શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બંપર ઓફરઃ Maruti Altoથી અડધી કિંમત પર કંપની વેચી રહી છે Dzire અને Wagon R, જાણો કેટલી છે કિંમત
મારુતિની સ્વિફ્ટ દેશની સૌથી લોકપ્રિય કારમાંની એક છે, તેથી જૂની હોવા છતાં તેની માંગ ઓછી થતી નથી કારણ કે તે સદાબહાર કાર છે.
નવી દિલ્હીઃ આ તહેવારની સીઝન જો તમારું બટે ટાઈટ છે અને તમે કાર લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમાર માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીની યૂઝ્ડ કારના ખરીદી વેચાણ પ્લેટફોર્મ ટ્રૂવેલ્યૂ પર ગ્રાહકોને આકર્ષિત કરતી ડીલ આપી રહી છે. અહીં કંપની Maruti Suzuki Altoથી પણ અડધી કિંમત પર Swift Dzire અને Wagon R જેવી કાર વેચી રહી છે.
મારુતિની સ્વિફ્ટ દેશની સૌથી લોકપ્રિય કારમાંની એક છે, તેથી જૂની હોવા છતાં તેની માંગ ઓછી થતી નથી કારણ કે તે સદાબહાર કાર છે. જો તમે નીચા ભાવે સેકન્ડ હેન્ડ સ્વિફ્ટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને મારુતિ સુઝુકી ટ્રુ વેલ્યૂ પર 2.50 લાખ રુપિયાથી શરૂ થશે.
અહીં કેટલીક સ્વિફ્ટ કાર માત્ર ત્રણ ચાર વર્ષ જૂની છે. તો કેટલીક 10 વર્ષ કરતાં પણ વધારે જૂની છે. અહીં 2011 મોડલની ડિઝાયર 1.7 લાખ રૂપિયામાં મળી રહી છે. આ કાર 1.65 લાખ કિમી ચાલેલ છે. Swift Dzireના સર્ટિફાીડ વર્ઝનની કિંમત 5 લાખ રૂપિયા છે.
Wagon R મારુતની સૌથી વધારે વેચાતી કાર છે. ટ્રૂવેલ્યૂ પર Wagon R LXI 85 હજાર કિમી ચાલેલ કાર 55 હજાર રૂપિયામાં મળી રહી છે. આ વર્ષ 2009નું મોડલ છે. Wagon Rની સર્ટિફાઈડ વર્ઝનની કિંમત 2.85 લાખ રૂપિયા છે. તમે જુની સેલેરિયોને 2.30 લાખની શરુઆતી કિંમતમાં ખરીદી શકો છો. જો તમારું બજેટ થોડું ઓછું હોય તો તમે માત્ર 1.50 લાખની કિંમતે અલ્ટો ખરીદી શકો છો.
મારુતિ અલ્ટોની વાત કરીએ તો 1.25 લાખ રૂપિયામાં મળી રહી છે. જોકે તેનાથી ઓછી કિંમત પર આ કાર અહીં ઉપલબ્ધ છે પરંતુ તે 10 વર્ષથી વધારે જૂની છે. 1.25 લાખ રૂપિયામાં મળનારી Alto LXI વર્ષ 2010ની છે અને તે એક લાખ પાંચ હજાર કિમી ચાલી છે. આ પ્લેટફોર્મ પર અલ્ટોની કિંમત 3.11 લાખ રૂપિયા સુધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion