Stock Market Closing: શેરબજાર સપાટ સ્તરે થયું બંધ, ઓટોમોબાઇલ ચમક્યાં, PSU બેંકમાં ધોવાણ
Closing Bell: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો બીજો કારોબારી દિવસ સામાન્ય રહ્યો
Stock Market Closing, 9th May 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો બીજો કારોબારી દિવસ સામાન્ય રહ્યો. સવારે તેજી સાથે થયેલી શરૂઆત દિવસના અંત શેરબજારે ગુમાવી દીધી. દિવસના અંતે શેરબજાર સપાટ સ્તરે બંધ રહ્યું. રોકાણકારોની સંપત્તિ 276.22 લાખ કરોડ છે, જે ગઈકાલે 276.12 લાખ કરોડ હતી.
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે 2.92 પોઈન્ટના ઘટાડા સાથે 61761.33 પોઈન્ટ પર અને નિફ્ટી 1.55 પોઇન્ટના વધારા સાથે 18265.95 પોઇન્ટ પર બંધ થયા હતા. સોમવારે સેન્સેક્સમાં 709.96 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો અને 61,764.25 પોઇન્ટ પર બંધ થયો હતો.
દિવસભર બજારમાં કેવો રહ્યો વેપાર?
આજના ટ્રેડિંગમાં BSE સેન્સેક્સ 61,654.94ની નીચી સપાટી અને 62,027.51ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ સિવાય NSE નો નિફ્ટી 18,229.65 જેટલો નીચો ગયો હતો. નિફ્ટીએ 18,344.20 ના સ્તર સુધી ઉપરની બાજુએ વેપાર દર્શાવ્યો હતો.
નિફ્ટીનું કયું સેક્ટર અપ અને કયું ડાઉન
ખાનગી બેંકો, ઓઈલ એન્ડ ગેસ, હેલ્થકેર, ફાર્મા, આઈટી અને ઓટોમાં તેજી જોવા મળી. આ સિવાય બેંક, નાણાકીય ક્ષેત્ર, મીડિયા, મેટલ જેવા સેક્ટરમાં ઘટાડો નોંધાયો છે.
સેન્સેક્સના કયા શેરોમાં તેજી જોવા મળી
સેન્સેક્સના 30માંથી 19 શેરમાં ઉછાળો જોવા મળ્યો. જેમાં સૌથી વધુ ઈન્ડસઈંડ બેંક, એક્સિસ બેંક, ટીસીએસ, એમએંડએમ, ટાટા મોટર્સ, એશિયન પેંટ્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા જેવા શેર મજબૂતી સાથે બંધ થયા.
નિફ્ટીના આ શેર્સમાં આવ્યો ઉછાળો
નિફ્ટીના 50માંથી 25 શેર ઉછાળા સાથે અને 25 ઘટાડા સાથે બંધ થયા. ડિવીઝ લેબ્સ સૌથી વધુ ઉછળ્યો, આ શેરમાં 3.09 ટકાનો વધારો થયો. જે બાદ ઈન્ડસઈન્ડ બેંક 1.36 ટકા અને કોલ ઈન્ડિયા 1.33 ટકા વધારા સાથે બંધ થયા.
નિફ્ટીના આ શેર્સ તૂટ્યા
નિફ્ટીના ઘટનારા શેર્સમાં યૂપીએલ 3.03 ટકા તૂટ્યો અને આઈટીસીમાં 1.70 ટકા ઘટાડો થયો. ઉપરાંત એસબીઆઈ, બજાજા ફાયનાન્સ, જેએસડબલ્યુ સ્ટીલ, ગ્રાસિમના શેરો ઘટાડા સાથે બંધ થયા.
આજે કેવી થઈ હતી શરૂઆત
બજારમાં તેજીનું સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે. સેન્સેક્સ 136.62 પોઈન્ટ અથવા 0.22 ટકા વધીને 61,900.87 અને નિફ્ટી 33.10 પોઈન્ટ અથવા 0.18 ટકા વધીને 18297.50 પર હતો. લગભગ 1,688 શેર વધ્યા હતા, 475 ઘટ્યા હતા અને 105 યથાવત હતા. બેંક નિફ્ટી 196.15 પોઈન્ટ અથવા 0.45% વધીને 43,480.15 પર ખૂલ્યો હતો.
આ પણ વાંચોઃ
Truecaller Caller ID Service: હવે વોટ્સએપ પર આવતા સ્પામ કોલ્સ ટ્રુ કોલરથી કરી શકાશે ચેક, જાણો વિગતે