AI : IMFના ગીતા ગોપીનાથે AIને લઈ આપી ગંભીર ચેતવણી
અમે ઈચ્છીએ છીએ કે સરકારો, સંસ્થાઓ અને નીતિ નિર્માતાઓ શ્રમ બજારમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી થતા વિક્ષેપથી નિપટવા માટે જલદીથી જલદી તૈયારી શરૂ કરે અને નિયમો બનાવવાનું શરૂ કરી દે.
AI Job Loss Fear: એક તરફ દેશ અને દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ જોર પકડી રહ્યો છે. કંપનીઓનું ફોકસ AI પર છે. ત્યારે બીજી બાજુ ભારતીય મૂળના જાણીતા અર્થશાસ્ત્રી અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથે AI તરફ ગંભીર ઈશારો કર્યો છે. ગીતા ગોપીનાથે આશંકા વ્યક્ત કરી છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કારણે આવનારા દિવસોમાં શ્રમ બજારમાં ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેમણે નીતિ નિર્માતાઓને આ ટેક્નોલોજીને નિયંત્રિત કરવા માટે જલદી નિયમો બનાવવાની અપીલ કરી છે.
ફાઈનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ ગીતા ગોપીનાથે કહ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે સરકારો, સંસ્થાઓ અને નીતિ નિર્માતાઓ શ્રમ બજારમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી થતા વિક્ષેપથી નિપટવા માટે જલદીથી જલદી તૈયારી શરૂ કરે અને નિયમો બનાવવાનું શરૂ કરી દે.
ગીતા ગોપીનાથે કહ્યું હતું કે, સરકારોએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી પ્રભાવિત કર્મચારીઓની સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને સામાજિક સુરક્ષા માળખાને પ્રોત્સાહન આપવું જોઈએ. આ સાથે એવી ટેક્સ પોલિસી તૈયાર કરવી જોઈએ, જેના હેઠળ એવી કંપનીઓને બિલકુલ પ્રોત્સાહિત ન કરવી જોઈએ જે કર્મચારીઓને બદલે મશીનનો ઉપયોગ કરે છે. ગીતા ગોપીનાથે નીતિ નિર્માતાઓને આ કંપનીઓથી સાવચેત રહેવા કહ્યું છે, જે નવી ટેક્નોલોજીના સંદર્ભમાં પડકાર ફેંકવી અશક્ય છે.
અગાઉ માર્ચ 2023માં ગોલ્ડમેન સૅક્સે તેના અહેવાલમાં કહ્યું હતું કે, કૃત્રિમ બુદ્ધિમત્તાને કારણે 300 મિલિયન પૂર્ણ-સમયની નોકરીઓ જોખમમાં હોઈ શકે છે. ગયા વર્ષે PWCએ તેના વાર્ષિક વૈશ્વિક વર્કફોર્સ સર્વેમાં જણાવ્યું હતું કે, એક તૃતીયાંશ લોકોને ડર છે કે, આગામી ત્રણ વર્ષમાં નવી ટેક્નોલોજી તેમની જગ્યા લઈ શકે છે.
ટેક્નોલોજી સાથે જોડાયેલી ઘણી કંપનીઓ રૂટિન નોકરીઓને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી બદલવા પર વિચાર કરી રહી છે. IBMના CEOએ તાજેતરમાં કહ્યું હતું કે, કંપની 7800 પદોની ભરતી પર રોક લગાવી શકે છે કારણ કે, તેઓને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા બદલી શકાય છે. તેમણે કહ્યું હતું કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બેંક ઓફિસ ઓપરેશન જેવા માનવ સંસાધનોને બદલી શકે છે.
Indian Economy: IMF વધારી મોદી સરકારની ચિંતા, ભારતના વિકાસદરને મારી બ્રેક
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)એ મોદી સરકારની ચિંતા વધારી છે. IMFનાણાકીય વર્ષ 2023-24 માટે ભારતના GDP અનુમાનમાં ઘટાડો કર્યો છે. IMF (ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ) એ તેના અંદાજમાં 20 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરીને જીડીપી વૃદ્ધિ દર ઘટાડીને 5.9 ટકા કર્યો છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી અનુમાન ભારતીય રિઝર્વ બેંકના 6.5 ટકાના અંદાજ કરતા ઘણો ઓછો છે. જોકે ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે, ભારતીય અર્થતંત્ર 6 ટકાના દરે વૃદ્ધિ કરશે. તેના તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં IMFએ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના આર્થિક વિકાસના અનુમાનમાં ઘટાડો કર્યો છે. IMFએ તેના આર્થિક વિકાસ દરનું અનુમાન 50 બેસિસ પોઈન્ટ્સ 6.8 ટકાથી ઘટાડીને 6.3 ટકા કર્યું છે. IMFએ 2022-23માં ભારતનો આર્થિક વિકાસ દર 6.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો, જ્યારે આંકડા મંત્રાલયનું માનવું છે કે DGP 7 ટકા હોઈ શકે છે.