Banaskantha: 19 વર્ષના BSF જવાનનું હાર્ટ અટેકથી નિધન, ટ્રેનિંગ પૂર્ણ કરી આવ્યો હતો ઘરે
Banaskantha: BSF દ્ધારા ગાર્ડ ઓફ ઓનર આપી રાહુલ ચૌધરીના અંતિમ સંસ્કાર કરાયા હતા.
Banaskantha: નાની ઉંમરમાં રાજ્યમાં વધુ એક યુવાનનું હાર્ટ અટેકથી મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠાના દિયોદરના મકડાલાના 19 વર્ષીય યુવાનનું હાર્ટ અટેકથી નિધન થયું હતું. 19 વર્ષીય BSF જવાનનું હાર્ટ અટેકથી નિધન થયું છે. BSF જવાન રાહુલ ચૌધરી ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન મકડાલા ગામ આવ્યા હતા. તે પ્રથમ પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં આવતા ફરજ પર જઈ રહ્યા હતા અને તેના માટે અમદાવાદમાં તેમના ભાઈના ઘરે રોકાયા હતા. જ્યાં હાર્ટ અટેક આવતા દુઃખદ અવસાન થયું હતું.
રાહુલ ચૌધરીના પાર્થિવ દેહને દિયોદરના મકડાલા ગામે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા હતા.BSF જવાનની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રાહુલ ચૌધરીનું પ્રથમ પોસ્ટિંગ પશ્વિમ બંગાળમાં આવ્યું હતું અને ત્યાં ફરજ પર હાજર થાય તે અગાઉ નિધન થયું હતું. BSF દ્ધારા ગાર્ડ ઓફ ઓનર આપી રાહુલ ચૌધરીના અંતિમ સંસ્કાર કરાયા હતા. BSF જવાનને હજારો લોકોએ ભીની આંખે અંતિમ વિદાય આપી હતી.
સુરતમાં પણ 38 વર્ષીય યુવકનું છાતીમાં દુઃખાવા બાદ મોત થયું હતું. શહેરના સચિન વિસ્તારમાં 38 વર્ષીય યુવકનું છાતીમાં દુઃખાવા બાદ મોત થયું છે. માન દરવાજાના યુવકનું શ્વાસ રૂંધાતા મોત થયું છે. યુવકની એક દિવસની સારવાર બાદ મોત થયુ છે. યુવકને હાર્ટ અટેક આવ્યો હોવાની શક્યતા ડોક્ટરોએ વ્યક્ત કરી હતી.
શિયાળામાં કેમ વધી જાય છે હાર્ટએટેકનું જોખમ
ઠંડીના કારણે અનેક રોગોનું જોખમ વધી જાય છે. આ ઋતુમાં કોલેસ્ટ્રોલ સખત થઈ જાય છે અને નસોમાં જમા થાય છે. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો પણ વધી જાય છે. આવી સ્થિતિમાં ખરાબ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરથી પીડિત દર્દીઓએ શિયાળામાં વધુ સાવધ રહેવાની જરૂર છે. આવા દર્દીઓ આ સિઝનમાં 7 બાબતોનું ધ્યાન રાખીને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકે છે.
જો તમે સ્ટ્રોક અને હાર્ટ એટેકના જોખમોને ઘટાડવા માંગતા હો, તો બીપીને નિયંત્રણમાં રાખવું સૌથી મહત્વપૂર્ણ છે. ખોરાકમાં મીઠું ઓછું કરો અને ફળો, લીલા શાકભાજી અને સલાડનું પ્રમાણ વધારવું. નિયમિત કસરત કરવાનું ભૂલશો નહીં. લોહીમાં એલડીએલ કોલેસ્ટ્રોલનું સ્તર ઊંચું ન થવા દો. નહિંતર, તેઓ નસોમાં એકઠા થઈ શકે છે અને રક્ત પરિભ્રમણને વિક્ષેપિત કરી શકે છે. તેથી, કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે, તમે સવારે ખાલી પેટ કાચા લસણ અને મેથી ખાવાનું શરૂ કરી શકો છો.