શોધખોળ કરો

SEBI: સેબીની મોટી જાહેરાત, હવે મ્યુચ્યઅલ ફંડ ઇન્વેસ્ટર આટલા લોકોને બનાવી શકશે નોમિની

SEBI New Guidelines:સેબી દ્વારા આ ફેરફારનો ઉદ્દેશ્ય ક્લેમ ન કરનારી રકમ ઘટાડવાનો અને રોકાણોનું વધુ સારું સંચાલન સુનિશ્ચિત કરવાનો છે

SEBI New Guidelines: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ મ્યુચ્યઅલ ફંડ અને ડીમેટ એકાઉન્ટ્સમાં નોમિનેશન સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ હેઠળ રોકાણકાર હવે ડીમેટ એકાઉન્ટ અથવા મ્યુચ્યઅલ ફંડ ફોલિયોમાં વધુમાં વધુ 10 વ્યક્તિઓને નોમિની બનાવી શકે છે. આ નવો નિયમ 1, માર્ચ 2025થી અમલમાં આવશે.

સેબીની નવી માર્ગદર્શિકામાં આનો ઉલ્લેખ છે

સેબી દ્વારા આ ફેરફારનો ઉદ્દેશ્ય ક્લેમ ન કરનારી રકમ ઘટાડવાનો અને રોકાણોનું વધુ સારું સંચાલન સુનિશ્ચિત કરવાનો છે. ઘણી વખત રોકાણકારના મૃત્યુ અથવા ગંભીર બીમારીના કિસ્સામાં પરિવારના સભ્યોમાં રોકાણ અંગે વિવાદ થાય છે અથવા કોઈ રકમ પર દાવો કરતું નથી. આ સમસ્યાના ઉકેલ માટે સેબીએ આ પગલું ભર્યું છે.

જોકે, આ માટે નોમિનીની સંપૂર્ણ વિગતો જેમ કે ફોન નંબર, ઇમેઇલ, સરનામું, આધાર નંબર, પાન નંબર, ડ્રાઇવિંગ લાયસન્સ નંબર વગેરે આપવું જરૂરી રહેશે. એકંદરે, નોમિનીની વ્યક્તિગત માહિતી સંબંધિત બધી વિગતો આપવાની રહેશે. તમારે નોમિની સાથેના તમારા સંબંધનો પણ ઉલ્લેખ કરવો પડશે. સેબીએ એમ પણ કહ્યું છે કે રોકાણકારના પાવર ઓફ એટર્ની (POA) ને નોમિની જાહેર કરવાનો અધિકાર રહેશે નહીં.

આ સાથે નોમિની માટે જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર, મ્યુચ્યઅલ ફંડ અને ડીમેટ ખાતામાં નોમિની બનાવેસ વ્યક્તિ અન્ય નોમિની સાથે સંયુક્ત ધારક હોઈ શકે છે અથવા તેમના સંબંધિત શેર માટે અલગ ફોલિયો અથવા સિંગલ ખાતું બનાવી શકે છે. આ સાથે રજિસ્ટર્ડ નોમિનીને સંપત્તિ ટ્રાન્સફર કરવા માટે આ દસ્તાવેજોની જરૂર પડશે.

મૃત રોકાણકારના ડેથ સર્ટિફિકેટની સ્વ-પ્રમાણિત નકલ

નોમિનીનું KYC યોગ્ય રીતે પૂર્ણ થયેલ હોવું જોઈએ.

લેણદારો પાસેથી બાકી રકમ ચૂકવવી

સેબીએ મ્યુચ્યઅલ ફંડ હાઉસ અને ડિપોઝિટરીઝ જેવી નિયમનકારી સંસ્થાઓને રોકાણકારોને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે નોમિનેશન ફોર્મ સબમિટ કરવાનો વિકલ્પ આપવાનો આદેશ આપ્યો છે. આ સાથે, રોકાણકારને દરેક નોમિની સબમિશન પર એક સ્વીકૃતિ મળશે, જેથી સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે. વધુમાં નિયમન કરાયેલી સંસ્થાઓએ ખાતા અથવા ફોલિયોના ટ્રાન્સફર પછી આઠ વર્ષ સુધી નોમિની અને સ્વીકૃતિના રેકોર્ડ જાળવવા આવશ્યક છે.

શારીરિક રીતે અક્ષમ રોકાણકારો માટે આ નિયમ છે

સેબીની નવી માર્ગદર્શિકા હેઠળ જો રોકાણકાર શારીરિક રીતે અક્ષમ હોય તો મ્યુચ્યઅલ ફંડ અથવા બ્રોકરે તેમના દ્વારા નિયુક્ત કરાયેલા નોમિનીમાંથી એકને ખાતું સંભાળવાનો વિકલ્પ આપવો પડશે. એટલું જ નહીં, જો રોકાણકાર ઈચ્છે તો તે આવા નોમિની માટે તેના ખાતા/ફોલિયોમાં સંપત્તિની ચોક્કસ ટકાવારી અને કુલ કિંમત પણ પસંદ કરી શકે છે.

