PIB Fact Check: શું ભારત સરકાર દર મહિને રૂ. 3,500 બેરોજગારી ભથ્થું આપે છે? જાણો આ વાયરલ મેસેજનું સત્ય
કોરોના મહામારી બાદ દેશમાં બેરોજગારીનો દર ખૂબ જ ઝડપથી વધ્યો છે. આવી સ્થિતિમાં, બેરોજગાર યુવાનોને મદદ કરવા માટે, સરકાર દર મહિને 3,500 રૂપિયાનું બેરોજગાર ભથ્થું આપશે.
![PIB Fact Check: શું ભારત સરકાર દર મહિને રૂ. 3,500 બેરોજગારી ભથ્થું આપે છે? જાણો આ વાયરલ મેસેજનું સત્ય PIB Fact Check: Is the Government of India giving unemployment allowance of Rs 3,500 per month? PIB Fact Check: શું ભારત સરકાર દર મહિને રૂ. 3,500 બેરોજગારી ભથ્થું આપે છે? જાણો આ વાયરલ મેસેજનું સત્ય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/24/cd9af8cb99db8fa2b1e8ddaf89cd50de_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
PIB Fact Check: ભારતમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ ઝડપથી વધ્યો છે. આજકાલ સરકાર પણ ડિજીટલાઇઝેશનને ખૂબ પ્રોત્સાહન આપી રહી છે. પરંતુ, ડિજીટલાઇઝેશનની સાથે સાથે સાયબર ગુનાઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. આવી સ્થિતિમાં લોકોને સાયબર ક્રાઈમથી સુરક્ષિત રાખવા માટે સરકાર સમયાંતરે ચેતવણી આપતી રહે છે. આ સાથે PIB ફેક્ટ ચેક (PIB Fact Check) દ્વારા વાયરલ થઈ રહેલા મેસેજની સત્યતા જણાવતી રહે છે.
આજકાલ સોશિયલ મીડિયામાં એક મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થું આપવા જઈ રહી છે. કોરોના મહામારી બાદ દેશમાં બેરોજગારીનો દર ખૂબ જ ઝડપથી વધ્યો છે. આવી સ્થિતિમાં, બેરોજગાર યુવાનોને મદદ કરવા માટે, સરકાર દર મહિને 3,500 રૂપિયાનું બેરોજગાર ભથ્થું આપશે. જો તમને પણ આ મેસેજ મળી રહ્યો છે તો અમે તમને આ વાયરલ મેસેજની સત્યતા જણાવી રહ્યા છીએ. તો ચાલો જાણીએ આ વિશે-
एक वायरल #Whatsapp मैसेज में दावा किया जा रहा कि भारत सरकार प्रधानमंत्री बेरोजगारी भत्ता योजना के तहत बेरोजगार युवाओं को हर महीने ₹3500 का भत्ता दे रही है #PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) May 23, 2022
▶️ यह मैसेज फर्जी है
▶️ भारत सरकार ऐसी कोई योजना नहीं चला रही
▶️ कृपया ऐसे मैसेज फॉरवर्ड ना करें pic.twitter.com/zwQos4W74J
પીઆઈબીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી
તમને જણાવી દઈએ કે PIB ઘણા વાયરલ મેસેજની ફેક્ટ ચેક કરે છે. તેના દ્વારા ખબર પડે છે કે આ મેસેજ સાચો છે કે નકલી. પીઆઈબીએ કેન્દ્રની મોદી સરકાર દ્વારા આપવામાં આવેલા બેરોજગારી ભથ્થાના વાયરલ મેસેજની હકીકત પણ તપાસી છે. PIBએ જણાવ્યું છે કે એક વાયરલ વોટ્સએપ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર પ્રધાનમંત્રી બેરોજગારી ભથ્થા યોજના હેઠળ બેરોજગાર યુવાનોને દર મહિને ₹3500 નું ભથ્થું આપી રહી છે. આ મેસેજ સંપૂર્ણપણે ફેક છે. ભારત સરકાર આવી કોઈ યોજના ચલાવી રહી નથી. મહેરબાની કરીને આવા મેસેજ ફોરવર્ડ ન કરો.
આવા ફેક મેસેજથી સાવધાન રહો
પીઆઈબીએ આ વાયરલ મેસેજની હકીકત તપાસી છે અને જણાવ્યું છે કે આ વાયરલ દાવો સંપૂર્ણપણે ખોટો છે. ભારત સરકાર પીએમ બેરોજગારી ભથ્થા યોજનાના નામે કોઈપણ પ્રકારનું બેરોજગારી ભથ્થું વહેંચી રહી નથી. આ વાયરલ મેસેજ પર મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તેના પર ક્લિક કરીને બધી માહિતી ભર્યા પછી, તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે. તમે સાયબર ફ્રોડનો શિકાર બની શકો છો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)