RAJKOT : ગૃહિણીઓ માટે સારા સમાચાર, ખાદ્યતેલના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલા ભાવ ઘટ્યાં
Rajkot News : 15 દિવસમાં રૂ.180 થી 200ના વધારા બાદ સીંગતેલના ભાવમાં ઘટાડો થયો છે.
Rajkot : રાજકોટમાં ગૃહિણીઓ માટે સારા સમાચાર સામે આવ્યાં છે. રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. રાજકોટમાં સીંગતેલના ભાવમાં માં બે દિવસમાં રૂ. 40નો ઘટાડો થયો છે. 15 દિવસમાં રૂ.180 થી 200ના વધારા બાદ સીંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. સિંગતેલનો નવો ડબ્બો રૂ. 2855 થી 2905માં વેંચાયો. સીંગતેલ સાથે કપાસિયા તેલના ભાવમાં પણ રૂ.15નો ઘટાડો થયો. કપાસિયા તેલનો નવો ડબ્બો રૂ. 2450 થી 2500માં વેંચાયો.
તહેવાર પૂર્ણ થતાં જ ખાદ્યતેલના ભાવમાં વધારો થયો હતો. ખાદ્યતેલની બજાર ખુલતા જ સોંગતેલનો ડબ્બો 2800 થી 2850 ના ભાવે પહોંચ્યો હતો. સીંગતેલના ડબ્બે 10 રૂપિયાનો વધારો થયો હતો. પામોઇલના ભાવમાં તોતિંગ રૂ.165નો વધારો નોંધાયો હતો. તહેવારમાં કમાઈ લેવા પામઓઈલના ભાવ સટોડીયાઓએ ઘટવા ન દીધા.પામોઇલના ડબ્બાના ભાવ 1920 -1925 ના ભાવે વેંચાયા.
રાજકોટમાં યુવતીને મેસેજ કરી યુવકે કર્યો આપઘાત
રાજકોટના શાપર વેરાવળમાં યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચ્યો છે. ફાયનાન્સ ઓફિસમાં કામ કરતા યુવકે મોતને વહાલું કરી લીધુ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર યુવતીને ઓડિયો મેસેજ કર્યા બાદ યુવક ચિરાગ અશોક સિંધવે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. બે મહિના પૂર્વે જ યુવકની સગાઇ થઈ હતી. તો બીજી તરફ જેને મેસેજ કર્યો તે યુવતી કોણ? તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં આ મામલે પોલીસે આગળની કાર્યાવાહી હાથ ધરી છે.
કોરોનાકાળમાં બંધ કરવામાં આવેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના હજી પણ બંધ
અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને નજીવા દરે ઘર જેવો પોષણયુક્ત ખોરાક મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના (Shramik Annapurna Yojana)ની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં દરેક મોટા શહેરોના કડીયા નાકે શ્રમિક અન્નપૂર્ણા યોજનાની કેન્ટીન શરૂ કરવામાં આવી હતી. જે કોરોનાકાળના સમયથી હજુ સુધી બંધ છે. પરિણામે શ્રમિકોને પોષણયુક્ત ભોજન મળવાનું હવે બંધ થયું છે.
ગુજરાતમાં 6 લાખ જેટલા શ્રમિકો નોંધાયેલા છે. ત્યારે વિજય રૂપાણી સરકારે 2017 માં 50 કરોડ રૂપિયાના ભંડોળ સાથે ગુજરાતમાં 84 સ્થળોએ શ્રમિક અન્નપૂર્ણા યોજના પાયલોટ પ્રોજેકટ સ્વરૂપે શરૂ કરી હતી. જેમાં ગુજરાતના શહેરોના કડીયાનાકે શ્રમિકોને 10 રૂપિયામાં દાળ-ભાત, શાક, રોટલી જેવું પોષણયુક્ત ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ હતી.