શોધખોળ કરો

Stock Market Holiday: બકરી ઈદ પર શેરબજાર આવતીકાલે બંધ રહેશે કે 29 જૂનના રોજ ? જાણો

Stock Market Holiday on Bakrid: આ સપ્તાહમાં શેરબજારમાં પાંચ દિવસને બદલે ચાર દિવસ ટ્રેડિંગ થશે. ચાલુ કારોબારી સપ્તાહમાં બકરીદનો તહેવાર આવી રહ્યો છે, જે નિમિત્તે શેરબજારમાં રજા રહેશે.

Stock Market Holiday on Bakrid:  ભારતીય શેરબજાર માટે આ ટ્રેડિંગ અઠવાડિયું થોડું નાનું રહેવાનું છે કારણ કે આ સપ્તાહમાં શેરબજારમાં પાંચ દિવસને બદલે ચાર દિવસ ટ્રેડિંગ થશે. ચાલુ કારોબારી સપ્તાહમાં બકરીદનો તહેવાર આવી રહ્યો છે, જે નિમિત્તે શેરબજારમાં રજા રહેશે. 29 જૂને દેશભરમાં ઈદ-ઉલ-અઝહા અથવા બકરીદનો તહેવાર ઉજવવામાં આવશે.

શેરબજારમાં ટ્રેડિંગની રજા ક્યારે રહેશે

દેશના મુખ્ય સ્ટોક એક્સચેન્જ BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ઈદ-ઉલ-અઝહા અથવા બકરીદના અવસર પર 29 જૂને બંધ રહેશે. અગાઉ, સ્થાનિક શેરબજાર 28 જૂને બંધ રહેવાનું હતું. પરંતુ મહારાષ્ટ્ર સરકારે હવે બકરીદને 29 જૂને જાહેર રજા જાહેર કરી છે, ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નેશનલ સ્ટોક એક્સચેન્જે નોટિફિકેશનમાં આપી માહિતી

શેરબજારની રજામાં ફેરફારના કારણ NSEએ નોટિફિકેશનમાં જણાવ્યુંછે.  જે મુજબ બકરીદને કારણે સ્થાનિક શેરબજારોની રજા 28 જૂનના બદલે 29 જૂન, 2023ના રોજ બદલવામાં આવી રહી છે. 29   આખા દિવસ માટે NSE અને BSE પર કોઈ ટ્રેડિંગ કે બિઝનેસ ઑપરેશન રહેશે નહીં.

ideaForge IPO સબ્સ્ક્રિપ્શન તારીખ પણ બદલાઈ

શેરબજારની રજાના ફેરફારને કારણે IdeaForge Technology IPOની સબ્સ્ક્રિપ્શન તારીખો પણ બદલાઈ ગઈ છે. અગાઉ આ IPO 29 જૂન, 2023 સુધી ખુલ્લો હતો, પરંતુ હવે તમારી પાસે આ IPO સબસ્ક્રાઇબ કરવા માટે માત્ર આવતીકાલ એટલે કે 28 જૂન સુધીનો સમય છે. BSE એ IdeaForge Technology IPO માટે સબ્સ્ક્રિપ્શન તારીખોમાં ફેરફારની પણ સૂચના આપી છે.

બકરીદ પછી શેરબજારમાં ક્યારે રજા રહેશે

જૂન મહિનામાં શેરબજારની આ એકમાત્ર રજા છે, જેના માટે આ વર્ષે શેરબજારમાં કુલ 15 રજાઓ જાહેર કરવામાં આવી છે. હવે બકરીદ પછી, આગામી શેરબજારની રજા 15 ઓગસ્ટ, 2023 ના રોજ હશે, જ્યારે સમગ્ર દેશ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે.

આજે ભારતીય શેરબજારની કેવી રહી ચાલ ?

ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ મંગળ રહ્યો, જેના કારણે ત્રણ કારોબારી દિવસથી ચાલ્યા આવતા ઘટાડા પર બ્રેક લાગી હતી. રોકાણકારોની ખરીદીના પગલે આજે શેરબજારમાં આવેલી તેજીના કારણે માર્કેટ કેપમાં 1.44 લાખ કરોડથી વધુનો વધારો થયો છે. આજેના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ 292.11  લાખ કરોડ પર પહોંચી છે, જે સોમવારે 290.67 લાખ કરોડ હતી. આજે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ  446.03 પોઇન્ટના વધારા સાથે 63,416.03 પોઇન્ટ અને નિફ્ટી 126.2 પોઇન્ટના વધારા પર 126.2 પોઇન્ટ પર બંધ રહ્યા. આજે 1965 શેર વધ્યા, 1420 શેર ઘટ્યા અને 138 શેરમાં કોઈ બદલાવ થયો નહોતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલી બસ યૂપી રોડવેઝ બસ સાથે અથડાઈ, 50 ગુજરાતી યાત્રીઓ ઘાયલ
અયોધ્યા જતી ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 50 મુસાફરો ઘાયલ
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
ખેડૂતો માટે રાહતના સમાચાર: રાસાયણિક ખાતરની ઉપલબ્ધતા અંગે સરકારે જાહેર કર્યો હેલ્પ લાઇન નંબર
Maharashtra Election 2024: 'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
'તમારી ચાર પેઢીઓ આવી જાય તો પણ...', આર્ટિકલ 370 પર શરદ પવાર અને કોંગ્રેસને અમિત શાહનો પડકાર
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
BH નંબર પ્લેટ લગાવવાના શું ફાયદા અને નુકસાન છે? જાણો સંપૂર્ણ પ્રક્રિયા
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
હોટેલમાં રૂમ લેવાના નિયમો શું છે? જાણો કેવી રીતે અપરિણીત યુગલ રૂમ બુક કરાવી શકે છે
હોટેલમાં રૂમ લેવાના નિયમો શું છે? જાણો કેવી રીતે અપરિણીત યુગલ રૂમ બુક કરાવી શકે છે
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Embed widget