શોધખોળ કરો

Health Insurance: સરોગેસીનો પણ ખર્ચ ઉઠાવશે વીમા કંપનીઓ, જાણો IRDAI એ શું આપ્યા નિર્દેશ?

IRDA એ સ્પષ્ટપણે વીમા કંપનીઓને કહ્યું છે કે તેઓ તાત્કાલિક અસરથી આ બે કાયદાઓનું પાલન શરૂ કરે

ભવિષ્યની તૈયારીઓ અને રોકાણ અને બચતના સંદર્ભમાં સ્વાસ્થ્ય વીમો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સમયની સાથે સ્વાસ્થ્ય વીમાના લાભો પણ વધી રહ્યા છે. હવે IRDAI ના નવા નિર્દેશ સાથે હેલ્થ ઇન્શોરન્સ લોકો માટે વધુ ફાયદાકારક બનશે.

આ બે એક્ટનું પાલન કરવું પડશે

બિઝનેસ ટુડેના એક અહેવાલ અનુસાર, વીમા નિયમનકારે વીમા કંપનીઓને એવા પરિવારોને સરોગસી ખર્ચ માટે કવરેજ આપવાનો નિર્દેશ આપ્યો છે જેઓ કોઇ મેડિકલ કન્ડીશનના કારણે બાળક નહી થવાની સમસ્યાથી પરેશાન છે. આ માટે રેગ્યુલેટરે તમામ વીમા કંપનીઓને સરોગસી એક્ટ 2012 અને અસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી એક્ટ 2021નું પાલન કરવા કહ્યું છે.

તાત્કાલિક અસરથી અમલ શરૂ કરો

IRDA એ સ્પષ્ટપણે વીમા કંપનીઓને કહ્યું છે કે તેઓ તાત્કાલિક અસરથી આ બે કાયદાઓનું પાલન શરૂ કરે અને ધ્યાનમાં રાખવામાં આવે કે યોગ્ય ઉત્પાદનો ઉપલબ્ધ હોય. સરોગસી એક્ટની કલમ 4 સરોગસી ખર્ચ માટે વીમા કવરેજની જોગવાઈ કરે છે. આ પ્લાનમાં ડિલીવરી  બાદ થનારી સમસ્યાઓના સારવારનો ખર્ચ પણ સામેલ છે.

સરોગસી કાયદો શું કહે છે

સરોગસી રેગ્યુલેશન એક્ટનો નિયમ 5 જણાવે છે કે જે કપલ્સ સરોગસીથી બાળક પેદા કરવા માંગે છે તેમને સરોગેટ માતા માટે 36 મહિના માટે સામાન્ય સ્વાસ્થ્ય વીમો ખરીદવો આવશ્યક છે. આ વીમો IRDA દ્વારા માન્ય કોઈપણ વીમા કંપની અથવા વીમા એજન્ટ પાસેથી ખરીદી શકાય છે. નિયમમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વીમાની રકમ એવી હોવી જોઈએ કે તે પ્રેગ્નન્સી અને ડિલિવરીથી થતી કોઈપણ સમસ્યાની સારવાર માટે પૂરતી હોય.

IRDAની આ ગાઈડલાઈન સરોગસી માટે ઘણી સારી માનવામાં આવે છે. આ માર્ગદર્શિકા સાથે સરોગસી સંબંધિત વીમા સંબંધિત શરતો સ્પષ્ટ થશે. એક તરફ એવા લોકોને લાભ અને સુવિધા આપવામાં આવશે, જેઓ બાળકો પેદા કરવા સક્ષમ નથી અને સરોગસીની પદ્ધતિ અપનાવવા માંગે છે. બીજી તરફ, સરોગેટ માતાઓ માટે ડિલિવરી પછી પણ ચોક્કસ સમયગાળા માટે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મુશ્કેલી રહેશે નહીં.

Amazon ફરી એક વખત ભારતમાં કર્મચારીઓની કરશે છટણી, જાણો આ વખતે કેટલા લોકોની નોકરી જશે

Amazon Layoffs: હાલમાં ભારતમાં નોકરીઓની ભારે અછત છે. આ સિવાય બીજી તરફ અહીંની કંપનીઓ લોકોને નોકરીમાંથી કાઢી રહી છે. દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોન ભારતમાં કામ કરતા લોકોને છૂટા કરી રહી છે. જણાવી દઈએ કે કંપની દેશમાં લગભગ 500 કર્મચારીઓની છટણીની પ્રક્રિયામાં લાગેલી છે. માર્ચના અંતમાં એમેઝોનના સીઈઓ એન્ડી જેસી દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી, જેનાથી વિશ્વભરમાં આ કંપનીના 9000 કર્મચારીઓને અસર થઈ હતી.

એમેઝોન 18 હજાર કર્મચારીઓને દૂર કરશે

કોચી અને લખનૌમાં સેલર ઓનબોર્ડિંગ ફંક્શન બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે એમેઝોનના સૂત્રોએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. એમેઝોન તાજેતરના મહિનાઓમાં બીજી વખત કર્મચારીઓની છટણી કરી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં કંપનીએ કહ્યું હતું કે લગભગ 18,000 કર્મચારીઓની છટણી કરવામાં આવશે. નવેમ્બર 2022 માં, એવું નોંધવામાં આવ્યું હતું કે એમેઝોન તેની વૈશ્વિક યોજના હેઠળ ભારતમાંથી ઘણી નોકરીઓ દૂર કરશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
RBI Recruitment 2024: ભારતીય રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીની તક, બે લાખથી વધુ મળશે પગાર
RBI Recruitment 2024: ભારતીય રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીની તક, બે લાખથી વધુ મળશે પગાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

US Elections 2024 : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે અંતિમ મતદાન, જુઓ કોણ મારશે મેદાન?Canada Hindu Temple Attack : કેનેડામાં મંદિર પર હુમલા બાદ હિન્દુઓમાં ભારે આક્રોશ, ઉતરી ગયા રસ્તા પરHun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
US Presidential Election 2024 Live: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન આજે, જાણો સર્વેમાં કોણ છે આગળ?
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
WhatsApp પર આવ્યો નવો સ્કેમ, આ મેસેજથી SBI ગ્રાહકોનું ખાતુ થઇ જાય છે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
Virat Kohli Net Worth: આટલા કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે વિરાટ કોહલી, ક્રિકેટ સિવાય અહીંથી કરે છે કમાણી
RBI Recruitment 2024: ભારતીય રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીની તક, બે લાખથી વધુ મળશે પગાર
RBI Recruitment 2024: ભારતીય રિઝર્વ બેન્કમાં સરકારી નોકરીની તક, બે લાખથી વધુ મળશે પગાર
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
Canada: કેનેડાના બ્રૈમ્પટનમાં હિંદુ મંદિર પર હુમલા મામલે ત્રણની ધરપકડ, પોલીસકર્મી પણ સસ્પેન્ડ
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
‘ભારત નબળું નહીં પડે...’, કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલા પર PM મોદીએ કહી મોટી વાત
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
US Presidential Election 2024: હેરિસ કે ટ્રમ્પ.... અમેરિકામાં કોણ બનશે આગામી રાષ્ટ્રપતિ? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
Embed widget