શોધખોળ કરો

Upcoming IPO: આગામી સપ્તાહે IPO માર્કેટમાં કમાણી કરવાની મોટી તક, 1800 કરોડના 3 IPO ખુલવા જઈ રહ્યા છે

તમે આ IPOમાં 12 થી 15 ડિસેમ્બર 2022 સુધી નાણાંનું રોકાણ કરી શકો છો.

Upcoming IPO December 2022: જો તમે પ્રારંભિક પબ્લિક ઑફર એટલે કે આઈપીઓ (IPO)માં નાણાંનું રોકાણ કરો છો અથવા તેમ કરવાનું આયોજન કરી રહ્યાં છો, તો આવનારું અઠવાડિયું તમારા માટે ઉત્તમ રહેશે. તમને IPO માર્કેટમાં પૈસા કમાવવાની મોટી તક મળવાની છે. આવતા અઠવાડિયે આશરે રૂ. 1800 કરોડના 3 IPO ખુલવા જઈ રહ્યા છે. તમે આ IPOમાં 12 થી 15 ડિસેમ્બર 2022 સુધી નાણાંનું રોકાણ કરી શકો છો. આમાં લેન્ડમાર્ક કાર્સ લિમિટેડનો સમાવેશ થાય છે, જે ઓટોમોબાઈલ સેક્ટરમાં કામ કરે છે, સુલા વાઈનયાર્ડ્સ, એક વાઈન ઉત્પાદક અને એબન્સ હોલ્ડિંગ્સ એક નાણાકીય સેવા કંપની.

લેન્ડમાર્ક કાર IPO

લેન્ડમાર્ક કાર્સ કંપની, એક પ્રીમિયમ ઓટોમોટિવ રિટેલર જે મર્સિડીઝ કારનું વેચાણ કરે છે, તેનો IPO લઈને આવી રહી છે. આ કંપનીએ IPO માટે તેની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ IPO 13 થી 15 ડિસેમ્બર દરમિયાન જાહેર ઇશ્યુ માટે ખુલશે. આ IPOનું કદ 552 કરોડ રૂપિયા છે. IPO માટે પ્રાઇસ બેન્ડ 481-506 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. IPO હેઠળ રૂ. 150 કરોડના નવા શેર જારી કરવામાં આવશે. ઓફર ફોર સેલ હેઠળ રૂ. 402 કરોડના શેર વેચવામાં આવશે. લેન્ડમાર્ક કાર્સ આઈપીઓની લોટ સાઈઝ 29 શેર છે. છૂટક વ્યક્તિગત રોકાણકાર 13 લોટ સુધી અરજી કરી શકે છે. અપર પ્રાઇસ બેન્ડ અનુસાર, વધુમાં વધુ 377 શેર માટે રૂ. 190,762નું રોકાણ કરી શકાય છે.

સુલા વાઇનયાર્ડ IPO

દેશમાં વાઈન બનાવતી કંપની સુલા વાઈનયાર્ડ્સનો આઈપીઓ 12 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે. કંપનીએ IPO માટે 340-357 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. IPOનું કદ રૂ. 960 કરોડ છે. આ IPO સંપૂર્ણપણે ઓફર ફોર સેલ પર આધારિત છે. આ હેઠળ, પ્રમોટર, રોકાણકાર અને અન્ય શેરધારકો દ્વારા કુલ 26,900,532 ઇક્વિટી શેર વેચવામાં આવશે. સુલા વાઈનયાર્ડ્સ આઈપીઓની લોટ સાઈઝ 42 શેર છે. છૂટક રોકાણકાર 13 લોટ સુધી અરજી કરી શકે છે. આમાં તમે વધુમાં વધુ 546 શેર માટે 194,922 રૂપિયાનું રોકાણ કરી શકો છો.

