શોધખોળ કરો
Advertisement
આ બિઝનેસમેન ટોચની કઈ કંપનીમાંથી એક્ઝિક્યુટીવ ચેરમેન પદ છોડી દેશે? નામ જાણીને ચોંકી જશો
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એક એપ્રિલ 2020થી મેનેજિંગ ડાયરેક્ટર પવનકુમાર ગોયેન્કાને ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર(સીઇઓ)ની વધારાની જવાબદારી સોંપાશે
મુંબઈ: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(એમ એન્ડ એમ)એ કરેલી જાહેરાત મુજબ એક એપ્રિલ, 2020થી 64 વર્ષીય આનંદ મહિન્દ્રા એક્ઝિક્યુટીવ ચેરમેનમાંથી નોન એક્ઝિક્યટીવ ચેરમેન બની જશે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એક એપ્રિલ 2020થી મેનેજિંગ ડાયરેક્ટર પવનકુમાર ગોયેન્કાને ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર(સીઇઓ)ની વધારાની જવાબદારી સોંપાશે. કંપનીએ આપેલી માહિતી મુજબ, બે એપ્રિલ 2021થી અનિશ શાહને મેનેજિંગ ડાયરેક્ટર બનાવાશે. તેઓ ગોયન્કાનું સૃથાન લેશે.
શાહ ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર તરીકે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના બોર્ડમાં જોડાશે. તેમને ગ્રુપના સીએફઓ પણ બનાવવામાં આવશે. તે વર્તમાન સીએફઓ વી.એસ.પાર્થસારથીનું સૃથાન લેશે. પાર્થસારથી મોબિલિટી સર્વિસ સેક્ટરનું નેતૃત્વ કરશે.
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ, 2012માં આનંદ મહિન્દ્રાને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતાં. ત્યાર બાદ નવેમ્બર 2016માં તેમણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ચેરમેન બનાવાયા હતાં. તેઓ કોટક મહિન્દ્રા બેંકના પ્રમોટર પણ રહી ચૂક્યા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement