Lok Sabha: દિલ્હીમાં આજે કોંગ્રેસનું મંથન, બે નેતાઓને ખાસ કિસ્સામાં તેડું, જાણો કોણ-કોણ રહેશે બેઠકમાં હાજર ?
ગુજરાત કોંગ્રેસના 26 ઉમેદવારો નક્કી કરવા માટે આજે સાંજે 4 કલાકે સ્ક્રીનીંગ કમિટીની બેઠક યોજાશે, જેમાં આગેવાનો અને એજન્સીના સર્વેમાંથી સ્ક્રૂટિની કરાયેલા નામો પર ચર્ચા કરશે
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઇને આજે કોંગ્રેસની હાઇ કમાન્ડની બેઠક દિલ્હીમાં મળવાની છે, આજે ગુજરાત કોંગ્રેસના સીનિયર અને દિગ્ગજ નેતાનો દિલ્હીમાં જમાવડો થશે. ગુજરાત લોકસભાની 26 બેઠકો જીતવા માટે કોંગ્રેસ પ્રયાસ કરશે. આજે સાંજે 4 વાગે સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાશે, જેમાં પક્ષાના આગેવાનો અને એજન્સીઓ સર્વેમાંથી સ્ક્રૂટીની કરાયેલા નામો પર ચર્ચા કરશે. આ પછી કોઇ ખાસ નિષ્કર્ષ પર આવી શકે છે. આ બેઠકમાં અન્ય કોંગ્રેસી નેતાઓની સાથે સાથે બે સીનિયર નેતાઓ શૈલેષ પરમાર અને તુષાર ચૌધરીને પણ ખાસ કિસ્સામાં હાઇ કમાનનું તેડું આવ્યુ છે.
ગુજરાત કોંગ્રેસના 26 ઉમેદવારો નક્કી કરવા માટે આજે સાંજે 4 કલાકે સ્ક્રીનીંગ કમિટીની બેઠક યોજાશે, જેમાં આગેવાનો અને એજન્સીના સર્વેમાંથી સ્ક્રૂટિની કરાયેલા નામો પર ચર્ચા કરશે, સ્ક્રીનિંગ કમિટીની બેઠક પહેલા ગુજરાત કોંગ્રેસના આગેવાનોની કેન્દ્રીય નેતૃત્વ સાથે બેઠક કરશે. આમાં ગુજરાત કોંગ્રેસના તમામ પૂર્વ પ્રમુખો અને વિધાનસભાના વિપક્ષના પૂર્વ નેતાઓ હાજર રહેશે. આ બેઠકમાં કેન્દ્રીય નેતૃત્વ અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ વચ્ચે રણનીતિ અને જ્ઞાતિ સમીકરણ અંગે પણ ચર્ચા કરાશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના ગુજરાત પ્રવાસની પણ બેઠકમાં ચર્ચા થશે.
બે સીનિયર નેતાઓને આવ્યુ દિલ્હીથી ખાસ તેડું -
આજે દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં સામેલ થવા માટે ગુજરાતના બે દિગ્ગજ અને સીનિયર નેતાઓમાં ગણાતા નેતાઓને પણ અચાનક તેડું આવ્યુ છે. ધારાસભ્ય શૈલેષ પરમાર અને તુષાર ચૌધરીને ખાસ કિસ્સામાં હાઈકમાંડનું તેડું આવ્યું છે. આ બેઠકમાં ભરતસિંહ સોલંકીને પૂર્વ પ્રમુખની રૂએ હાજર રહેવા સૂચના અપાઇ છે. આ ઉપરાંત સુખરામ રાઠવા, પરેશ ધાનાણીને વિપક્ષના પૂર્વ નેતાની રૂએ હાજર રહેવા સૂચના છે, સિદ્ધાર્થ પટેલ, જગદીશ ઠાકોર અને અમિત ચાવડાને પણ પૂર્વ પ્રમુખની રૂએ બેઠકમાં હાજર રહેવા સૂચના અપાઇ છે. અર્જૂન મોઢવાડિયાને પૂર્વ પ્રમુખ અને વિપક્ષના પૂર્વ નેતાની રૂએ આ બેઠકમાં આમંત્રણ મળ્યું છે. આ પછી 26 બેઠકો પરથી આવેલા નામો પૈકી પૉટેંશિયલ કેન્ડિડેટના નામ ઉપર ચર્ચા થશે અને ફેબ્રુઆરી માસના અંત સુધીમાં ઉમેદવારોને ખાનગીમાં ચૂંટણી લડવાની જાણ કરાશે.