શોધખોળ કરો

Goodbye 2022: ન તો અદાણી કે LIC, આ 5 IPO આ વર્ષે હતા સ્ટાર પરફોર્મર, 4 કંપનીઓએ તો કરી બમ્પર કમાણી

આ વર્ષે સૌથી મોટી લિસ્ટિંગ LICનું હતું જેનું ઇશ્યૂ રૂ. 21,008 કરોડ હતું, ત્યારબાદ દિલ્હીવેરી લિમિટેડ રૂ. 5,235 કરોડ સાથે અને રૂચી સોયા ઇન્ડસ્ટ્રીઝ રૂ. 4,300 કરોડના ઇશ્યૂ કદ સાથે બીજા ક્રમે છે.

Top IPOs in 2022: વર્ષ 2022 ગુડબાય કહેવાના થોડા દિવસો દૂર છે! મેક્રો ઇકોનોમિક અનિશ્ચિતતાને લીધે, ભારતીય શેર બજાર આ વર્ષે ખૂબ અસ્થિર રહ્યું છે. જેના કારણે ઘણી મોટી કંપનીઓના આઈપીઓએ રોકાણકારોને રોલવડાવ્યા છે, જ્યારે કેટલાક આઈપીઓએ રોકાણકારોને સમૃદ્ધ બનાવવામાં કોઈ કસર છોડી ન હતી. એકંદરે, IPO બજારનું પ્રદર્શન કડવું હતું. નિષ્ણાતોનું માનીએ તો આ વર્ષે ઈક્વિટી કેપિટલ માર્કેટને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સમાં ઉપલબ્ધ ડેટા અનુસાર, 1 જાન્યુઆરીથી 2 ડિસેમ્બર સુધી, BSE/NSE પર 34 IPO આવ્યા હતા. જેનું કુલ કદ રૂ. 60,449.59 કરોડ હતું. તેમાંથી 32 આઈપીઓએ સેકન્ડરી માર્કેટમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આ સમયગાળા દરમિયાન, ત્રણ-ચતુર્થાંશથી વધુ IPO પ્રીમિયમ પર લિસ્ટ થયા હતા, જ્યારે આમાંથી 18 ટકા ઇશ્યૂ 50 ટકાના પ્રીમિયમ પર પ્રાઇસ બેન્ડના ઊંચા સ્તરે લિસ્ટ થયા હતા.

FYERSના ડેટા અનુસાર, આ વર્ષે સૌથી મોટી લિસ્ટિંગ LICનું હતું જેનું ઇશ્યૂ રૂ. 21,008 કરોડ હતું, ત્યારબાદ દિલ્હીવેરી લિમિટેડ રૂ. 5,235 કરોડ સાથે અને રૂચી સોયા ઇન્ડસ્ટ્રીઝ રૂ. 4,300 કરોડના ઇશ્યૂ કદ સાથે બીજા ક્રમે છે. જો કે, હર્ષ એન્જિનિયર્સ ઈન્ટરનેશનલ, ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયા, ડીસીએક્સ સિસ્ટમ્સ, ડ્રીમફોક્સ સર્વિસિસ અને કેમ્પસ એક્ટિવવેર સૌથી વધુ સંખ્યામાં સબસ્ક્રિપ્શન ધરાવતા સ્ટાર પરફોર્મર્સ છે. ચાલો તમને જણાવીએ કે આ IPOએ કેવું પ્રદર્શન કર્યું છે. અને વર્ષ 2022માં સૌથી વધુ સબસ્ક્રાઇબર તરીકે ઉભરી આવ્યાં છે.

હર્ષા એન્જિનિયર્સ ઇન્ટરનેશનલ: આ કંપનીના IPOને 2022માં મહત્તમ સબસ્ક્રિપ્શન મળ્યું હતું. તે 22 સપ્ટેમ્બરે બંધ થયો હતો અને 74.7 વખત ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો. QIB એ IPO માટે સૌથી મોટા બિડર્સ હતા કારણ કે આ કેટેગરીમાં 178.3 વખત સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યા હતા, જ્યારે NII કેટેગરીમાં 71.3 વખત અને RII કેટેગરીમાં 17.63 વખત સબસ્ક્રાઇબ થયા હતા. IPOની ઇશ્યૂ કિંમત શેર દીઠ રૂ. 330 હતી. IPOનું કદ રૂ. 755 કરોડ હતું.

