શોધખોળ કરો
Advertisement
લોકો ખુશીની સમાચાર! હોમ લોન સહિતની લોનના હપ્તાને લઈને RBIએ શું કર્યો મોટો નિર્ણય? જાણો
કોરોના વાયરસને કારણે આર્થિક મોર્ચે ઉભા થયેલ પડકાર માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે મોટી જાહેરાત કરી છે.
કોરોના વાયરસને લઈને ભારતમાં હાહાકાર મચી ગયો છે ત્યારે રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ભારતીય અર્થતંત્રને પ્રોત્સાહિત કરવાના હેતુથી આજે ઘણી અગત્યની જાહેરાતો કરી છે. આમાં ખાસ તો સામાન્ય લોકોને અને નાના ઉદ્યોગકારો માટે મહત્વની જાહેરાત કહી શકાય તે એ હતી કે આગામી ત્રણ મહિના સુધી જો કોઈ વ્યક્તિ કે કંપની હોમ લોન, કોર્પોરેટ લોન, પર્સનલ લોન સહીતની વિવિધ લોનના EMI નહીં ભરે તો પણ ચાલશે.
આ ઉપરાંત ધિરાણ આપતી કંપનીઓ, બેંકોને ત્રણ મહિના સુધી વર્કિંગ કેપિટલની ચુકવણી પર વ્યાજ મોકૂફ રાખવાની પણ મંજૂરી આપવામાં આવી છે. કોરોનાના કારણે ઉભી થયેલી વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને આરબીઆઈ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, આગામી ત્રણ મહિના સુધી લોનના હપ્તા નહીં ભરી શકનાર વ્યક્તિ કે પેઢી કે કંપનીઓ સામે કોઈ શિક્ષાત્મક પગલા ભરવામાં આવશે નહીં. દાસે એમ પણ કહ્યું હતું કે, 1 માર્ચ 2020ના રોજ બાકી રહેલ લોનના હપ્તાઓની ચુકવણી અંગે ત્રણ મહિનાની મુદત નક્કી કરવામાં આવી છે.
કોરોના વાયરસને કારણે આર્થિક મોર્ચે ઉભા થયેલ પડકાર માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે મોટી જાહેરાત કરી છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આજે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે રેપો રેટ 75 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 5.15થી ઘટીને 4.4 ટકા કરવામાં આવ્યો છે.
આરબીઆઈએ તમામ બેંકોને સલાહ આપી છે કે, તે ગ્રાહકો પાસેથી ત્રણ મહિના માટે ઈએમઆઈ લેવાનું ટાળવામાં આવે. કહેવાય છે કે આરબીઆઈની આ એડવાઈઝરીને કારણે બેંક પોતાના ગ્રાહકોને ઈએમઆઈના મોર્ચે કેટલીક રાહત આપી શકે છે. જોકે એ સ્પષ્ટ છે કે તેને લઈને આરબીઆઈએ નિર્ણય બેંકો પર છોડ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement