શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Public Sector Bank Holidays: બેંકોમાં 5 દિવસ થશે કામકાજ, તમામ શનિવારે રજા? સરકારે સંસદમાં આપી મોટી જાણકારી

Parliament Winter Season: સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ખુદ સરકારે આ માહિતી આપી છે.

Public Sector Bank Holidays: જાહેર ક્ષેત્રની બેંકોમાં કામ કરતા કર્મચારીઓને આવનારા દિવસોમાં સારા સમાચાર મળવાના છે. કેન્દ્ર સરકાર તમામ શનિવારે બેંકોમાં રજા જાહેર કરવા અંગે નિર્ણય લઈ શકે છે. દેશની જાહેર ક્ષેત્રની બેંકોની વ્યવસ્થાપન સંસ્થા ઇન્ડિયન બેંક એસોસિએશન પહેલાથી જ સરકારને તમામ શનિવારને બેંકોમાં રજા તરીકે જાહેર કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરી ચૂકી છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ખુદ સરકારે આ માહિતી આપી છે.

5 દિવસના કામકાજના સપ્તાહ માટે પ્રસ્તાવ મળ્યો

રાજ્યસભાના સાંસદ સુમિત્રા બાલ્મીકે નાણામંત્રીને પૂછ્યું કે શું જાહેર ક્ષેત્રની બેંકોમાં પાંચ દિવસ કામ કરવાની માંગને લઈને બેંક યુનિયનો અથવા આઈબીએ દ્વારા સરકારને કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે? અને શું સરકાર તેનો અમલ કરશે? આ પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડે ગૃહમાં તેમના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, હા, ઈન્ડિયન બેંક્સ એસોસિએશને તમામ શનિવારે બેંકોમાં રજા જાહેર કરવા સરકારને પ્રસ્તાવ રજૂ કર્યો છે. નાણા રાજ્ય મંત્રીએ તેમના જવાબમાં જણાવ્યું નથી કે સરકારે આ અંગે શું નિર્ણય લીધો છે. નાણા રાજ્ય મંત્રીએ ચોક્કસપણે કહ્યું કે IBA અને બેંક યુનિયનો વચ્ચે 28 ઓગસ્ટ 2015ના રોજ થયેલા કરાર હેઠળ દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકોમાં રજા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

પગાર વધારા સાથે શનિવારે રજાની ભેટ

એવું માનવામાં આવે છે કે ડિસેમ્બર 2023ના બીજા કે ત્રીજા સપ્તાહમાં સરકાર સરકારી બેંક કર્મચારીઓના પગારમાં 15 થી 20 ટકાના વધારાની સાથે બેંકોમાં 5 દિવસ કામ કરવાના નિર્ણયને મંજૂરી આપી શકે છે. ત્યારબાદ મહિનાના તમામ શનિવારે બેંકોમાં રજા રહેશે. વેતન વધારા અંગે 12મી દ્વિપક્ષીય સમાધાન અંગે બેંક યુનિયનો અને IBA વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો તેના અંતિમ તબક્કામાં છે. પગાર વધારાની સાથે બેંકોમાં 5 દિવસ કામ કરવાની અને શનિવારે રજાની જાહેરાત એક સાથે થઈ શકે છે.

8.50 લાખ કર્મચારીઓ પગાર વધારાની રાહ જોઈ રહ્યા છે

સરકારી બેંક કર્મચારીઓનો વર્તમાન પગાર કરાર 1 નવેમ્બર, 2022 ના રોજ સમાપ્ત થઈ ગયો છે. અને તેના કારણે પગાર વધારા અંગે સર્વસંમતિ સાધવા માટે યુનિયનો અને IBA વચ્ચે વાતચીત ચાલી રહી છે. દેશમાં 8.50 લાખથી વધુ બેંક કર્મચારીઓ પગાર વધારાના સારા સમાચારની રાહ જોઈ રહ્યા છે. અને સરકાર લોકસભાની ચૂંટણી પહેલા કોઈપણ ભોગે પગાર વધારાનો નિર્ણય જોવા માંગે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 
Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 
ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો
ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News: સુરતમાં મહિલા ભાજપ નેતાની આત્મહત્યા કેસમાં તપાસનો ધમધમાટMahisagar News : ખાનપુરમાં આદિજાતિના દાખલાનો વિવાદ વકર્યો, વાલીઓએ દાખલા આપવાની માગ પર અડગAhmedabad Accident: નશામાં ધૂત કાર ડ્રાઈવરને બે લોકોને ઉડાવ્યા બાદ નથી કોઈ અફસોસHarsh Sanghavi : ગૃહરાજ્યમંત્રીની ચેતવણી, સુધર્યા નહીં તો લંગડાતા લંગડાતા નીકળશે વરઘોડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 
Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 
ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો
ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો
શું IAS અને IPS ના પગાર પર એક રૂપિયો પણ ટેક્સ નથી લાગતો? જાણો શું કહે છે નિયમ
શું IAS અને IPS ના પગાર પર એક રૂપિયો પણ ટેક્સ નથી લાગતો? જાણો શું કહે છે નિયમ
BCCI એ પાકિસ્તાનની માંગ ફગાવી દીધી, ચેમ્પિયન્સ ટ્રોફી પર ઘેરાતા સંકટના વાદળો, જાણો લેટેસ્ટ અપડેટ
BCCI એ પાકિસ્તાનની માંગ ફગાવી દીધી, ચેમ્પિયન્સ ટ્રોફી પર ઘેરાતા સંકટના વાદળો, જાણો લેટેસ્ટ અપડેટ
૧૨૦ કરોડ મોબાઈલ યુઝર્સ માટે સરકારની ચેતવણી, આ નંબરોથી આવતા કોલ્સ ઉપાડ્યા તો થશે ભારે નુકસાન
૧૨૦ કરોડ મોબાઈલ યુઝર્સ માટે સરકારની ચેતવણી, આ નંબરોથી આવતા કોલ્સ ઉપાડ્યા તો થશે ભારે નુકસાન
Farmer Protest : ખેડૂતો નોઈડા પોલીસની બેરિકેડ તોડીને દિલ્હી તરફ આગળ વધ્યા
Farmer Protest : ખેડૂતો નોઈડા પોલીસની બેરિકેડ તોડીને દિલ્હી તરફ આગળ વધ્યા
Embed widget