શોધખોળ કરો

Arvind and Company IPO: પ્રથમ દિવસે જ રોકાણકારોને લાગી લોટરી, આ IPOએ લિસ્ટ થતા આપ્યું 80 ટકા રિટર્ન

શિપિંગ કંપનીએ 14.74 કરોડ રૂપિયાનો IPO રજૂ કર્યો હતો. આઇપીઓમાં ઓફર ફોર સેલનો હિસ્સો નહોતો.

Arvind and Company IPO:  બુધવારે શિપિંગ અને લોજિસ્ટિક્સ સેક્ટરની અરવિંદ એન્ડ કંપની શિપિંગના શેરનું શાનદાર લિસ્ટિંગ થયું હતું. IPO પછી લિસ્ટ થતાંની સાથે જ કંપનીના શેરોએ તેના રોકાણકારોને બમ્પર કમાણી કરાવી હતી. અરવિંદ એન્ડ કંપનીના શેર લગભગ 80 ટકાના પ્રીમિયમ સાથે બજારમાં લિસ્ટ થયા હતા.

અરવિંદ એન્ડ કંપનીના શેરનું લિસ્ટિંગ NSE ના SME પ્લેટફોર્મ પર કરવામાં આવ્યું હતું. કંપનીના શેર 80 રૂપિયાના ભાવે લિસ્ટ થયા હતા. આ IPOના 45 રૂપિયાની ઇશ્યૂ પ્રાઇઝ કરતાં 77.77 ટકા વધુ છે. જો આ રીતે જોવામાં આવે તો અરવિંદ એન્ડ કંપનીના IPOમાં રોકાણ કરનારા રોકાણકારોએ પહેલા દિવસે જ લગભગ 80 ટકા કમાણી કરી છે.

આટલો મોટો હતો કંપનીનો આઈપીઓ

શિપિંગ કંપનીએ 14.74 કરોડ રૂપિયાનો IPO રજૂ કર્યો હતો. કંપનીના આઈપીઓમાં 32 લાખ 76 હજાર શેરના ફ્રેશ ઈશ્યુનો સમાવેશ થાય છે. આઇપીઓમાં ઓફર ફોર સેલનો હિસ્સો નહોતો. આ IPO 12મી ઓક્ટોબરે ઓપન થયો હતો અને 16મી ઓક્ટોબર સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહ્યો હતો. IPO પછી 19 ઓક્ટોબરે શેરની ફાળવણી કરવામાં આવી હતી. આઇપીઓમાં જેમને બિડ મળી નહોતી તેઓને 20 ઓક્ટોબરે રિફંડ આપવામાં આવ્યુ હતું, જ્યારે 23 ઓક્ટોબરે સફળ બિડર્સના ડીમેટ એકાઉન્ટમાં શેર જમા કરવામાં આવ્યા હતા.

અરવિંદ એન્ડ કંપનીના IPOમાં એક લોટમાં 3000 શેર સામેલ હતા. આનો અર્થ એ છે કે રોકાણકારોએ આ IPOમાં ઓછામાં ઓછા 1 લાખ 35 હજાર રૂપિયાનું રોકાણ કરવાની જરૂર હતી.  લિસ્ટિંગ પછી એક લોટની કિંમત જોઈએ તો તે 2 લાખ 40 હજાર રૂપિયા થાય છે. આ રીતે IPO રોકાણકારોએ પ્રથમ દિવસે જ દરેક લોટ પર 1 લાખ 5 હજાર રૂપિયાની કમાણી કરી હતી.

શું છે કંપનીનો બિઝનેસ?

આ IPO પહેલા પ્રમોટર્સ અરવિંદ કાંતિલાલ શાહ, વિનીત અરવિંદ શાહ, પારુલ અરવિંદ શાહ અને ચિંતન અરવિંદ શાહ કંપનીમાં 100 ટકા હિસ્સો ધરાવતા હતા. IPO પછી પ્રમોટરોનો હિસ્સો ઘટીને 73 ટકા થઈ ગયો છે. આ કંપનીનું મુખ્ય મથક જામનગર, ગુજરાત ખાતે આવેલું છે. તાજેતરમાં શિપિંગ અને લોજિસ્ટિક્સ સિવાય કંપનીએ હોસ્પિટાલિટી બિઝનેસ પણ શરૂ કર્યો છે. કંપનીએ ગયા નાણાકીય વર્ષમાં 8.41 કરોડ રૂપિયાની આવક અને 3.47 કરોડ રૂપિયાનો નફો હાંસલ કર્યો હતો. કંપનીનો એમકેપ હાલમાં 55 કરોડ રૂપિયાની આસપાસ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget