શોધખોળ કરો

'દાદાની સવારી...' આજથી પ્રવાસીઓને મળી નવી 20 હાઇટેક વૉલ્વો એસટી બસ, હર્ષ સંઘવીએ કર્યુ લોકાર્પણ

Gujarat ST Volvo Bus: આજથી રાજ્યમાં એસટીમાં મુસાફરી કરતા પ્રવાસીઓને વધુ એક મોટી ગિફ્ટ મળી છે

Gujarat ST Volvo Bus: આજથી રાજ્યમાં એસટીમાં મુસાફરી કરતા પ્રવાસીઓને વધુ એક મોટી ગિફ્ટ મળી છે. રાજ્યના વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં 20 નવી વૉલ્વો બસનું લોકાર્પણ કર્યુ છે. આ વૉલ્વો બસોમાં પ્લેન અને સબમરીનમાં વપરાતી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસવાત છે કે, ઉંમરલાયક પ્રવાસીઓ બસમાં બેસાડવા માટે હાઇડ્રૉલિક સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. 

આજે રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ સ્ટેશન ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં 20 હાઇટેક વૉલ્વો એસટી બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું છે. મંત્રીએ નાગરિકોની સુરક્ષાને લગતી સુવિધાઓનું જાત નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં નવા યુગની નવી બસોની શરૂઆત થઇ ગઈ છે. આ અધતન ટેક્નોલોજી યુક્ત 20 નવીન હાઈટેક બસો આજથી ગુજરાતના નાગરીકો માટે કાર્યરત રહેશે. જેમાં અમદાવાદ નેહરૂનગરથી સુરત માટે 8 બસો, અમદાવાદ નેહરુનગરથી વડોદરા ખાતે 8 બસો તેમજ અમદાવાદથી રાજકોટ માટે 4 બસોનું સંચાલન આજથી નાગરિકો માટે કરવામાં આવશે. 

વધુમાં હર્ષ સંઘવીએ નવીન બસમાં સુરક્ષા અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બસ દેશની પ્રથમ સૌથી સુરક્ષિત બસ છે, આ બસમાં એરફોર્સના એરક્રાફ્ટ અને નેવીની સબમરીનમાં જે પ્રકારની ફાયર સેફટીની સુવિધા હોય છે તે પ્રકારની ફાયરસેફટીની સુવિધા ઉપલબ્ધ છે. જેમાં ફાયર ડીટેકશન અને અલાર્મ, ફાયર ડીટેકશન અને સપ્રેશન, અને ફાયર ડીટેકશન અને પ્રૉટેક્શનનો સમાવેશ થાય છે. બસમાં કોઈ પણ કારણસર આગની દૂર્ઘટના અથવા ધુમાડો ઉત્પન્ન થાય ત્યારે નાઈટ્રોજન ગેસ અને 250 લીટરની પાણીની બે ટેન્કો દ્વારા બસની અંદર સ્પ્રિંકલર ટેક્નોલોજીની મદદથી પાણીનો છંટકાવ થશે અને નાગરીકો સુરક્ષિત બહાર આવી શકશે. સાથોસાથ આ બસોમાં મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખીને એક ઈમરજન્સી બટન આપવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન મહિલાઓ સાથે કોઈ બનાવ બને ત્યારે મહિલાઓ દ્વારા આ બટન દબાવવાથી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ થશે અને ગુનેગારને પકડવામાં સરળતા રહેશે.

વધુમાં મંત્રીએ ઉમેર્યું કે આ નવીન બસોમાં નાગરિકો માટે વિશેષ સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવી છે, જેમાં 47 સીટીંગ કેપેસીટી, 2x2 લેધર અને આરામદાયક પુશબેક સીટ, સી.સી.ટી.વી કેમેરા, મોબાઈલ ચાર્જીંગ ફેસીલીટી, ફાયરસેફટી માટે અધ્યતન સ્પ્રિંકલર સિસ્ટમ, સ્મૉક ડિટેક્ટર એલાર્મ, એલ.ઇ.ડી. ટી.વી, એકઝૉસ્ટ ફેન સાથેના હેચ, ઇમર્જન્સી એક્ઝિટ ડૉર વગેરે આધુનિક ટેકનોલોજી સુવિધાઓથી સજજ આ વૉલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે.

આ પણ વાંચો

Ambaji Melo Photos: ભાદરવી પૂનમનો મેળો શરૂ, પગપાળા યાત્રીઓ અને સંઘમાં જોવા મળ્યો અનરો ઉલ્લાસ, ઠેર-ઠેર કેમ્પો...

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Myanmar Earthquake: મ્યાનમારમાં આવ્યો ભયાનક ભૂકંપ, 7.2 ની તીવ્રતાથી ધ્રુજી ધરતી, મચી અફરાતફરી
Myanmar Earthquake: મ્યાનમારમાં આવ્યો ભયાનક ભૂકંપ, 7.2 ની તીવ્રતાથી ધ્રુજી ધરતી, મચી અફરાતફરી
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Myanmar Earthquake: મ્યાનમારમાં આવ્યો ભયાનક ભૂકંપ, 7.2 ની તીવ્રતાથી ધ્રુજી ધરતી, મચી અફરાતફરી
Myanmar Earthquake: મ્યાનમારમાં આવ્યો ભયાનક ભૂકંપ, 7.2 ની તીવ્રતાથી ધ્રુજી ધરતી, મચી અફરાતફરી
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
'મહિલા રેપ કરી શકતી નથી પરંતુ ઉશ્કેરણી કરી શકે છે', મધ્યપ્રદેશ હાઇકોર્ટે વધુમાં શું કહ્યુ?
'મહિલા રેપ કરી શકતી નથી પરંતુ ઉશ્કેરણી કરી શકે છે', મધ્યપ્રદેશ હાઇકોર્ટે વધુમાં શું કહ્યુ?
Kunal Kamra: હું મુંબઈ પાછો ફરીશ તો મારી ધરપકડ થશે, મારો જીવ જોખમમાં છે, મદ્રાસ હાઇકોર્ટના શરણે કુણાલ કામરા
Kunal Kamra: હું મુંબઈ પાછો ફરીશ તો મારી ધરપકડ થશે, મારો જીવ જોખમમાં છે, મદ્રાસ હાઇકોર્ટના શરણે કુણાલ કામરા
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
Embed widget