શોધખોળ કરો

Paytm Share Crash: Paytm માં ફરી ધબડકો, સ્ટોક 450 રૂપિયાથી નીચે ગયો, રોકાણકારો 1.10 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા!

Paytm નવેમ્બર 2021 માં 2150 રૂપિયા પ્રતિ શેરના ભાવે IPO લાવ્યું હતું, જ્યારે IPO કિંમતના સંદર્ભમાં કંપનીનું માર્કેટ કેપ 1.39 લાખ કરોડ રૂપિયા હતું.

Paytm Share Crash: બુધવારના ટ્રેડિંગ સેશનમાં, Paytm શેરમાં ફરી એકવાર મોટો ઘટાડો જોવા મળ્યો છે. BSEના ડેટા અનુસાર, બુધવારના ટ્રેડિંગ સેશનમાં Paytmનો શેર 450 રૂપિયાના સ્તરને તોડીને 440 રૂપિયા સુધી ગબડી ગયો હતો, જ્યારે NSEના ડેટા અનુસાર, શેર ઘટીને 438.35 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. એટલે કે તેની IPO કિંમત લગભગ 80 ટકા ઓછી છે. જોકે, બજાર બંધ સમયે શેર 5.20 ટકાના ઘટાડા સાથે રૂ. 452.30 પર બંધ થયો હતો.

જ્યારથી મેક્વેરીનો રિસર્ચ રિપોર્ટ બહાર આવ્યો છે ત્યારથી Paytmના સ્ટોકમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે Paytmને મુકેશ અંબાણીની Jio Financial Services તરફથી મોટા પડકારનો સામનો કરવો પડશે. જે બાદ Paytmના શેરની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. Paytmના શેરમાં ભારે ઘટાડા બાદ કંપનીનું માર્કેટ કેપ રૂ. 30,000 કરોડથી નીચે રૂ. 29,367 કરોડ સુધી પહોંચી ગયું છે.

Paytm નવેમ્બર 2021 માં 2150 રૂપિયા પ્રતિ શેરના ભાવે IPO લાવ્યું હતું, જ્યારે IPO કિંમતના સંદર્ભમાં કંપનીનું માર્કેટ કેપ 1.39 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે Paytmના માર્કેટ કેપમાં 1.10 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. એટલે કે માત્ર એક વર્ષના લિસ્ટિંગમાં રોકાણકારોના રૂ. 1.10 લાખ કરોડ ગુમાવ્યા છે. Paytmના સ્ટોકની લિસ્ટિંગ બાદથી તે સતત નીચે ગબડી રહ્યો છે.

નવી ટેક કંપનીઓની ખરાબ હાલત

માત્ર Paytm જ નહીં, Nykaa, Delhivery અને Policybazaarના શેરમાં પણ ઘટાડો ચાલુ રહ્યો. બુધવારે Nykaaનો શેર 2 ટકા ઘટીને રૂ. 171.70 પર બંધ થયો હતો. દિલ્હીવેરીના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને શેર રૂ. 326.20 પર બંધ થયો છે. જ્યારે કંપની રૂ.487ના ભાવે IPO લાવી હતી. પીબી ફિનટેકનો શેર એટલે કે પોલિસીબજાર રૂ. 400ના ભાવે ટ્રેડ થઈ રહ્યો છે જ્યારે કંપનીએ શેર દીઠ રૂ. 980ના ભાવે IPO લાવ્યો હતો.

Paytm 10 વર્ષ પહેલા શરૂ થયું હતું

Paytm લગભગ 10 વર્ષ પહેલા શરૂ થયું હતું. શરૂઆતમાં કંપની મોબાઇલ રિચાર્જ પ્લેટફોર્મ તરીકે જાણીતી હતી, પરંતુ 2016 માં નોટબંધી દરમિયાન, Paytm Paymate સેવાએ CEO વિયજ શેખર શર્માના નેતૃત્વમાં આકાશમાં વધારો કર્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નહીં શીખવાના એ નક્કીHun To Bolish: હું તો બોલીશ: કળિયુગAustralian Government | સોશિયલ મીડિયા યૂઝર્સ અંગે ઓસ્ટ્રેલિયાની સરકારનો મોટો નિર્ણયVay Vandana Card | અમદાવાદ મનપાની નવા વર્ષમાં વડીલોને ભેટ, 85 સ્થળોએ કાઢી શકાશે વય વંદના કાર્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
સોમનાથ મંદિરમાં ઓનલાઇન ચીટીંગથી ગઠિયાઓ શ્રદ્ધાળુઓને લૂંટી રહ્યા છે, યાત્રિકોને સાવચેત રહેવા અપીલ
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
જૂનાગઢમાં પરિક્રમાને ધ્યાનમાં રાખતા આ તારીખથી વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ વચ્ચે વિશેષ ટ્રેન દોડશે
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ, માત્ર એક ડોક્યુમેન્ટથી નીકળી જશે કાર્ડ
વય વંદના યોજના લાગુ કરશે અમદાવાદ મહાનગરપાલિકા, 85 સ્થળ પરથી કઢાવી શકાશે કાર્ડ
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
'તેનો સમય આવશે', કેપ્ટન સૂર્યકુમારે આ ખેલાડીના પરત આવવા તરફ કર્યો મોટો ઇશારો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
ચાલતી બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો, કંડક્ટરે પોતાની બુદ્ધિથી બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો
Salman Khan Threat: સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
સલમાન ખાનને મારવાની ધમકી આપનાર ‘લોરન્સ બિશ્નોઈના ભાઈ’ની ધરપકડ! કરે છે મજૂરી
HDFC Bank Loan Costly: દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
દેશની સૌથી મોટી ખાનગી બેંકે લોન કરી મોંઘી, જાણો હપ્તો કેટલો વધી જશે
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
ગુજરાતમાં ચાર સેમિકન્ડક્ટર કંપનીઓ ₹૧.૨૪ લાખ કરોડનું રોકાણ કરશે, ૫૩,૦૦૦ થી વધુ નવી રોજગારીનું થશે સર્જન
Embed widget