Indian Stock Market: શેરબજારમાં તોફાની તેજીનાં યોગ; સેન્સેકસ 72000, નિફ્ટી 22000 અને બેંક નિફ્ટી 52000 થઈ શકે
વિક્રમ સંવત 2080 દિવાળી મુહૂર્ત સોદાની કુંડળી અને અંકશાસ્ત્ર એ આપ્યા શેર બજાર માં મોટી તેજીના સંકેત રોકાણકાર અને ટ્રેડર્સ માટે મોટા લાભનાં યોગ .
Indian Stock Market: આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી અને અંકશાસ્ત્રી ચેતન પટેલે જણાવ્યું કે ભારતીય શેરબજારમાં દિવાળીની સાંજે 6:15 કલાકે મુહર્ત ટ્રેડિંગના સોદા થયા તે સમયે બળવાન વૃષભ લગ્ન ઉદીત થયું જ્યોતિષ શાસ્ત્ર માં વૃષભ લગ્નને સ્થિર અને વૃદ્ધિ લગ્ન કહ્યું છે તેમાં શનિએ રચી દીધો છે મોટો રાજ્યોગ ટ્રેડર્સ અને રોકાણ કરો માટે ખૂબ સારું વળતર વિક્રમ સવંત 2080 માં મળવાના સંજોગો મોટી તેજી થાય તેવા ગ્રહ યોગ , અંકશાસ્ત્ર મુજબ પણ મોટી તેજી...
જેમાં શેરબજારનો સૂચક આંક 72000, નિફ્ટી ફયૂચર 22000 અને બેંક નિફ્ટી ફયૂચર 52000 થાય તો નવાઈ નહીં
આવું એટલા માટે કહી શકાય કે યોગાનુયોગ આઝાદ ભારતની કુંડળીમાં પણ વૃષભ લગ્ન છે અને શેર બજારના મુહૂર્ત સોદાની કુંડળીમાં પણ વૃષભ લગ્ન આવ્યું શાસ્ત્રના સિદ્ધાંત અનુસાર વૃષભ લગ્નમાં શનિને યોગી ગ્રહ કયો છે શનિ જેટલો બળવાન એટલુ ભવિષ્ય બળવાન આ સિદ્ધાંતનો અર્થ એવો થાય જે ન્યાયે આ કુંડળીમાં શનિ અત્યંત શુભ ફળ આપે મુહૂર્ત સમયની કુંડળીમાં શનિ પોતાની મૂળ ત્રિકોણની કુંભ રાશિમાં શશક રાજ યોગ રચી બળવાન બની દસમા કર્મભાવમાં બિરાજીત છે . છેલ્લા એક મહિનાથી શેર બજારમાં ઘટાડા તરફી વલણ હતું અને ઘણા લોકો બજારમાં મંદી ધેરી બનશે તેવી વાતો પણ કરી રહ્યા હતા .
તેથી ઇન્વેસ્ટર અને ટ્રેડર્સોમાં થોડો ઘણો ગભરાટ નો માહોલ હતો પરંતુ મુહર્ત સોદાની કુંડળીમાં બળવાન બની રહેલા આ યોગો શેરબજાર ના આગામી વર્ષ માટે શ્રેષ્ઠ ગણાય શનિ માટે એ પણ સિદ્ધાંત છે કે તે જે ભાવમાં બેસે છે તેની વૃદ્ધિ કરે છે તેથી વિક્રમ સંવત 2080 ના વર્ષની શરૂઆતમાં મુહર્ત સોદાની કુંડળીમાં આટલો બળવાન શનિ સૂચવે છે કે શેર બજાર અહીંથી જ મજબૂત લાંબા ગાળાની મોટી તેજી કરી શકે છે કેમકે શનિ નકર ફળ આપે છે એટલે એક પ્રકારે ભારતનું અર્થતંત્ર અને વેપાર ધંધા પર પણ શુભ અસર કરશે તે થી જ આ પરિણામ આવશે બીજું આ કુંડળીમાં શુક્ર પાંચમાં શેર બજારના સ્થાન પર જ સ્થિત છે પાંચમા ભાવનો અધિપતિ બુધ શની સાથે સ્થિર રાશિમાં કેન્દ્ર યોગ માં છે જે પણ બજારની સ્થિરતા અને સદ્ધરતા સૂચવે છે એકંદરે વિક્રમ સંવત 2080 લોકસભાની ચૂંટણીનો વર્ષ છે તેમ છતાં પણ સ્થિર રહી અને મક્કમ તેજી દર્શાવે તેવા યોગ બને છે
અંકશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ખૂબ સારી તેજી થાય તેવા યોગ બની રહ્યા છે
કેમકે અત્યારે મુહર્ત સોદા માં ભારતીય બજાર નો સૂચક આંક સેન્સેક્સ 65259 બંધ આવ્યો છે અંકશાસ્ત્ર અનુસાર તેના મેજીકલ અંક 65250ની ઉપર બંધ આવ્યો છે જે અહીંથી 67,950 ,70,000 72000 સુધી ની તેજી બતાવી રહ્યો છે અને નીચામાં બજાર તેના મેજીકલ અંક 65,250 ની નીચે જાય તો 64000 ,63000 ,62000 સુધી જઈ શકે છે
હવે વાત કરીએ નિફ્ટી ફ્યુચરની તો તે મુહર્ત સોદા બાદ 19536 બંધ આવી છે જે પણ તેના મેજિકલ અંક 19530 થી ઉપર છે જે પણ મોટી તેજીના સંકેત આપે છે તે પ્રમાણે તેનો પહેલો ટાર્ગેટ 20206 આવે છે અને 20206 ની ઉપર ટ્રેડ કરતાં 20900,અને 22000
સુધીની તેજી થઈ શકે છે આ જ પ્રકારે કોઈ કુદરતી સંજોગોને કારણે જો નિફ્ટી ફ્યુચર તેના મેજિકલ અંક 19530 ની નીચે ટ્રેડ કરશે તો નીચામાં 19100, 18750, 18300 સુધીના ટાર્ગેટ આવી શકે છે એકંદરે તેજીમાં મોટી ચાલ અને મંદીમાં નાની ઘટાડો બતાવે છે તે મુજબ વર્ષ પર્યંત મંદી કરતા તેજી થવાની શક્યતા મોટી છે.
આ જ પ્રમાણે બેન્ક નિફ્ટી જે વર્તમાન સમય મુહર્ત સોદા માં 44042 બંધ આવી છે જે પણ તેની મેજીકલ ફિગર 44000 ની ઉપર છે જે પણ મોટી તેજી બતાવે છે તે મુજબ અપ સાઇડ માં 46400, 48000 અને 52000 સુધી ની તેજી થઈ શકે અને કોઈ આકસ્મિક સંજોગ માં ડાઉન સાઇડ માં 42100,41000 અને 39800 સુધી જઈ શકે છે આમ તેમાં પણ મંદી ઓછી અને તેજી વધારે થાય તેવા સંજોગો છે એકંદરે ભારતીય શેરબજારમાં વિક્રમ સંવત 2080 માં મોટી તેજી થવાના સંકેતો મુહૂર્તની કુંડળી અને અંકશાસ્ત્ર અંક શાસ્ત્ર આપી રહ્યા છે
જ્યોતિષી ચેતન પટેલ