ઈલેક્ટ્રોનિક્સ માર્ટ ઈન્ડિયા: 71.9 ગણા ઓવરસબ્સ્ક્રિપ્શન સાથે આ બીજો શ્રેષ્ઠ IPO હતો. ફરી એકવાર, QIBs આ IPO માટે સૌથી મોટા બિડર તરીકે ઉભરી આવ્યા હતા અને 169.5 વખત સબ્સ્ક્રાઇબ થયા હતા, NII અને RIIના હિસ્સાએ 63.6 વખત અને 19.73 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો. IPOનું કદ રૂ. 500 કરોડ હતું અને 7 ઓક્ટોબરે બંધ થયું હતું, જ્યારે ઇશ્યૂ કિંમત રૂ. 59 હતી.

DCX સિસ્ટમ્સ: DCX IPOનું કદ રૂ. 500 કરોડ હતું અને 2 નવેમ્બરના રોજ બંધ થયો હતો, જ્યારે ઇશ્યૂ કિંમત રૂ. 207 પ્રતિ શેર હતી. IPO 69.8 વખત ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો, જ્યારે સૌથી મજબૂત બિડિંગ QIBs અને RIIs તરફથી આવી હતી કારણ કે તેમના હિસ્સા અનુક્રમે 84.32 વખત અને 61.77 વખત સબસ્ક્રાઇબ થયા હતા. NII ભાગ 44 વખત સબસ્ક્રાઇબ થયો હતો.

ડ્રીમફોક્સ સર્વિસીસ: ચોથા સ્થાને, ડ્રીમફોક્સ આઇપીઓ QIB ભાગમાં 70.53 ગણો, RIIsમાં 43.66 ગણો અને NIIમાં 37.7 ગણો સાથે 56.7 વખત ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો. IPOનું કદ અંદાજે રૂ. 562.10 કરોડ હતું અને 26 ઓગસ્ટે રૂ. 326 પ્રતિ શેરના ઇશ્યૂ ભાવે બંધ થયો હતો.

કેમ્પસ એક્ટિવવેર: IPOનું કદ આશરે રૂ. 1,400.14 કરોડ હતું અને 28 એપ્રિલે બંધ થયું હતું, જ્યારે તેની ઇશ્યૂ કિંમત રૂ. 292 પ્રતિ શેર હતી. IPO 51.8 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો, QIB ભાગ 152 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો, જ્યારે NII અને RII ભાગ અનુક્રમે 22.3 વખત અને 7.68 વખત સબ્સ્ક્રાઇબ થયો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

SRH vs LSG live score: મોહમ્મદ શમીએ SRHને પ્રથમ સફળતા અપાવી, માર્કરામ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો
SRH vs LSG live score: મોહમ્મદ શમીએ SRHને પ્રથમ સફળતા અપાવી, માર્કરામ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chaitar Vasava: વિધાનસભામાં કલાકારોને આમંત્રિત કરવા મુદ્દે હવે નવો વિવાદ, ચૈતર વસાવાનો આરોપValsad Mass Suicide Case: વલસાડના ઉંમરગામમાં એક પરિવારે કરી સામૂહિક આત્મહત્યાSwaminarayan Sant Controversy : સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો બફાટ: દ્વારકાધીશ પર ટિપ્પણીથી ભક્તો લાલધૂમSurat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SRH vs LSG live score: મોહમ્મદ શમીએ SRHને પ્રથમ સફળતા અપાવી, માર્કરામ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો
SRH vs LSG live score: મોહમ્મદ શમીએ SRHને પ્રથમ સફળતા અપાવી, માર્કરામ સસ્તામાં પેવેલિયન પરત ફર્યો
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
શ્રેયસની વાપસી,વિરાટ-રોહિત પર લટકતી તલવાર? BCCI ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કોણ થશે ઈન અને કોણ આઉટ
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
Bollywood: શું જેલમાં જશે બોલિવૂડનો આ ધાકડ એક્ટર? કરોડોની છેતરપીંડીનો છે મામલો
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Embed widget