(Source: ECI/ABP News/ABP Majha)
PAN Card: પેન કાર્ડમાં આધાર કાર્ડની મદદથી આ રીતે બદલી શકો છો એડ્રેસ, જાણો આ સિમ્પલ સ્ટેપ્સ
સરકારે કેટલાક મામલામાં લોકો માટે આ સુવિધા આપી છે, જો તેની પાસે વૈધ આધાર છે, તો તે પોતાના પેન કાર્ડ પર પોતાના આવાસીય એડ્રેસ બદલી શકે છે કે અપડેટ કરવા માંગે છે,
PAN Address Change By Aadhaar: પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) એક 10 અંકોનો આલ્ફાન્યૂમેરિક નંબર છે, જેને આવક વેરા વિભાગ તરફથી જાહેર કરવામાં આવે છે. કોઇપણ નાગરિક આના માટે એપ્લાય કરી શકે છે. પેન કાર્ડ આવકવેરા વિભાગથી વ્યક્તિની તમામ લેવડદેવડની સાથે જોડવા માટે સક્ષમ બનાવે છે. પેન કાર્ડની મદદથી ટેક્સ પેમેન્ટ, ટીડીએસ અને ટીડીએસ ક્રેડિટ, ઇન્કમનુ રિટર્ન અને અન્ય ટ્રાન્ઝેક્શનની જાણકારી લેવામાં આવી શકે છે.
પેન કાર્ડ તે વ્યક્તિઓ માટે ખુબ જરૂરી છે, જે ટેક્સની ચૂકવણી કરે છે, જોકે, હવે મોટી લેવડદેવડ, કોઇ યોજનાનો લાભ, પેન્શન અને બેન્ક ખાતા ખોલાવવા વગેરે માટે પણ પેન કાર્ડ એક મુખ્ય ડૉક્યૂમેન્ટ છે. વળી, આધાર કાર્ડની વાત કરીએ તો આ 12 અંકોની એક એવી ઓળખ સંખ્યા છે, જે ભારતમાં ક્યાંય પણ ઓળક માટે યૂઝ કરવામાં આવી શકે છે.
આધારની મદદથી બદલાઇ શકે છે પેન કાર્ડનું એડ્રેસ -
સરકારે કેટલાક મામલામાં લોકો માટે આ સુવિધા આપી છે, જો તેની પાસે વૈધ આધાર છે, તો તે પોતાના પેન કાર્ડ પર પોતાના આવાસીય એડ્રેસ બદલી શકે છે કે અપડેટ કરવા માંગે છે, તો તેને યૂટીઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલૉજી એન્ડ સર્વિસીઝ લિમીટેડના પૉર્ટલ પર જવુ પડશે.
પૉર્ટલ પર આ પ્રૉસેસને કરો ફોલો -
આ પછી વ્યક્તિને પેન કાર્ડ નંબર, આધાર નંબર, ઇમેઇલ આઇડી વગેરે મોબાઇલ નંબર જેવી આવશ્યક ડિટેલને નોંધાવવી પડશે. હવે આધારની મદદથી એડ્રેસ અપડેટ કરવા માટે વ્યક્તિને 'આધાર ઇ-કેવાઇસી એડ્રેસ અપડેટ'ના ઓપ્શન પર ક્લિક કરવાનુ છે. આ પછી કેપ્ચા ભરવો પડશે, અને ટર્મ્સ એન્ડ કન્ડીશનમાં એગ્રી બતાવવુ પડશે. હવે તમે સબમિટ બટન પર ક્લિક કરી દો.
હવે મોબાઇલ નંબર કે ઇમેલ આઇડી પર ઓટીપી આવશે, હવે OTP એન્ટર કરીને સબમિટ કરી દો. તમામ સ્ટેપ્સ ફોલો થઇ ગયા પછી તમારા આધાર એડ્રેસની ડિટેલની સાથે અપડેટ થઇ જશે. ઇમેલ અને એસએમએસના માધ્યમથી પણ આના અપડેટ થવાની જાણકારી આપવામાં આવશે.
PAN Card: જો તમારું PAN કાર્ડ ખોવાઈ ગયું હોય, તો માત્ર 10 મિનિટમાં ePAN ડાઉનલોડ કરો! ફોલો કરો આ સરળ સ્ટેપ
જો તમારું PAN કાર્ડ ખોવાઈ જાય તો તરત જ આ કરો-
જો તમારું PAN કાર્ડ ખોવાઈ જાય તો સૌથી પહેલા તમે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરી શકો છો. PAN એ એક મહત્વપૂર્ણ નાણાકીય દસ્તાવેજ છે. આવી સ્થિતિમાં, કોઈ તેનો દુરુપયોગ ન કરી શકે, તેથી તમારે પોલીસને તેના ગુમ થવા અંગે અગાઉથી જાણ કરવી જોઈએ. આ પછી તમે ફરીથી ડુપ્લિકેટ પાન કાર્ડ માટે અરજી કરી શકો છો.આ માટે તમારે કેટલાક સરળ સ્ટેપ ફોલો કરવા પડશે. આવો જાણીએ આ વિશે.
આ રીતે પાન કાર્ડ માટે અરજી કરો
આ માટે સૌથી પહેલા NSDLની ઓફિશિયલ વેબસાઈટ https://www.protean-tinpan.com/ પર જાઓ.
આગળ તમારે હાલના પાન ડેટામાં ફેરફારો/સુધારો પસંદ કરવાનું રહેશે.
આ પછી તમારી સામે એક પેજ ખુલશે જેમાં અરજદારે પોતાનું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર નાખવાનો રહેશે.
આગળ, એક ટોકન નંબર જનરેટ થશે જે અરજદારના ઈમેલ પર મોકલવામાં આવશે.
આ પછી તમે વ્યક્તિગત વિગતો જોશો, જેના પર ક્લિક કરીને તમે ભૌતિક અથવા E-KYC અથવા E-Sign દ્વારા બધી વિગતો સબમિટ કરી શકો છો.
આગળ, તમારે તમારી વિગતો ચકાસવા માટે NSDL ઓફિસને મતદાર ID કાર્ડ, પાસપોર્ટ, 10મું પ્રમાણપત્ર વગેરેની નકલ મોકલવી પડશે.
બીજી તરફ, ઈ-કેવાયસી માટે તમારે વેબસાઈટ પર આધાર નંબર પર મળેલો OTP દાખલ કરવો પડશે.
આ પછી, તમને ઇ-પાન અથવા ભૌતિક PANમાંથી જરૂરી વિકલ્પ પસંદ કરો.
આ પછી તમારું સરનામું ભરો અને તે પછી ચુકવણી કરો.
ભારતમાં રહેતા લોકોએ 50 રૂપિયા અને વિદેશમાં રહેતા લોકોએ 959 રૂપિયા ચૂકવવા પડશે.
આ પછી તમને 15 થી 20 દિવસમાં ફિઝિકલ પાન કાર્ડ મળી જશે.
તે જ સમયે, ઇ-પાન કાર્ડ ફક્ત 10 મિનિટમાં ઉપલબ્ધ થશે અને તમે તેની ડિજિટલ કોપી સાચવી શકો છો.