શોધખોળ કરો

પાણી-આઇસક્રીમના કપને પ્લાસ્ટિકની ડિશો-ચમચીઓ, ચોકલેટના રેપર બજારમાં જોવા નહીં મળે! જાણો ક્યા પ્લાસ્ટિકનો ઉપયોગ થઈ શકશે

સરકારના આ નિર્ણયથી ગુજરાતમાં 70 હજાર લોકોની રોજગારીને અસર થઈ શકે છે.

કેન્દ્ર સરકારે આગામી વર્ષ સુધીમાં ભારતને સિંગલ-યુઝ પ્લાસ્ટિક-ફ્રી બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે. દેશભરમાં મોટા પાયે પ્લાસ્ટિક કચરાના સંકટ સામે લડવાની માંગ વચ્ચે કેન્દ્રએ 'સિંગલ-યુઝ પ્લાસ્ટિક આઇટમ્સ'ના ઉપયોગ પર આવતા વર્ષે 1 જુલાઈથી પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય સરકારે પોલીથીન બેગની જાડાઈ 50 માઈક્રોનથી વધારીને 120 માઈક્રોન કરી છે. જોકે, જાડાઈ નિયમન 30 સપ્ટેમ્બરથી બે તબક્કામાં અમલમાં આવશે.

કેન્દ્ર સરકારના આ નિર્ણયની ગુજરાતના પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પર પણ અસર થશે. રાજ્યમાં અંદાજે 3500 નાના ઉત્પાદકો છે જેમને આ નિર્ણયને કારણે પોતાના યુનિટને અપગ્રેડ કરવા પડશે. જેના માટે દરેકે 5 લાખ જેટલો ખર્ચ કરવો પડશે. સરકારના આ નિર્ણયથી ગુજરાતમાં 70 હજાર લોકોની રોજગારીને અસર થઈ શકે છે.

ગુજરાતમાં પ્લાસ્ટિકના કેટલા યુનિટ

ગુજરાતમાં હાલમાં એક અંદાજ મુજબ 10થી 12 હજાર આસપાસ પ્લાસ્ટિક યુનિટ છે. જેમાંથી 3500 યુનિટ એવા છે જે 75 માઈક્રોનવાળી પ્લાસ્ટિકની પ્રોડક્ટ્સ બનાવે છે. તેમાં કેરી બેગ, થર્મોકોલ, ચાના કપ સહિતની વસ્તુઓ સામેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવેલ પ્રતિબંધની અસર આ જ યુનિટોને સૌથી વધારે થવાની છે.

નાના યુનિટેને મુશ્કેલી થશે

સરકારના પ્રતિબંધની સૌથી વધુ અસર આ નાના યુનિટને જ થવાની છે. કારણ કે હવે તેમણે પોતાની મશીનરીને અપગ્રેડ કરવી પડશે. 50માંથી 75 માઈક્રોન સુધી અપગ્રેડ કરવામાં વધારે ખર્ચ નથી પરંતુ 120 માઈક્રો સુધી અપગ્રે કરવામાં લાખોનો ખર્ચ પહોંચી શકે છે. જેના કારણે નાના ઉત્પાદકો પર ખર્ચનો ભાર વધશે. કોરોનાના પ્રકોપને કારણે પહેલાથી જ નુકસાનનો સામનો કરી રહેલ આ નાના યુનિટો માટે હવે નવા નિયમને કારણે મુશ્કેલી વધવાની છે. બીજી બાજુ બેંકમાંથી લોન પણ મળતી નથી. વેપારીઓનું કહેવું છે કે, સરકારે 1 કરોડ રૂપિયા સુધીની કોલેટરલ ફ્રી લોન આપવાની વાત કહી હતી પરંતુ કોઈ બેંક લોન આપતી નથી.

પ્લાસ્ટિકથી બનતી પ્રોડ્ક્ટના ભાવ વધશે
સરકારના નવા નિયમને કારણે સામાન્ય વ્યક્તિને પણ નુકસાન થવાનું છે. કારણ કે યુનિટ અપગ્રેડ કરવાને કારણે ઉત્પાદકોને ખર્ચ વધશે જેના કારણે પ્લાસ્ટિકની પ્રોડક્ટના ભાવમાં પણ વધારો થશે. જેની અસર સામાન્ય વ્યક્તિના ગજવા પર પણ જોવા મળશે.

