવી પડે છે. તેવી જ રીતે અન્ય ફેરફારો કરવા માટે પણ તમારે ફી ચૂકવવી પડશે.

UIDAIએ મફતમાં આધાર અપડેટ કરવાની તારીખ લંબાવાઈ

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આધાર કાર્ડને ફ્રી અપડેટ કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. હવે આધાર કાર્ડ ધારકો 14મી જૂન સુધી કોઈપણ ફી ચૂકવ્યા વિના તેમના આધાર કાર્ડને અપડેટ કરી શકશે. આ પછી તમારે અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે. કોઈપણ પ્રકારની ડુપ્લિકેશન અને ફ્રોડ ગતિવિધિઓથી બચવા માટે યુઝર્સે સમય સમય પર આધાર કાર્ડને અપડેટ કરતા રહેવું જોઈએ. કારણ કે ભારતમાં ઓળખ માટે અને સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે આધાર કાર્ડ લગભગ ફરજિયાત છે.

કોણે આધાર અપડેટ કરવું જોઈએ?

આધાર અપડેટ એન્ડ ઇનરોલ રેગ્યુલેશન 2016 મુજબ, ઓળખનો પુરાવો અને સરનામું દર 10 વર્ષે અપડેટ થવું જોઈએ. આ જ નિયમ બ્લુ આધાર કાર્ડ પર પણ લાગુ પડે છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બ્લૂ આધાર કાર્ડ બને છે.  આધાર ધારકો તેમનું નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ, ફોન નંબર, ઈમેલ એડ્રેસ અને રિલેશનશીપ સ્ટેટ્સ અપડેટ કરી શકે છે.

આ રીતે આધારનો ઉપયોગ ક્યાં થઈ રહ્યો છે તે તપાસો

સૌ પ્રથમ https:// •uidai.gov.in/ પર જાવ અને My Aadhaar ડ્રોપ ડાઉન હેઠળ દેખાતી ‘Aadhaar Services’ પર ક્લિક કરો. આધાર સેવાઓમાં ઓથેન્ટિકેશન હિસ્ટ્રી પર જાવ. અહીં આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો. તમારા નંબર પર OTP આવશે. આ દાખલ કર્યા પછી આગામી પેજ પર ઓથેન્ટિકેશન ટાઇપ જોવા મળશે. આમાં ઓલ પસંદ કરો. જેનાથી ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની હિસ્ટ્રી જોવા મળશે.  અહીં તમે ડેટ રેન્જ પસંદ કરી શકો છો અને છેલ્લા 6 મહિનાની આધાર હિસ્ટ્રી જોઈ શકો છો. તમે અહીં 50 આધાર ઓથેન્ટિકેશન જોઈ શકો છો. તમે તેને PDF માં પણ ડાઉનલોડ કરી શકો છો. આ માટે નામના પહેલા ચાર અક્ષર કેપિટલમાં લખો અને બાદમાં જન્મ વર્ષ લખો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યોGir Somnath VIDEO: ઉનામાં 3 સિંહ સામે ભારે પડ્યો શ્વાન, વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલSurat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Women's T20WC 2024 Warm-Up: મહિલા ટી-20 વર્લ્ડકપ 2024ની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?
Women's T20WC 2024 Warm-Up: મહિલા ટી-20 વર્લ્ડકપ 2024ની તમામ તૈયારીઓ પૂર્ણ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Sabarkantha Rain: હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં મેઘરાજા મન મૂકી વરસ્યા 
Dwarka: દ્વારકાના બરડીયા નજીક બે કાર અને બસ વચ્ચે અકસ્માત, સાતનાં મોતની આશંકા
Dwarka: દ્વારકાના બરડીયા નજીક બે કાર અને બસ વચ્ચે અકસ્માત, સાતનાં મોતની આશંકા
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Rajkot Rain: રાજકોટ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ 
Embed widget