શોધખોળ કરો

ગ્રાહકોને પરેશાન કરતા બિઝનેસ કોલ અને SMSથી હવે મળશે છૂટકારો, જાણો DoTએ કેટલા દંડની જોગવાઈ કરી

પ્રથમ વખત ઉલ્લંઘનના કેસમાં તમામ નંબર ડિસ્કનેક્ટ કરી દેવામાં આવશે તેની સાથે જોડાયેલ તમામ આઈએમઈઆઈ નંબર શંકાસ્પદ યાદીમાં મુકવામાં આવશે.

નવી દિલ્હી : બોગસ અને છેતરપીંડીની ભાવનાથી મોકલવામાં આવતા કથિત કોમર્શિયલ મોબાઇલ એસએમએસ વિરૂદ્ધ ટેલિકોમ વિભાગે કડક લેવાની તૈયારી કરી દીધી છે. ટેલિકોમ વિભાગ હવે નકલી હેડિંગ સાથે બોગસ એસએમએસ મોકલીને ગ્રાહકોને છેતરતા કોમર્શિયલ એસએમએસ મોકલનાર તમામ ટેલિકોમ રિસોર્સ કાયમી ડિશકનેક્ટ એટલે ટેલિકોમ નંબરને હંમેશા માટે બંધ કરશે અને નિયમ ભંગ બદલ 10,000 રૂપિયા સુધીનો દંડ ફટકારશે.

પ્રસ્તાવની અંતર્ગત શૂન્યથી 10 ઉલ્લંઘનો માટે પ્રતિ ઉલ્લંઘન 1000 રૂપિયા, 10 થી 50 ઉલ્લંઘનો માટે પ્રતિ ઉલ્લંઘન 5000 અને 50થી વધુ વખત ઉલ્લંઘન કરવા પર દરેક ઉલ્લંઘન પર રૂ.10,000 આપવાની જોગવાઇ છે. ફોન પર TCCCPR 2018ની અંતર્ગત દંડનો સ્લેબ શૂન્યથી રૂ.100, રૂ.100 થી 1000 અને રૂ.1000 રખાયો છે. આ સિવાય DOTનું ડિજિટલ ગુપ્તચર એકમ સાધનના સ્તર પર પણ ઉલ્લંઘનની તપાસ કરશે. ડીઆઇયુની ખરાઇ માટે શંકાસ્પદ ફોન નંબરો પર સિસ્ટમ જનરેટેડ મેસેજ મોકલશે.

ટેલિકોમ વિભાગ દ્વારા સોમવારે જારી કરાયેલી નોટિસમાં જણાવ્યા મુજબ, કોઇ પણ સેન્ડર (એસએમએસ મોકલનાર) અમાન્ય હેડરનો ઉપયોગ કરીને એસએમએસ મોકલતા પકડાશે તો તેને પ્રત્યેક નિયમ ભંગ બદલ 1000થી 10,000 રૂપિયા સુધીનો દંડ કરાશે.

ટેલિકોમ વિભાગે જણાવ્યુ કે, કેન્દ્રીય સ્તરે એક ડેટા ઇન્ટેલિજન્સ યુનિટ (ડીઆઇયુ) અને વિભાગના સર્વિસ એરિયા ફિલ્ડ યુનિટ ખાતે ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝયુમર પ્રોટેક્શન (ટીએએફસીઓપી) માટે ટેલિકોમ એનાલિટિક્સ બનાવશે.

બંને એકમો ટેલિકોમ સેવાનો ઉપયોગ કરીને છેતરપીંડીની જાણકારી મેળવવા, યુઝર્સની ફરિયાદનું મોનેટરિંગ કરવુ, નકલી આઇડી પ્રૂફથી મેળવેલ નકલી સિમકાર્ડને ઓળખી કાઢવા અને મોબાઇલ નંબર પોર્ટેબિલિટી ફ્રોર્ડ વગેરેને ઓળખી કાઢવા અને તમામ ગ્રાહકોની ફરિયાદોનો સમયસર ઉકેલ લાવવાની ખાતરી કરવા માટે વિવિધ સરકારી વિભાગો સાથે સમન્વય કરશે.

પ્રથમ વખત ઉલ્લંઘનના કેસમાં તમામ નંબર ડિસ્કનેક્ટ કરી દેવામાં આવશે તેની સાથે જોડાયેલ તમામ આઈએમઈઆઈ નંબર શંકાસ્પદ યાદીમાં મુકવામાં આવશે. આ નંબર પરથી 30 દિવસ સુધી કોઈપણ કોલ કે એસએમએસ કરી શકાશે નહીં. આવા IMEI નંબરને ફરીથી વેરિફિકેશન માટે કહેવામાં આવશે.

આ બાદ જો ફરીથી અલગ IMEI નંબરથી કોલ કે એસએમેસ કરે તો તેને ફરીથી શંકાસ્પદ યાદીમાં મૂકીને તેનું ફરીથી વેરિફિકેશન કરવામાં આવશે. વેરિફિકેશન બાદ નંબર એક્ટવિ થયા બાદ જો ફરીથી નિયમોનું ઉલ્લંઘન કરશે તો છ મહિના માટે દરરોજ 20 કોલ અને 20 એસેએમએસ સુધી મર્યાદિત કરી દેવામાં આવશે. અને બાદમાં પણ જો ઉલ્લંઘન થશે તો ઓળખના પુરાવા માટે આપેલ ડોક્યમેન્ટને બે વર્ષ સુધી રોકી દેવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Anil Deshmukh : મહારાષ્ટ્રમાં NCP જૂથના નેતા અનિલ દેશમુખ પર હુમલોBhavnagar News | ભાવનગરમાં સાવકી માતાનો 9 વર્ષીય બાળકી પર અત્યાચાર, જુઓ કેવું કર્યું કૃત્ય?TMKOC News : તારક મહેતાના અસિત મોદી સાથે બોલાચાલી મુદ્દે 'જેઠાલાલે' શું કર્યો મોટો ખુલાસો?Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Champions Trophy 2025: હાઇબ્રિડ મૉડલથી નહી યોજાય ચેમ્પિયન્સ ટ્રોફી, PCBએ કરી દીધું સ્પષ્ટ
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
Instagram down: ઇન્સ્ટાગ્રામ ફરી થયું ડાઉન, લોગિન કરવામાં યુઝર્સને પડી રહી છે મુશ્કેલી
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Gmail: સ્ટોરેજ ફૂલ થઇ જાય તો કેવી રીતે મિનિટમાં ખાલી કરશો Gmail, આ છે ખૂબ સરળ ટ્રિક
Embed widget