શોધખોળ કરો
Advertisement
SBI Credit Card Fraud: હેકર્સના નિશાના પર SBI ગ્રાહકો, જાણો કઈ રીતે કરી રહ્યા છે ફ્રોડ
હેકર્સના નિશાન પર ખાસ કરીને દિલ્હી, મુંબઈ, હૈદ્રાબાદ, ચેન્નઈ અને અમદાવાદના લોકો છે.
નવી દિલ્હીઃ નેટ બેન્કિંગ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધવાની સાથે ઓનલાઈન ફ્રોડના કેસ પણ વધી રહ્યા છે. હેકર્સ અલગ અલગ રીત અપનાવીને ઓનલાઈન ફ્રોડ કરી રહ્યા છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને સાઈબર ફ્રોડથી બચવા માટે એલર્ટ આપ્યું છે. એસબીઆઈના અનેક ગ્રાહકોને હેકરોએ ફિશિંગ્સ સ્કેમનો ભોગ બનાવ્યા છે. હેકરોએ અનેક લોકોને શંકાસ્પદ ટેક્સ્ટ મેસેજ મોકલ્યા છે જેમાં 9870 રૂપિયાના એસબીઆઈ ક્રેડિટ પોઈન્ટને રિડીમ કરવાની વિનંતી કરવામાં આવી છે.
સ્ટેટ બેંક અનુસાર, હેકર્સના નિશાન પર ખાસ કરીને દિલ્હી, મુંબઈ, હૈદ્રાબાદ, ચેન્નઈ અને અમદાવાદના લોકો છે. હેકર્સ તરફથી મોકલવામાં આવેલ ઈમેલ પર ક્લિક કરવા પર યૂઝર્સ કોઈ નકલી વેબસાઈટ પર પહોંચી જાય છે. ત્યાર બાદ આ નકલી વેબસાઈટ પર વ્યક્તિગત જાણકારી અથવા બેંક એકાઉન્ટની જાણકારી આપવા પર તેમને ભારે નુકાસનનો સામનો કરવો પડી શકે છે.
જ્યારે યૂઝર્સ હેકર્સને પોતાની વ્યક્તિગત જાણકારી આપે છે તો તેને બેંક એકાઉન્ટને એક્સસ કરવામાં સરળતા રહે છે. એવામાં યૂઝરના બેંક ખાતા પણ ખાલી પણ થઈ શકે છે.
કેવી રીતે હેકર્સ ફ્રોડ કરે છે
- હેકર્સ SBI ગ્રાહકોને એક ટેક્સ્ટ મેસેજ મોકલે છે.
- આ મેસેજમાં એક લિંગ પણ આપવામાં આવતી હોય છે.
- આ લિંક પર ક્લિક કરવા માટે કહેવામાં આવે છે.
- લિંક પર ક્લિક કરવા પર એક નકલી વેબસાઈટ ખુલે છે.
- આ નકલી વેબસાઈટમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ફિલ યોર ડિટેલ્સ (State Bank of India Fill Your Details)ફોર્મનું ઓપ્શન હોય છે.
- યુઝર્સને આ ફોર્મ ભરવા માટે કહેવામાં આવે છે. તેમાં સંવેદનશીલ નાણાંકીય વિગતો જેમ કે કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ, CVV અને Mpin શેર કરવા માટે કહેવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
દેશ
બિઝનેસ
Advertisement