શોધખોળ કરો

Stock Market Closing: સેન્સેક્સ 143 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 19400 આસપાસ બંધ, MCG અને IT શેરોમાં ઘટાડો

Stock Market Closing On 09 november 2023: સાપ્તાહિક એક્સપાયરી પર માર્કેટમાં નિફ્ટી રેન્જમાં ટ્રેડ થતો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા. મિડકેપ ઇન્ડેક્સ મામૂલી ઉછાળા સાથે બંધ રહ્યો હતો.

Stock Market Closing On 09 november 2023: સાપ્તાહિક એક્સપાયરી પર માર્કેટમાં નિફ્ટી રેન્જમાં ટ્રેડ થતો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા. મિડકેપ ઇન્ડેક્સ મામૂલી ઉછાળા સાથે બંધ રહ્યો હતો. રિયલ્ટી, ઓટો, પીએસઈ શેરોમાં ખરીદી હતી જ્યારે એફએમસીજી, આઈટી, ફાર્મા શેરોમાં દબાણ જોવા મળ્યું હતું. અદાણી એન્ટરપ્રાઇઝિસ, એચયુએલ, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, અદાણી પોર્ટ્સ અને ટેક મહિન્દ્રા ટોચના નિફ્ટી લૂઝર રહ્યા. જ્યાકે M&M, એપોલો હોસ્પિટલ્સ, કોલ ઈન્ડિયા, હીરો મોટોકોર્પ અને પાવર ગ્રીડ કોર્પોરેશન નિફ્ટીના ટોચના ગેનર્સ હતા.

પ્રોફિટ બુકિંગના કારણે ભારતીય શેરબજાર ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ઘટાડા સાથે બંધ થયું હતું. આઈટી અને એફએમસીજી શેરોમાં વેચવાલીથી બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 144 પોઈન્ટના ઘટાડા સાથે 64,832 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ 48 પોઈન્ટના ઘટાડા સાથે 19,395 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

સેક્ટરની સ્થિતિ
આજના કારોબારમાં ઓટો, બેન્કિંગ, રિયલ એસ્ટેટ, હેલ્થકેર સેક્ટરના શેરોમાં જોરદાર તેજી જોવા મળી. જ્યારે આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ્સ, મીડિયા, એનર્જી, કોમોડિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. આજે મિડ કેપ શેરોમાં વધારો જોવા મળ્યો છે જ્યારે સ્મોલ કેપ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 13 શેર ઉછાળા સાથે અને 17 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શૅર્સમાંથી 21 તેજી  સાથે અને 29 શૅર નુકસાન સાથે બંધ થયા હતા.

આજે સેક્ટરલ ઈન્ડેક્સ મિશ્ર કારોબાર કરી રહ્યા છે. રિયલ્ટી અને ઓટો ઈન્ડેક્સ 1 ટકા વધ્યા હતા. જ્યારે ઓઈલ એન્ડ ગેસ, એફએમસીજી, આઈટી ઈન્ડેક્સ 0.5 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. જ્યાં બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ સપાટ બંધ થયા છે જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.25 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 143.41 પોઈન્ટ અથવા 0.22 ટકાના ઘટાડા સાથે 64,832.20 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 48.20 પોઈન્ટ અથવા 0.25 ટકાના ઘટાડા સાથે 19395.30 ના સ્તર પર બંધ થયો હતો.

ઈન્ડેક્સનું નામ બંધ સ્તર ઉચ્ચ સ્તર નિમ્ન સ્તર ફેરફાર ટકાવારીમાં
BSE Sensex 64,824.99 65,046.56 64,768.76 -0.23%
BSE SmallCap 38,234.48 38,487.14 38,232.69 -0.27%
India VIX 10.98 11.25 10.37 -0.50%
NIFTY Midcap 100 40,537.65 40,680.90 40,454.60 0.22%
NIFTY Smallcap 100 13,303.15 13,398.90 13,292.00 -0.24%
NIfty smallcap 50 6,196.45 6,220.60 6,187.15 0.16%
Nifty 100 19,413.80 19,494.45 19,398.60 -0.29%
Nifty 200 10,435.80 10,474.05 10,428.50 -0.21%
Nifty 50 19,395.30 19,463.90 19,378.35 -0.25%

રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો

શેરબજારમાં વેચવાલીને કારણે ઘટાડો થયો હતો, ત્યારબાદ BSE પર લિસ્ટેડ શેરોની માર્કેટ મૂડી રૂ. 319.74 લાખ કરોડ રહી હતી, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 320.45 લાખ કરોડ હતી. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 71,000 કરોડનો ઘટાડો થયો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget