IPL 2025: આ નિયમ તોડનાર બીજો કેપ્ટન બન્યો રિયાન પરાગ, રાજસ્થાનની જીત બાદ ફટકારાયો દંડ
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગને સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગને સ્લો ઓવર રેટ બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. રિયાન પરાગ IPL 2025માં સ્લો ઓવર રેટ માટે દોષિત ઠરનાર બીજો કેપ્ટન છે. આ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને પણ આ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. રાજસ્થાને CSK સામે 6 રનથી જીત મેળવી ત્યારબાદ તેના કેપ્ટન રિયાન પરાગને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. જો IPL ટીમના કેપ્ટન સ્લો ઓવર રેટ માટે દોષિત સાબિત થાય છે તો તેમણે આ રકમ ચૂકવવી પડશે.
Pink Prevail in a sea of Yellow 🙌#RR held their nerve to record their first win of the season by 6 runs 👍
Scorecard ▶️ https://t.co/V2QijpWpGO#TATAIPL | #RRvCSK | @rajasthanroyals pic.twitter.com/FeD5txyCUs— IndianPremierLeague (@IPL) March 30, 2025
IPL એ તેની પ્રેસ રિલીઝમાં શું કહ્યું?
IPL દ્વારા જાહેર કરાયેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે રિયાન પરાગની ટીમની સ્લો ઓવર રેટ સંબંધિત આ પહેલી ભૂલ હોવાથી IPL આચાર સંહિતાના કલમ 2.22 હેઠળ તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
MIના કેપ્ટન હાર્દિક પંડ્યાને પણ દંડ ફટકારવામાં આવ્યો
રિયાન પરાગ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને પણ IPL 2025માં ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. તેણે એક મેચના પ્રતિબંધનો સામનો કર્યા બાદ વાપસી કરી હતી. તે પ્રતિબંધ પણ ધીમા ઓવર રેટને કારણે તેના પર લાદવામાં આવ્યો હતો. જો કોઈ કેપ્ટન એક સીઝનમાં ત્રણ વખત સ્લો ઓવર રેટનો દોષિત સાબિત થાય છે તો તેના પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે.
રિયાને કેપ્ટનશીપ અને બેટિંગ બંનેમાં સારું પ્રદર્શન કર્યું
રિયાન પરાગની વાત કરીએ તો ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચમાં તેની કેપ્ટનશીપ અને બેટિંગ બંને સારી રહી હતી. તેણે ધોની માટે સ્પિનરોની ઓવર બચાવી હતી. કેપ્ટન તરીકે તેના નિર્ણયની ખૂબ પ્રશંસા થઈ હતી. બેટિંગ કરતી વખતે તેણે 28 બોલમાં 37 રનની ઇનિંગ પણ રમી હતી.
રાજસ્થાન 6 રનથી જીત્યું
મેચમાં પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટે 182 રન કર્યા હતા. જવાબમાં ચેન્નઈ સુપર કિંગ્સ લક્ષ્યથી 6 રન પાછળ રહી ગઈ હતી. તેણે 20 ઓવરમાં 6 વિકેટે માત્ર 176 રન ફટકાર્યા હતા. છેલ્લી ઓવરમાં CSK ને જીતવા માટે 19 રનની જરૂર હતી. પરંતુ ઝડપી બોલર સંદીપ શર્માએ તેનો સફળતાપૂર્વક બચાવ કર્યો અને પોતાની ટીમને મેચ જીત અપાવી હતી.