એબન્સ હોલ્ડિંગ્સનો IPO

આ જ ત્રીજો IPO ફાઇનાન્શિયલ સર્વિસ પ્રોવાઇડર એબન્સ હોલ્ડિંગ્સ દ્વારા લાવવામાં આવી રહ્યો છે. તેનો IPO 12 ડિસેમ્બરે ખુલશે અને 15 ડિસેમ્બરે બંધ થશે. પ્રાઇસ બેન્ડ 256-270 રૂપિયા પ્રતિ શેર છે. IPOનું કદ રૂ. 345.60 કરોડ છે. આ IPO હેઠળ રૂ. 102 કરોડના ફ્રેશ ઇક્વિટી શેર જારી કરવામાં આવશે. અબાન્સ આઈપીઓની લોટ સાઈઝ 55 શેર છે. રોકાણકાર 13 લોટ સુધી અરજી કરી શકે છે. અપર પ્રાઇસ બેન્ડ અનુસાર, વધુમાં વધુ 715 શેર માટે રૂ. 193,050નું રોકાણ કરી શકાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
હવે અવાજથી થશે કેન્સરની ઓળખ, વૈજ્ઞાનિકોએ શોધી નવી ટેકનિક
હવે અવાજથી થશે કેન્સરની ઓળખ, વૈજ્ઞાનિકોએ શોધી નવી ટેકનિક
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
FASTag Annual Pass ઘરે બેઠા ઓનલાઈન કેવી રીતે ખરીદશો? ફક્ત આ પાંચ સ્ટેપ રાખો યાદ
FASTag Annual Pass ઘરે બેઠા ઓનલાઈન કેવી રીતે ખરીદશો? ફક્ત આ પાંચ સ્ટેપ રાખો યાદ
Advertisement

વિડિઓઝ

Par Tapi Narmada Link Project : સરકાર પ્રોજેક્ટ ન કરવા માગતી હોય તો પરિપત્ર જાહેર કરે: તુષાર ચૌધરી
Bharuch Mobile Snatching : ભરુચમાં પેટ્રોલપંપ પર મહિલાના મોબાઇલ-રૂપિયાની ચિલઝડપ, આરોપી ઝડપાયો
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ પર પૂર્ણ વિરામ !
Hun To Bolish : હું તો બોલીશ : સરપંચો-તલાટીઓનું 'નળથી છળ'?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
આજથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર, એક સાથે ચાર વરસાદી સિસ્ટમ થઈ સક્રીય
હવે અવાજથી થશે કેન્સરની ઓળખ, વૈજ્ઞાનિકોએ શોધી નવી ટેકનિક
હવે અવાજથી થશે કેન્સરની ઓળખ, વૈજ્ઞાનિકોએ શોધી નવી ટેકનિક
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
'રશિયા યુદ્ધ નહીં અટકાવે તો...', પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
FASTag Annual Pass ઘરે બેઠા ઓનલાઈન કેવી રીતે ખરીદશો? ફક્ત આ પાંચ સ્ટેપ રાખો યાદ
FASTag Annual Pass ઘરે બેઠા ઓનલાઈન કેવી રીતે ખરીદશો? ફક્ત આ પાંચ સ્ટેપ રાખો યાદ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
Indiana: અમેરિકામાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભારતીય દૂતાવાસની એક્શનની માંગ
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરા સંબંધિત મામલો ત્રણ જજોની બેન્ચને સોંપ્યો, આજે થશે સુનાવણી
Arjun Tendulkar-Saaniya Chandok: અર્જુન તેંડુલકરે જેની સાથે સગાઈ કરી છે તે સાનિયા ચંડોક કોણ છે? જાણો કેટલી છે તેની નેટવર્થ?
Arjun Tendulkar-Saaniya Chandok: અર્જુન તેંડુલકરે જેની સાથે સગાઈ કરી છે તે સાનિયા ચંડોક કોણ છે? જાણો કેટલી છે તેની નેટવર્થ?
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
કોવિડમાં અટકાવવામાં આવેલું 18 મહિનાનું DA મળશે કે નહીં? સરકારે આપ્યો જવાબ
Embed widget