ગુજરાતમાં પ્લાસ્ટિકની વસ્તુનું પ્રોડક્શન

પ્લાસ્ટિકની થેલી, ચોકલેટના રેપર, મસાલાની થેલીઓ જેવી વસ્તુઓ 75 માઈક્રોનથી બને છે. ત્યારે હવે 75થી ઓછી માઈક્રોનવાળી પ્રોડક્ટ પર પ્રતિબંધને કારણે નાના યુનિત પર તેની અસર પડશે અને પ્લાસ્ટિકથી બનતી પ્રોડક્ટ મોંઘી થશે. ગુજરાતમાં વડોદરા, હાલોલ, કાલોલ તેમજ ધોરાજીમાં પાતળા માઇક્રોનવાળા પ્લાસ્ટિકનું પ્રોડક્શન થાય છે.

75થી 120 સુધીના માઇક્રોનથી બનતી પ્રોડક્ટ

75થી 120 માઇક્રોનથી અનેક પ્રોડક્ટ બને છે, જેમાં કેરી બેગ, ચાના કપ, કાન સાફ કરવા માટે પ્લાસ્ટિક સ્ટિક, ફુગ્ગાઓ માટે પ્લાસ્ટિક સ્ટિક, પ્લાસ્ટિકના ધ્વજ, કેન્ડી સ્ટિક, આઇસક્રીમ સ્ટિક, પ્લેટ્સ, કપ, ચશ્માં, પ્લાસ્ટિકની કાંટા ચમચી, છરીઓ, સ્ટ્રો, ટ્રે, રેપિંગ, મીઠાઈ બોક્સ, ઈન્વિટેશન કાર્ડ્સનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, 30 સપ્ટેમ્બર, 2021થી પ્લાસ્ટિકની કેરી બેગ 60 ગ્રામ પ્રતિ ચોરસમીટરથી ઓછી ન હોવી જોઈએ, સાથે જ 2022ના ડિસેમ્બર મહિનાથી 120 માઈક્રોનથી બનતા પ્લાસ્ટિક પર પણ સરકારે પ્રતિબંધ મુક્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો કરશે પતંગબાજી
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Hardik Pandya: શું ટેસ્ટ બાદ વનડેમાંથી પણ હાર્દિક પંડ્યાનું પત્તુ કપાશે ? જુઓ ચેમ્પિયન્સ ટ્રોફી માટેની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Hardik Pandya: શું ટેસ્ટ બાદ વનડેમાંથી પણ હાર્દિક પંડ્યાનું પત્તુ કપાશે ? જુઓ ચેમ્પિયન્સ ટ્રોફી માટેની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Closed : અમરેલીમાં પરેશ ધાનાણીના બંધના એલાનને કેવો મળ્યો પ્રતિસાદ?Anand Cattle Issue : આણંદમાં રખડતા ઢોરે અડફેટે લેતા વૃદ્ધનું મોતNational Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો  કરશે પતંગબાજી
Kite Festival: અમદાવાદમાં આજથી કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ, 47 દેશના પતંગબાજો કરશે પતંગબાજી
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Hardik Pandya: શું ટેસ્ટ બાદ વનડેમાંથી પણ હાર્દિક પંડ્યાનું પત્તુ કપાશે ? જુઓ ચેમ્પિયન્સ ટ્રોફી માટેની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Hardik Pandya: શું ટેસ્ટ બાદ વનડેમાંથી પણ હાર્દિક પંડ્યાનું પત્તુ કપાશે ? જુઓ ચેમ્પિયન્સ ટ્રોફી માટેની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Maruti: 360 ડિગ્રી કેમેરા સાથે 6 એરબેગ્સ! માત્ર 23 હજાર રૂપિયાના EMI પર ઘરે લાો મારુતિની આ શાનદાર કાર
Maruti: 360 ડિગ્રી કેમેરા સાથે 6 એરબેગ્સ! માત્ર 23 હજાર રૂપિયાના EMI પર ઘરે લાો મારુતિની આ શાનદાર કાર
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
lifestyle: વાળ માટે વરદાન છે આમળા અને એલોવેરા, જાણો તેને લગાવવાની સાચી રીત અને પછી જુઓ ચમત્કારિક ફાયદા
lifestyle: વાળ માટે વરદાન છે આમળા અને એલોવેરા, જાણો તેને લગાવવાની સાચી રીત અને પછી જુઓ ચમત્કારિક ફાયદા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Embed widget