આ સ્થિતિમાં એસેટ મેનેજમેન્ટ કંપનીઓ (AMC) માટે શારીરિક રીતે અક્ષમ વ્યક્તિની મંજૂરી વ્યક્તિગત રીતે લેવી જરૂરી બનશે. સૌથી મહત્વની વાત એ છે કે ઉપાડેલા ભંડોળ ફક્ત રોકાણકારના રજિસ્ટર્ડ બેન્ક ખાતામાં જ જમા કરી શકાય છે. આમાં, પહેલાથી આપેલી સંપર્ક વિગતો અથવા લિંક્ડ એકાઉન્ટ્સમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી.

બેંક તમને પરેશાન કરે તો RBIની મદદ લો, જાણો ફરિયાદ કરવાની પૂરી પ્રોસેસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Paliament Budget Session: રાજ્યસભામાં કોંગ્રેસ પર પીએમ મોદીના આકરા પ્રહારો
Paliament Budget Session: રાજ્યસભામાં કોંગ્રેસ પર પીએમ મોદીના આકરા પ્રહારો
IND vs ENG ODI Live: ફિફ્ટી ફટકારી બટલર આઉટ, અક્ષર પટેલને મળી સફળતા
IND vs ENG ODI Live: ફિફ્ટી ફટકારી બટલર આઉટ, અક્ષર પટેલને મળી સફળતા
Ind vs Eng: ઇગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં કોહલી પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય?
Ind vs Eng: ઇગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં કોહલી પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય?
Kumbh 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તારીખે જશે પ્રયાગરાજ, કુંભમેળામાં લગાવશે આસ્થાની ડૂબકી
Kumbh 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તારીખે જશે પ્રયાગરાજ, કુંભમેળામાં લગાવશે આસ્થાની ડૂબકી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accident:ડમ્પર અને AMNS કંપનીની બસ વચ્ચે સર્જાયો અકસ્માત, 25થી વધુ ઈજાગ્રસ્ત | Abp AsmitaSurat: કલાકો બાદ પણ ગટરમાં ખાબકેલા કેદારનો નથી કોઈ અત્તો પત્તો | Abp Asmita | 6-2-2025Ahmedabad: ચાલુ ફ્લાઈટમાં મુસાફરે પીધી સિગરેટ અને પછી...મચી ગઈ દોડધામ; મુસાફરની ધરપકડUSA Deport Indian: હાંકી કઢાયેલા ગુજરાતીઓમાં ઉત્તર ગુજરાતીઓ સૌથી વધારે | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Paliament Budget Session: રાજ્યસભામાં કોંગ્રેસ પર પીએમ મોદીના આકરા પ્રહારો
Paliament Budget Session: રાજ્યસભામાં કોંગ્રેસ પર પીએમ મોદીના આકરા પ્રહારો
IND vs ENG ODI Live: ફિફ્ટી ફટકારી બટલર આઉટ, અક્ષર પટેલને મળી સફળતા
IND vs ENG ODI Live: ફિફ્ટી ફટકારી બટલર આઉટ, અક્ષર પટેલને મળી સફળતા
Ind vs Eng: ઇગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં કોહલી પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય?
Ind vs Eng: ઇગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં કોહલી પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય?
Kumbh 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તારીખે જશે પ્રયાગરાજ, કુંભમેળામાં લગાવશે આસ્થાની ડૂબકી
Kumbh 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તારીખે જશે પ્રયાગરાજ, કુંભમેળામાં લગાવશે આસ્થાની ડૂબકી
Budget Session: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો મુદ્દે સંસદમાં વિપક્ષનો હોબાળો, હાથકડી પહેરી નોંધાવ્યો વિરોધ
Budget Session: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો મુદ્દે સંસદમાં વિપક્ષનો હોબાળો, હાથકડી પહેરી નોંધાવ્યો વિરોધ
Xiaomi નો નવો પ્રીમિયમ સ્માર્ટફોન આ મહિને થશે લોન્ચ, 200MPનો મળશે કેમેરા,જાણો અન્ય ફિચર્સ
Xiaomi નો નવો પ્રીમિયમ સ્માર્ટફોન આ મહિને થશે લોન્ચ, 200MPનો મળશે કેમેરા,જાણો અન્ય ફિચર્સ
Tech News: લાખો મોબાઇલ યૂઝર્સ પર તોળાઈ રહ્યો છે મોટો ખતરો, 28 એપ્સમાં મળ્યો આ ખતરનાક વાયરસ
Tech News: લાખો મોબાઇલ યૂઝર્સ પર તોળાઈ રહ્યો છે મોટો ખતરો, 28 એપ્સમાં મળ્યો આ ખતરનાક વાયરસ
આ નવા ફોન ખરીદનારાઓને મળશે YouTube Premium અને Fitbit Premiumનું મફત સબ્સ્ક્રિપ્શન! જાણો વિગતે
આ નવા ફોન ખરીદનારાઓને મળશે YouTube Premium અને Fitbit Premiumનું મફત સબ્સ્ક્રિપ્શન! જાણો વિગતે
Embed widget