Cyclone Remal: રેમલ વાવાઝોડું ભારે તબાહી મચાવશે, 120 કિમીની ઝડપે ફૂંકાશે પવનઃ અંબાલાલ પટેલ
અંબાલાલના કહેવા મુજબ, 27 થી 30 મે વચ્ચે આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. દક્ષિણ સૌરાષ્ટ્ર,જામનગર સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે.
Ambalal Patel on Cyclone Ramel: ચક્રવાતી (Cyclone) તોફાન રેમલ વધુ તીવ્ર બન્યું છે. તે રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે અથડાશે. આ સમયગાળા દરમિયાન 100 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ, બિહાર સહિત પૂર્વ ભારત માં રેમલ વાવાઝોડું ભારે તબાહી મચાવશે. 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડશે. 27 થી 30 મે વચ્ચે આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. દક્ષિણ સૌરાષ્ટ્ર,જામનગર સહિત સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે. 8 થી 14 જૂન વચ્ચે અરબ સાગરમાં હલચલ સાથે ચક્રવાત સર્જાવાની શક્યતા છે.
બંગાળની ખાડી પર સર્જાયેલું ડીપ પ્રેશર હવે ચક્રવાતી (Cyclone) તોફાનમાં ફેરવાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ડીપ પ્રેશર શનિવાર સાંજ સુધીમાં ચક્રવાતી (Cyclone) વાવાઝોડા (Cyclone)માં ફેરવાઈ શકે છે અને 26 મેની રાત્રે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. ચક્રવાતી (Cyclone) તોફાન 110-120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટકી શકે છે. તે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે. વાવાઝોડા (Cyclone)ના આગમન સમયે દરિયામાં 1.5 મીટર ઉંચા મોજા ઉછળવાની સંભાવના છે, જેના કારણે દરિયાકાંઠાના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નીચાણવાળા વિસ્તારો ડૂબી શકે છે.
IMD એ 26 અને 27 મે માટે કોલકાતા, હાવડા, નાદિયા અને પૂર્વ મેદિનીપુર જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરી છે, જેમાં પવનની ઝડપ 80 થી 90 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી છે અને ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે. હાલમાં ઘણી જગ્યાએ ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. બાંગ્લાદેશે પર્યાપ્ત સૂકા ખાદ્ય પુરવઠા અને પાણી સાથે લગભગ 4,000 આશ્રયસ્થાનો તૈયાર કર્યા છે. રવિવારે સાંજે સાતખીરા અને કોક્સબજારના દરિયાકાંઠાના જિલ્લાઓમાં સંભવિત ભારે વરસાદ સાથે ગંભીર ચક્રવાતી (Cyclone) તોફાન 'રેમાલ'ની આગાહી કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
માછીમારોને સોમવારે સવાર સુધી બંગાળની ખાડીમાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. NDRFની ટીમોને સાવચેતીના પગલા તરીકે એવા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે જ્યાં વાવાઝોડા (Cyclone)ની અસર વધુ દેખાઈ શકે છે. હાલમાં આર્મી અને નેવીને એલર્ટ પર રાખવામાં આવી છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓ (દક્ષિણ અને ઉત્તર 24 પરગણા) માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અહીં હવામાન વિભાગે કેટલીક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે.