(Source: ECI/ABP News/ABP Majha)
LPG Cylinder Price Hike: ઓઈલ કંપનીઓએ ઓક્ટોબરની શરૂઆતમાં આપ્યો ઝટકો, કોમર્શિયલ ગેસના ભાવમાં તોતિંગ વધારો, જાણો નવો ભાવ
LPG Cylinder: આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના દરમાં 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
Commercial LPG Cylinder Price Hike: ઓક્ટોબર મહિનાની શરૂઆત થતાની સાથે જ ઓઈલ કંપનીઓએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. આજથી કોમર્શિયલ ગેસ સિલિન્ડરના દરમાં 209 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા દર રવિવાર એટલે કે 1 ઓક્ટોબર, 2023થી અમલમાં આવ્યા છે. આ વધારા બાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોના LPG સિલિન્ડરનો ભાવ 1731.50 રૂપિયામાં થયો છે.
અન્ય મહાનગરોમાં ભાવમાં કેટલો વધારો થયો?
અન્ય મેટ્રોની વાત કરીએ તો કોલકાતામાં LPG સિલિન્ડરની કિંમતમાં 203.50 રૂપિયાનો વધારો થયો છે અને અહીં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1,636.00 રૂપિયાને બદલે 1,839.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. મુંબઈમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 204 રૂપિયાનો વધારો નોંધવામાં આવ્યો છે અને તેની કિંમત 1,482 રૂપિયાથી વધીને 1,684 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. જ્યારે ચેન્નાઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 203 રૂપિયાનો વધારો થયો છે અને અહીં કિંમત 1,695 રૂપિયાથી વધીને 1898 રૂપિયા થઈ ગઈ છે.
Oil marketing companies have increased the prices of commercial LPG gas cylinders. The rate of 19 Kg commercial LPG gas cylinders has been increased by Rs 209 with effect from tomorrow i.e. October 1. Delhi retail sales price of 19 Kg commercial LPG cylinder will be Rs…
— ANI (@ANI) September 30, 2023
શું છે ઘરેલું ગેસ સિલિન્ડરની સ્થિતિ?
માત્ર એક મહિના પહેલા જ સરકારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો જંગી ઘટાડો કર્યો હતો. આ પછી, 1 ઓક્ટોબરે ઘરેલુ એલપીજીની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે તેના જૂના દરે જ રહે છે. ચાર મહાનગરોમાં, 14.20 કિલોનું ઘરેલું ગેસ સિલિન્ડર દિલ્હીમાં 903 રૂપિયા, કોલકાતામાં 929 રૂપિયા, મુંબઈમાં 902.50 રૂપિયા અને ચેન્નાઈમાં 918.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.
ગયા મહિને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો હતો
સપ્ટેમ્બર 2023માં તેલ કંપનીઓએ ઘરેલું તેમજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો હતો. ગયા મહિને 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં 158 રૂપિયા ઘટાડો થયો હતો. આ પછી, રાજધાની દિલ્હીમાં તેની કિંમત 1,522 રૂપિયા પર પહોંચી ગઈ હતી. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારાની અસર એ થઈ શકે છે કે હોટેલ રેસ્ટોરન્ટમાં ખાવું-પીવું મોંઘું થઈ શકે છે કારણ કે હોટેલ રેસ્ટોરન્ટ્સ માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે.
Financial Rules: આજથી બદલાયા આ જરૂરી નિયમો, જાણી લો તમારા કામની વાત!