શોધખોળ કરો

PPF Rate Hike: નવા વર્ષ અગાઉ સુકન્યા સમૃદ્ધિ યોજના, PPF અને NSC પર સરકાર વધારી શકે છે વ્યાજ દરો

જો તમે PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કરો છો, તો તમને સારા સમાચાર મળવાના છે.

Small Saving Schemes Interest Rate Hike:  જો તમે PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના સહિત પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કરો છો, તો તમને સારા સમાચાર મળવાના છે. તમે તમારી મહેનતના પૈસા અને રોકાણ પર મોટું વળતર મેળવી શકો છો. બે દિવસ પછી એટલે કે શુક્રવાર, 30 ડિસેમ્બર, 2022 ના રોજ, કેન્દ્ર સરકાર નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં વધારાની જાહેરાત કરી શકે છે. 30 ડિસેમ્બરે આ યોજનાઓના વ્યાજ દરોની સમીક્ષા કર્યા પછી નાણા મંત્રાલય તેને વધારવાની જાહેરાત કરી શકે છે.

30 ડિસેમ્બરે જાહેરાત થઈ શકે છે

નાણાં મંત્રાલય જાન્યુઆરીથી માર્ચ 2022-23 ના ચોથા ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરોની સમીક્ષા કરશે, જેમાં એવું માનવામાં આવે છે કે PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજના (NSC) જેવી બચત યોજનાઓ પર વ્યાજદરમાં વધારાની જાહેરાત કરી શકે છે. આ બચત યોજનાઓ સહિત પોસ્ટ ઓફિસની અન્ય બચત યોજનાઓ પર પણ વ્યાજ દર વધી શકે છે. એવું માનવામાં આવે છે કે નાણા મંત્રાલય નાની બચત યોજનાઓની તમામ યોજનાઓ પર વ્યાજ દરમાં 0.50 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી શકે છે. સરકારની 10 વર્ષની બોન્ડ યીલ્ડ 12 મહિનામાં 6.04 ટકાથી વધીને 7.25 ટકાથી ઉપર પહોંચી ગઈ છે. આ ફોર્મ્યુલા અનુસાર, PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, વરિષ્ઠ નાગરિક બચત યોજના પર વ્યાજ દર વર્તમાન સ્તરથી 50 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકાય છે.

વ્યાજ દરો કેમ વધી શકે છે

RBI એ 8 ડિસેમ્બર, 2022ના રોજ સતત પાંચમી વખત રેપો રેટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. 2022માં રેપો રેટ 4 ટકાથી વધારીને 6.25 ટકા કરવામાં આવ્યો છે. પરંતુ સરકારે ઘણી નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં વધારો કર્યો નથી. PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના અને NSCના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પર 7.1 ટકા, NSC એટલે કે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ પર 6.8 ટકા, સુકન્યા સમૃદ્ધિ યોજના પર 7.6 ટકા વ્યાજ યથાવત છે. રેપો રેટમાં 2.25 ટકાનો વધારો કર્યા બાદ સરકાર આ યોજનાઓના વ્યાજ દરમાં વધારો કરી શકે છે. આ બચત યોજનાઓને સલામત ગણીને શહેરી ગ્રામીણ સામાન્ય ભારતીય રોકાણ કરે છે.

ત્રીજા ક્વાર્ટરમાં માત્ર કિસાન વિકાસ પત્રનો વ્યાજ દર 6.9 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યો હતો પરંતુ પાકતી મુદત 124 મહિનાથી ઘટાડીને 123 મહિના કરવામાં આવી હતી. સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ પર વ્યાજ દર 7.4 ટકાથી વધારીને 7.6 ટકા કરવામાં આવ્યો છે. મંથલી ઈન્કમ એકાઉન્ટ સ્કીમ પર 6.6 ટકાને બદલે 6.7 ટકા, પોસ્ટ ઓફિસ બે વર્ષની ફિક્સ ડિપોઝિટ સ્કીમ પર 5.5 ટકાને બદલે 5.7 ટકા, 3 વર્ષની ફિક્સ ડિપોઝિટ સ્કીમ પર 5.5 ટકાને બદલે 5.8 ટકા કરવામાં આવી હતી. પરંતુ પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના અને એનએસસીના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર થયો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્તAhmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
Embed widget