Indigo : ધૂમાડો જોયા બાદ પાયલટે અમદાવાદથી લખનઉ જતી ઈન્ડિગો એરલાઈન્સનું નાગપુરમાં કરાવ્યું ઈમરજન્સી લેન્ડિંગ, 54 લોકો હતા સવાર
મુસાફરોને સુરક્ષિત ટર્મિનલ પર ખસેડવામાં આવ્યા છે. તપાસ માટે વિમાનમાં એન્જિનિયરની ટીમ હાજર છે. મુસાફરોને તેમની સુવિધા અનુસાર નાગપુર, દિલ્હી અથવા લખનઉ લઈ જવામાં આવી રહ્યા છે.
(મૃત્યુંજય સિંહ, એબીપી ન્યૂઝ)
Indigo Airlines: ઈન્ડિગો એરલાઈન્સના વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 6E 7074 અમદાવાદથી નાગપુર થઈને લખનઉ જઈ રહી હતી. આ વિમાને અમદાવાદથી સવારે 7.15 કલાકે ઉડાન ભરી હતી. આ પ્લેનમાં 50 મુસાફરો અને 4 સ્ટાફ મેમ્બર હતા. પાયલોટે વિમાનમાં ધુમાડો જોયો, ત્યારબાદ સવારે 8.33 વાગ્યે નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.
જો કે હાલ કોઈ મુસાફરને ઈજા થઈ હોવાના સમાચાર નથી. મુસાફરોને સુરક્ષિત ટર્મિનલ પર ખસેડવામાં આવ્યા છે. તપાસ માટે વિમાનમાં એન્જિનિયરની ટીમ હાજર છે. મુસાફરોને તેમની સુવિધા અનુસાર નાગપુર, દિલ્હી અથવા લખનઉ લઈ જવામાં આવી રહ્યા છે. કેટલાક મુસાફરોએ તેમની આગળની મુસાફરી પણ સ્થગિત કરી દીધી છે.
અગાઉ, ઝારખંડના રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર શનિવારે (2 એપ્રિલ) ઈન્ડિગોની કોલકાતા જતી ફ્લાઈટને ટેકઓફ કરતી વખતે ટેકનિકલ ખામીને કારણે રદ કરવી પડી હતી. રાંચી એરપોર્ટના ડાયરેક્ટર વિનોદ શર્માએ જણાવ્યું હતું કે, ઈન્ડિગોની ફ્લાઈટ કોલકાતા માટે સવારે 9:05 વાગે રવાના થઈ રહી હતી, જ્યારે તેનું એસી બંધ થઈ ગયું અને જોરદાર અવાજ સંભળાયો, જેના કારણે પ્લેનમાં સવાર મુસાફરો ગભરાઈ ગયા.
આ પણ વાંચોઃ
CNG Price Hike: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG પણ થયો મોંધો, જાણો એક ઝટકામાં આજે કેટલો વધ્યો ભાવ
Coronavirus Cases Today: ભારતમાં 715 દિવસ બાદ નોંધાયા આટલા ઓછા કેસ, જાણો આજનો આંકડો
Agriculture Drone: કૃષિ ડ્રોન બનશે ખેડૂતોની સમૃદ્ધિનો આધાર, જાણો શું છે ફાયદા
Electric Car: ગામડામાં રહેતા લોકોએ હાલ ઈલેક્ટ્રિક કાર ખરીદવી જોઈએ ? જાણો શું આવી શકે છે પરેશાની