શોધખોળ કરો

Stock Market Closing: સ્ટોક માર્કેટમાં તોફાની તેજી, સેન્સેક્સે 71 હજારની સપાટી વટાવી

Stock Market Closing On 15 December 2023: 15 નવેમ્બરે બજારે તેજીની હેટ્રિક ફટકારી અને સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ સ્તરે બંધ થયા. આજના કારોબારમાં આઈટી, મેટલ, પીએસયુ બેન્કોમાં ખરીદારી રહી જ્યારે એનર્જી, પીએસઈ, બેન્કિંગ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થવામાં સફળ રહ્યા હતા.

Stock Market Closing On 15 December 2023: 15 નવેમ્બરે બજારે તેજીની હેટ્રિક ફટકારી અને સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ સ્તરે બંધ થયા. આજના કારોબારમાં આઈટી, મેટલ, પીએસયુ બેન્કોમાં ખરીદારી રહી જ્યારે એનર્જી, પીએસઈ, બેન્કિંગ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થવામાં સફળ રહ્યા હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 969.55 પોઈન્ટ્સ અથવા 1.37 ટકાના વધારા સાથે 71,483.75 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 273.95 અંક એટલે કે 1.29 ટકાના વધારા સાથે 21456.65 ના સ્તર પર બંધ થયો હતો.

ભારતીય શેરબજારમાં સતત બીજા કારોબારી સત્રમાં તોફાની ઉછાળો જોવા મળ્યો છે. આઈટી શેરોમાં જોરદાર ખરીદીને કારણે સેન્સેક્સમાં 1000 પોઈન્ટ અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. સૌથી મોટા આઈટી ઈન્ડેક્સમાં આ જોવા મળ્યું છે. આજે બજાર બંધ સમયે BSE સેન્સેક્સ 970 પોઈન્ટના ઉછાળા સાથે 71,484 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 274 પોઈન્ટના ઉછાળા સાથે 21,457 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

સેક્ટરની સ્થિતિ

આજે ફરી આઈટી શેરોમાં ખરીદીના કારણે બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1560 પોઈન્ટના ઉછાળા સાથે 35,782 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં બે દિવસમાં 2500 પોઈન્ટનો વધારો થયો છે. આઈટી સિવાય બેંકિંગ. મેટલ્સ, એનર્જી, ઈન્ફ્રા, ઓઈલ એન્ડ ગેસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના સ્ટોક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. જ્યારે ઓટો, એફએમસીજી, રિયલ એસ્ટેટ, મીડિયા, હેલ્થકેર સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ શેરો પણ તેજી સાથે બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 39 વધ્યા અને 11 નુકસાન સાથે બંધ થયા. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરો ઉછાળા સાથે અને 8 નુકસાન સાથે બંધ થયા હતા.

ઈન્ડેક્સનું નામ બંધ સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર ટકાવારીમાં
BSE Sensex 71,483.75 71,605.76 70,655.97 1.37%
BSE SmallCap 42,083.21 42,219.19 42,021.23 0.58%
India VIX 13.13 13.34 10.80 6.55%
NIFTY Midcap 100 45,586.55 45,814.45 45,514.10 0.11%
NIFTY Smallcap 100 14,885.80 14,913.40 14,814.70 0.71%
NIfty smallcap 50 6,950.25 6,964.85 6,883.80 1.01%
Nifty 100 21,595.50 21,624.75 21,411.35 1.08%
Nifty 200 11,627.80 11,641.50 11,544.50 0.93%
Nifty 50 21,456.65 21,492.30 21,235.30 1.29%

રોકાણકારોની સંપત્તિમાં વધારો
શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં જોરદાર વધારો થયો છે. BSEનું માર્કેટ કેપ ઐતિહાસિક ઉચ્ચ સ્તરે બંધ થયું છે. રૂ. 2.72 લાખ કરોડના ઉછાળા સાથે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 357.84 લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 355.12 લાખ કરોડ હતું. આજના વેપારમાં HCL ટેક 5.58 ટકા, TCS 5.28 ટકા, ઇન્ફોસિસ 5.20 ટકા, SBI 3.99 ટકા, ટાટા સ્ટીલ 3.33 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે નેસ્લે 1.75 ટકાના ઘટાડા સાથે, ભારતી એરટેલ 1.30 ટકા, મારુતિ સુઝુકી 0.65 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
ઉજ્જવલા ગેસ કનેક્શન છે તો 30મી મે સુધીમાં આ કામ કરી લેજો નહીં તો સબસિડી બંધ થઈ જશે
ઉજ્જવલા ગેસ કનેક્શન છે તો 30મી મે સુધીમાં આ કામ કરી લેજો નહીં તો સબસિડી બંધ થઈ જશે
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Mehsana Rain | બનાસકાંઠા, અરવલ્લી બાદ મહેસાણામાં ધોધમાર વરસાદBanaskantha Rain | દાંતામાં કરા સાથે પડ્યો વરસાદ, અંબાજીમાં પણ ધોધમાર વરસાદGujarat Heavy Rain | ગુજરાતમાં ભારે વરસાદથી સરકાર એક્શનમાં, 2 લોકોના મોતArvalli Rain | શામળાજીમાં ગાજવીજ સાથે વરસાદ, મંદિર તરફના રસ્તા પર ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Mumbai Ghatkopar Incident: મુંબઈમાં તોફાનને કારણે ભારે તબાહી, અત્યાર સુધીમાં 14 લોકોના મોત, સરકારે તપાસના આદેશ આપ્યા
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Sushil Kumar Modi: બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત
ઉજ્જવલા ગેસ કનેક્શન છે તો 30મી મે સુધીમાં આ કામ કરી લેજો નહીં તો સબસિડી બંધ થઈ જશે
ઉજ્જવલા ગેસ કનેક્શન છે તો 30મી મે સુધીમાં આ કામ કરી લેજો નહીં તો સબસિડી બંધ થઈ જશે
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
GT vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ, ગુજરાત પ્લેઓફની રેસમાંથી બહાર
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Sushil Kumar Modi Death: ક્યા પ્રકારના કેન્સરે લીધો સુશીલ કુમાર મોદીનો જીવ, જાણો કેવા હોય છે તેમના લક્ષણો?
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
Gujarat Rain LIVE: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ક્યાં-ક્યાં જિલ્લાઓમાં પડ્યો વરસાદ, જાણો
Lifestyle: જાતીય સ્વચ્છતાનું કોણ વધારે ધ્યાન રાખે છે, મહિલા કે પુરુષ? જાણીને આંખો રહી જશે ખુલી
Lifestyle: જાતીય સ્વચ્છતાનું કોણ વધારે ધ્યાન રાખે છે, મહિલા કે પુરુષ? જાણીને આંખો રહી જશે ખુલી
Embed widget