સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક અઠવાડિયામાં જ ભાવમાં થયો ધરખમ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Price 16 September 2024: સોના અને ચાંદી બંનેના ભાવમાં ગયા અઠવાડિયાથી સતત તેજી જોવા મળી રહી છે. આજે અઠવાડિયાના પ્રથમ દિવસે પણ બંનેના ભાવ ઉછળ્યા છે...
Gold Silver Price: ઘરેલુ બજારમાં બંને મુખ્ય કિંમતી ધાતુઓ સોના અને ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. બંને કિંમતી ધાતુઓના ભાવમાં તેજીનો ટ્રેન્ડ આજે સોમવારે પણ MCX પર દેખાઈ રહ્યો છે. ચાંદીના ભાવમાં તો આજે જબરદસ્ત તેજી દેખાઈ રહી છે.
MCX પર આજે સોના ચાંદીના ભાવ
MCX પર 4 ઓક્ટોબરની ડિલિવરી વાળા ગોલ્ડ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં આજે લગભગ 0.18 ટકાની તેજી જોવા મળી રહી છે. વાયદા વેપારમાં સોનું સવારે 73,645 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર કરી રહ્યું હતું. એ જ રીતે 5 ડિસેમ્બરની ડિલિવરી વાળી ચાંદીનો વાયદા સોદો પણ મજબૂતાઈ સાથે શરૂઆતના સેશનમાં 90,008 રૂપિયા પ્રતિ કિલોગ્રામ બોલાઈ રહ્યો હતો. ચાંદીના ભાવમાં MCX પર આજે 828 રૂપિયા (લગભગ 1 ટકા)ની તેજી આવી છે.
આ કારણે આજે ભાવ વધ્યા છે
ઘરેલુ બજારમાં બંને કિંમતી ધાતુઓના ભાવમાં તેજીનું મુખ્ય કારણ વિદેશી બજારમાં ભાવ મજબૂત થવાનું છે. ગયા અઠવાડિયાથી બનેલી તેજી માટે મુખ્યત્વે વિદેશી સંકેતોને જ જવાબદાર માનવામાં આવી રહ્યા છે. અમેરિકામાં સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં કાપ મૂકવાની જલ્દી શરૂઆત થવાની આશાએ સોના ચાંદીને રોકાણકારોની પ્રથમ પસંદગી બનાવી દીધા છે. આ કારણે વિદેશી બજારમાં બંને કિંમતી ધાતુઓની મજબૂત માંગ નીકળી રહી છે, જેનાથી ભાવમાં સતત તેજી આવી રહી છે.
વિદેશી બજારમાં આજે સોના ચાંદીની સ્થિતિ
કમોડિટી એક્સચેન્જ સેન્ટર એટલે કે COMEX પર ગોલ્ડ ફ્યુચર્સ (ડિસેમ્બર 2024 કોન્ટ્રાક્ટ) 0.20 ટકાનો વધારો લઈને 2,580.81 ડોલર પ્રતિ ઔંસ પર વેપાર કરી રહ્યું હતું. શુક્રવારે તો ભાવ 2,585.99 ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. એ જ રીતે ચાંદી (સિલ્વર COMEX ડિસેમ્બર 2024 કોન્ટ્રાક્ટ) 1.07 ટકાના ફાયદા સાથે 31.405 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી હતી.
એક અઠવાડિયામાં આટલો વધ્યો ભાવ
સોના અને ચાંદી બંનેના ભાવમાં ગયા અઠવાડિયાથી જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં સોનાની કિંમતોમાં 2 હજાર રૂપિયા સુધીની તેજી જોવા મળી છે, જ્યારે આ દરમિયાન ચાંદીના ભાવમાં 6,400 રૂપિયાની તેજી આવી છે.
મુખ્ય શહેરોમાં આજે સોનાના ભાવ (Gold Price Today):
બેંગલુરુ: 74,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
ચેન્નઈ: 74,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
દિલ્હી: 75,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
કોલકાતા: 74,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
મુંબઈ: 74,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
Silver Price Today:
ચેન્નઈ: 98,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
મુંબઈ: 93,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
દિલ્હી: 93,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
કોલકાતા: 93,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