Kheda: ઠાસરામાં કરંટ લાગવાથી બે સગાભાઈ સહિત ત્રણ લોકોના મોત, પરિવારજનોનું હૈયાફાટ રૂદન
એક જ પરિવારના ત્રણ વ્યક્તિનું આ રીતે આકસ્મિક મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
Kheda News: ઠાસરા તાલુકાના ધુણાદરાના પરમારપુરામાં કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિના મોત થયા છે.
એક જ પરિવારના બે સગા ભાઈ તથા એક કાકાના દીકરાનું કરંટ લાગવાથી મોત થયું છે. નાહવા ગયેલો વ્યક્તિ સ્વીચબોર્ડને અડકતા તેને કરંટ લાગ્યો હતો. જે બાદ તેને બચાવવા ગયેલા અન્ય બે વ્યક્તિને કરંટ લાગતા જીવ ગુમાવ્યા હતા. એક જ પરિવારના ત્રણ વ્યક્તિનું આકસ્મિક મોત થતા પરિવારજનો ભારે આક્રંદ કર્યુ હતું. ત્રણેય વ્યક્તિને 108 મારફતે ડાકોર રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. એક પરિવારના ત્રણ વ્યક્તિનું આ રીતે આકસ્મિક મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
મૃતકોના નામ
- ભાનુભાઈ બુધાભાઈ પરમાર
- જગદીશભાઈ ગુણવંતભાઈ પરમાર
- નરેન્દ્ર ભાઈ ગુણવંતભાઈ પરમાર
ગીરગઢડાના ઉગલા ગામની સીમમાં શિયાળના મોઢામાંથી મરઘીને બચાવવા જવામાં વીજ કરંટ લાગવાથી યુવાન મોતને ભેટી ગયો હતો. આ ઘટનામાં મૃતકના પિતાએ ખેતરના તારની વાડમાં ઇલે. કરંટ મુકનાર બે ખેડૂત સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઊગલા ગામની સીમમાં રહેતા નારણભાઈ ગોવિંદભાઈ સોલંકીએ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં બે ખેડૂત સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું છે કે, તેમનો પુત્ર કનુભાઈ ખેત મજુરી કામ માટે સીમ વિસ્તારમાં કુબામાં રહેતો હોય અને ગઈકાલે સાંજે શિકારની શોધમાં આવી ચડેલા શિયાળે કૂબામાં ઘુસી એક મરઘીને મોઢામાં લઇ ભાગવા લાગતા મરઘીને બચાવવા કનુએ તેની પાછળ દોટ મૂકી હતી. આ દોડાદોડીમાં એક ખેતરના શેઢે સિમેન્ટના પાઇપમાં બાંધેલા વીજ તારને અડી જતાં કનુ બેભાન હાલતમાં ત્યાં જ પડી ગયો હતો. બાદમાં તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલે સારવારમાં લઇ જવાતા ફરજ ઉપરના ડોકટરે વીજ કરંટનો શોર્ટ લાગવાથી કનુભાઈનું મોત થયાનું જાહેર કર્યું હતું.
આ ઘટનામાં મૃતકના પિતા નારણભાઈએ ખેતરના ખેડૂત ભાણજીભાઈ લાખાભાઈ ડાંગોદરા અને તેના ભાઈ શાંતિભાઈ લાખાભાઈ ડાંગોદરા ( રહે. ઉગલા) સામે ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું કે, આ બંને ખેડૂતોએ તેમના ખેતરના ફરતે શેઢે સિમેન્ટના પાઇપ નાખી તેની ફરતે લોખંડના વાયરો ફીટ કરી તેમાં જીવંત વીજ પ્રવાહ ગોઠવ્યો હતો. બંને એ પણ જાણતા હતા કે જો કોઈ વ્યક્તિ આ વાયરને અડી જાય તો શોર્ટ લાગવાથી તેનું મૃત્યું થઈ શકે તેમ છતાં વીજ પ્રવાહ મુકવાનું ગેરકૃત્ય કર્યું હતું અને આ વીજ કરંટ લાગવાથી મારા પુત્ર કનુભાઈનું મોત થયું છે. આ બનાવમાં પોલીસે બંને ખેડૂત સામે ગુનો દાખલ કર્યો હતો.