GST Collection: બજેટ અગાઉ સરકારને મળ્યા સારા સમાચાર, GST કલેક્શનમાં થયો જોરદાર વધારો
Economy Growth: ચાલુ નાણાકીય વર્ષમાં આ ત્રીજો મહિનો છે જ્યારે GST કલેક્શન 1.70 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે
Economy Growth: બજેટના એક દિવસ પહેલા જ કેન્દ્ર સરકારને મોટા સમાચાર મળ્યા હતા. જાન્યુઆરીમાં દેશમાં જીએસટી કલેક્શન 1.72 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ ત્રીજો મહિનો છે જ્યારે GST કલેક્શન 1.70 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. નાણા મંત્રાલયે બુધવારે કહ્યું કે જાન્યુઆરીમાં GST કલેક્શન વાર્ષિક ધોરણે 10.4 ટકા વધ્યું છે. આ એક મહિનામાં અત્યાર સુધીનું બીજું સૌથી મોટું કલેક્શન છે.
👉 ₹1,72,129 crore gross #GST revenue collected during January 2024; records 10.4% Year-on-Year growth
— Ministry of Finance (@FinMinIndia) January 31, 2024
👉 At ₹1,72,129 crore, #GST collections are 2nd highest ever; crosses ₹1.70 lakh crore mark for the third time in FY 2023-24
👉 With overall collection reaching ₹16.69… pic.twitter.com/dmgq8OAsQH
10 મહિનામાં 16.69 લાખ કરોડ રૂપિયાનો GST
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2024માં સરકારને 1,72,129 કરોડ રૂપિયાનું GST કલેક્શન મળ્યું છે. આ આંકડો 31 જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યા સુધીનો છે. જાન્યુઆરી 2023માં સરકારને 1,55,922 કરોડ રૂપિયાની GST આવક મળી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ 2023થી જાન્યુઆરી 2024 વચ્ચે વાર્ષિક ધોરણે કુલ GST કલેક્શનમાં 11.6 ટકાનો વધારો થયો છે. આ 10 મહિનામાં જીએસટી કલેક્શનનો આંકડો એક વર્ષ અગાઉ 14.96 લાખ કરોડ રૂપિયાથી વધીને 16.69 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. આ 12મો મહિનો છે જ્યારે GST કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે.
સૌથી વધુ GST એપ્રિલ 2023માં આવ્યું હતું
ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીનું સૌથી વધુ જીએસટી કલેક્શન એપ્રિલ 2023માં રૂ. 1.87 લાખ કરોડ હતું. જાન્યુઆરીમાં 39476 કરોડનો SGST 89989 કરોડનો IGST અને રૂ. 10701 કરોડનો સેસ વસૂલવામાં આવ્યો છે. બજેટ પહેલા આવેલા આ આંકડા સરકાર માટે સારા સમાચાર સમાન છે.
આ કારણોસર કલેક્શન વધી રહ્યું છે
સરકાર GST સિસ્ટમમાં સતત સુધારો કરી રહી છે. આ સાથે અર્થવ્યવસ્થાની મજબૂતી, તહેવારોની સીઝનમાં વધુ ખર્ચ અને GSTમાં સરકાર દ્વારા કરાયેલા સુધારા મુખ્યત્વે કલેક્શનમાં વધારા માટે જવાબદાર છે.
GST કલેક્શન ખૂબ જ મહત્વપૂર્ણ છે
GST કલેક્શન સરકાર માટે આવકનો મુખ્ય સ્ત્રોત છે. જીએસટીમાંથી મળેલા નાણાંનો ઉપયોગ સરકારી કાર્યક્રમો અને યોજનાઓમાં થાય છે. આ અર્થતંત્રની મજબૂતાઈની નિશાની છે. GST કલેક્શનમાં વધારો દર્શાવે છે કે લોકો વધુ ખર્ચ કરી રહ્યા છે. આ અર્થતંત્રને વેગ આપે છે.